Home> Agriculture
Advertisement
Prev
Next

Gardening Tips: ઘરે ફુદીનો ઉગાડવાની સૌથી સરળ રીત, બારેમાસ છોડમાં આવતા રહેશે લીલા પાન

Gardening Tips: ગરમીના દિવસોમાં તાજો ફુદીનો મળવો મુશ્કેલ થઈ જાય છે. પરંતુ જો તમે ઘરે ફુદીનાનો છોડ વાવી લેશો તો તમને ગરમીમાં પણ તાજો ફુદીનો વાપરવા મળશે. ફુદીનો વાવવો સૌથી સરળ છે. ખૂબ ઓછા દિવસોમાં ફુદીનો ઉગી જાય. 
 

Gardening Tips: ઘરે ફુદીનો ઉગાડવાની સૌથી સરળ રીત, બારેમાસ છોડમાં આવતા રહેશે લીલા પાન

Gardening Tips: આમ તો ફુદીનાની ડિમાંડ બારેમાસ રહે છે. પરંતુ ઉનાળામાં તેની માંગ વધી જાય છે. ફુદીનાનો ઉપયોગ અલગ અલગ વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે. ફુદીનાની ચટણી, રાયતા, સલાડ, ડ્રિંક્સ, ચા, શરબત સહિતની વસ્તુઓ સ્વાદિષ્ટ લાગે છે. ફુદીનામાં ઔષધીય ગુણ હોય છે. 

fallbacks

આ પણ વાંચો: માત્ર 4 દિવસમાં કુંડામાં ઉગી જાશે લીલા ધાણા, સુકા ધાણાથી આ રીતે ઘરે વાવો કોથમીર

ઉનાળામાં ફુદીનો વધારે ડિમાંડમાં હોય છે તેથી તેના ભાવ પણ વધી જાય છે. આ ઋતુમાં ઘણીવાર સારો અને તાજો ફુદીનો મળતો પણ નથી. આ સમસ્યાથી મુક્તિ મેળવવી હોય તો ઘરની બાલકનીમાં નાનકડા કુંડામાં ફુદીનો વાવી દો. આ ટીપ્સ ફોલો કરશો તો ફુદીનો ઝડપથી ઉગી જશે.

આ પણ વાંચો: ઉનાળામાં તુલસીનો છોડ કરમાવા લાગે તો માટીમાં ઉમેરી દો આ વસ્તુ, સુકાશે નહીં તુલસી

ફુદીનો ઉગાડવાની ટીપ્સ

- ફુદીનો ઝડપથી વધતો છોડ છે. તેથી તેના માટે એવું કુંડુ પસંદ કરો જેનો વ્યાસ વધારે હોય. 
- ફુદીનો વાવવા માટે ભુરભુરી માટી લેવી. ફુદીના માટે માટીનું તૈયાર મિશ્રણ નર્સરીમાંથી પણ મળી જાય છે. 
- ફુદીનાને વાવવા માટે ફુદીનાની ડાળીમાંથી નીચેનો ભાગ કાપી લેવો અને થોડીવાર તેને પાણીમાં રાખી દો. ત્યારબાદ તેને માટીમાં વાવી દો. તમે નર્સરીમાંથી ફુદીનાના બી ખરીદીને પણ ફુદીનો વાવી શકો છો.

આ પણ વાંચો: ઘરમાં રાખવા માટે બેસ્ટ છે આ 5 પ્લાંટ, દિવસ-રાત ઓક્સિજન છોડી ઘરને રાખશે ફ્રેશ

- ફુદીનાના છોડને વધારે પાણીની જરૂર પડતી નથી. બસ માટી ભીની રહે એટલું ધ્યાન રાખવું. 
- ફુદીનાને દિવસમાં 6 કલાક તડકાની જરૂર પડે છે. ઠંડીમાં ફુદીનો રહેતો નથી. 
- ફુદીનો ઉગી જાય એટલે ડાળીને ઉપરથી કાપી લેવી. નીચેના મૂળને એમ જ રહેવા દો. તેમાં નવા પાન આવવા લાગશે. 
- ફુદીનો ઉગી જાય પછી દર 4 સપ્તાહમાં એકવાર જૈવિક ખાતર તેમાં ઉમેરવું.

આ પણ વાંચો: Gardening Tips: અપરાજિતાની વેલ સુકાશે નહીં, ગરમીની શરુઆતથી જ આ રીતે સંભાળ રાખો

ફુદીનો જેમ જેમ ઉગતો જાય તેમ તેમ તેને કાપતા રહેવું. જેમ જેમ તમે ફુદીનો કાપશો તેમ તેમ ફુદીનો વધારે ખીલતો જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More