Home> India
Advertisement
Prev
Next

Weather Forecast: અનેક રાજ્યોમાં વરસાદ-ઓલાવૃષ્ટિની આગાહી, IMDનું લેટેસ્ટ અપલેટ, ગુજરાતની માટે મોટી રાહત

Gujarat Weather Update: ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસની હવામાનની આગાહી જાહેર કરી છે. જેમાં અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ, બરફવર્ષા, તો ક્યાંક લૂની આગાહી કરાઈ છે. ગુજરાત માટે શું કહ્યું છે તે પણ ખાસ જાણો. 

Weather Forecast: અનેક રાજ્યોમાં વરસાદ-ઓલાવૃષ્ટિની આગાહી, IMDનું લેટેસ્ટ અપલેટ, ગુજરાતની માટે મોટી રાહત

દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયેલો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. જેની અસર જોવા મળી રહી છે. હાલમાં દિલ્હી-એનસીઆર સહિત અનેક મેદાની રાજ્યોમાં વાદળો છવાયેલા રહ્યા, ધૂળની આંધી જોવા મળી અને વરસાદ પણ વરસ્યો, જેનાથી લોકોને ગરમીમાં રાહત મળી. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ અને નીચાણવાળા વિસ્તારોમાં વાદળો વરસ્યા. આંધી તોફાન, વરસાદ અને વીજળી પડવાથી બિહારમાં 60 જેટલા લોકોના મોત થયાના હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે. 

fallbacks

યુપીમાં 25 લોકોના, ઝારખંડમાં 2 અને હરિયાણા-ઉત્તરાખંડમાં 2-2 લોકોના મોત થયાના રિપોર્ટ્સ છે. બીજી બાજુ ખેતરોમાં વરસાદનું પાણી ભરાઈ જવાથી ઘઉનો પાક સડવાનો ખતરો તોળાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ  (IMD)એ 16 એપ્રિલ સુધી હવામાન અપડેટ જાહેર કર્યું છે. જાણો આગામી 5 દિવસ સુધી કેવું રહેશે દેશનું હવામાન. ક્યાં ક્યાં વરસાદ પડશે અને ક્યાં હીટવેવ જોવા મળી શકે છે. 

મુંબઈમાં 10 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડ્યો. IMD નું અનુમાન છે કે થાણા, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, અને સિંધુદુર્ગમાં આજે 11 એપ્રિલે પણ વરસાદ પડવાનું યલ્લો એલર્ટ રહેશે. પરંતુ આગામી 3 દિવસમાં લૂનો પ્રકોપ વધશે અને ભેજ પરેશાન કરશે. આજે 11 એપ્રિલે પણ રાજ્યમાં કેટલાક શહેરોમાં તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. 

દિલ્હીની વાત કરીએ તો 10 એપ્રિલે આવેલા તોફાન અને વરસાદને કારણે તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થયો. આજે અને કાલે પણ દિલ્હી એનસીઆરમાં વાદળો છવાયેલા રહેશે અને હળવા વરસાદની વકી છે. ત્યારબાદ આકાશ ચોખ્ખુ રહેશે. તાપમાન વધવાના અને લૂથી ગરમીના અણસાર છે. 

આ રાજ્યોમાં પડશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 5 દિવસ 16 એપ્રિલ સુધી ઉત્તર-પશ્ચિમ ભારતમાં આંધી તોફાન આવવાના, વીજળીના કડાકા ભડાકા, પવન ફૂંકાવવાના અને ઓલાવૃષ્ટિ સાથે વરસાદના એંધાણ છે. પૂર્વી અને પૂર્વોત્તર ભારતમાં ગાજવીજ અને 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકવવાની સાથે વરસાદની શક્યતા છે. 

જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 11-12 એપ્રિલના રોજ ભારે પવન ફૂંકાઈ શકે અને વરસાદ પડી શકે છે. બિહાર, ઉપ હિમાલયી પશ્ચિમ  બંગાળ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઉત્તરી છત્તીસગઢ, પૂર્વી મધ્ય પ્રદેશ, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, પશ્ચિમી રાજસ્થાનમાં કેટલાક સ્થળો પર ધૂળની આંધી જોવા મળી શકે છે. 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

ગુજરાત માટે શું છે આગાહી
રાજ્યના હવામાન વિભાગે ગુરુવારે જણાવ્યું કે શુક્રવારે તાપમાનમાં આંશિક ઘટાડો થશે.  બે થી ચાર ડિગ્રી તાપમાન ઘટશે. હાલ લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ છે. ગુરુવારે મોરબી, સાબરકાંઠા, બનાસકાંઠામાં ગરમીનું યલ્લો એલર્ટ હતું. જ્યારે કચ્છ અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ હતું. અમદાવાદમાં બુધવારે તાપમાન 43.2 ડિગ્રી નોંધાયુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More