Salary of MPs: કેન્દ્ર સરકારે સંસદના સભ્યો અને પૂર્વ સભ્યોના વેતન, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારો કરવાનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. સંસદીય કાર્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશન પ્રમાણે 1 એપ્રિલ, 2023થી આ સંશોધિત વેતન લાગૂ થશે. મોદી સરકારે મોંઘવારીને ધ્યાનમાં રાખતા સંસદ સભ્યોના વેતન, ભથ્થા અને પેન્શન અધિનિયમ 1954 હેછળ વેતન અને પેન્શનમાં સંશોધન કર્યું છે.
હવે વેતન અને ભથ્થાની વાત કરવામાં આવે તો પહેલા સંસદ સભ્યોને વેતન 1,00,000 રૂપિયા મળતા હતા તે વધારી 1.24 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. આ રીતે દૈનિક ભથ્થામાં પણ વધારો થયો છે. દૈનિક ભથ્થું 2000 રૂપિયાથી વધી 2500 રૂપિયા કરવામાં આવ્યું છે. સંસદના સભ્યો અને પૂર્વ સભ્યો માટે માસિક પેન્શન 25000 રૂપિયાથી વધારી 31000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં એડિશનલ પેન્શન પહેલા 2000 રૂપિયા દર મહિને હતું, જેને વધારી 2500 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ જો તમારી પાસે પણ છે આ નંબરની નોટ કે સિક્કા તો ઘરે બેઠા કમાઈ શકો છો લાખો રૂપિયા !
છેલ્લે ક્યારે થયો હતો ફેરફાર
આ સંશોધન સંસદના ચાલૂ બજેટ સત્ર દરમિયાન કરવામાં આવ્યું છે. સાંસદોના વેતન, ભથ્થા અને પેન્શનમાં છેલ્લે એપ્રિલ 2018માં ફેરફાર થયો હતો. આ વધારાથી રાજકોષ પર નાણાકીય અસર પડવાની સંભાવના છે, કારણ કે 543 લોકસભા સાંસદ, 245 રાજ્યસભા સાંસદ અને ઘણા પૂર્વ સાંસદ છે જેને વધેલા પેન્શનનો ફાયદો મળશે. વેનત અને ભથ્થા સિવાય સેવારત સાંસદોને ઘણી સુવિધાનો ફાયદો મળે છે. સાંસદોને પોતાના સંસદીય ક્ષેત્રમાં કામ કરવા માટે 70,000 રૂપિયા દર મહિને સંસદીય ભથ્થું મળે છે અને ઓફિસ ખર્ચ માટે 60,000 રૂપિયા મળે છે. તેમાં કર્મચારીઓનું વેતન, ફોન અને સ્ટેશનરી સામેલ છે.
હવાઈ યાત્રાનો પણ મળે છે ફાયદો
સાંસદોને પોતાના અને પોતાના પરિવાર માટે દર વર્ષે 34 ફ્રી હવાઈ યાત્રા કરવાનો પણ ફાયદો મળે છે. સાથે કેટલીક જગ્યાએ ભાડા વગર આવાસ પણ મળે છે. જે લોકો સત્તાવાર આવાસ લેવા ઈચ્છતા નથી, તે 2 લાખ રૂપિયા માસિક આવાસ ભથ્થાનો દાવો કરી શકે છે. આ સિવાય પણ સાંસદોને અન્ય લાભ મળે છે. તેમાં 50 હજાર યુનિટ ફ્રી વીજળી, પરિવારના સભ્યો માટે કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના હેઠળ સ્વાસ્થ્ય કવરેજ સામેલ છે.
સાંસદોને દર મહિને કુલ 2.54 લાખ રૂપિયા મળશે
સંસદીય બાબતોના મંત્રાલયે કહ્યું કે સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને ભૂતપૂર્વ સાંસદોના પેન્શનમાં આ વધારો 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. આ ફેરફારો સંસદના સભ્યોના પગાર, ભથ્થા અને પેન્શન અધિનિયમ, 1954 દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા છે અને તે આવકવેરા અધિનિયમ, 1961માં નિર્દિષ્ટ ખર્ચ ફુગાવાના સૂચકાંક પર આધારિત છે. પગાર, મતવિસ્તાર અને કાર્યાલય ભથ્થા સહિત, વર્તમાન સાંસદોને હવે દર મહિને કુલ 2,54,000 રૂપિયાનો પગાર મળશે. તમને જણાવી દઈએ કે સાંસદોને ગૃહના ચાલુ સત્ર દરમિયાન દૈનિક ભથ્થું મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે