Home> Technology
Advertisement
Prev
Next

જિયોના 2 સુપરહિટ પ્લાન! સાથે મળશે JioHotstar નું 3 મહિનાનું સબ્સક્રિપ્શન

Data Plan: Disney+Hotstar અને JioHotstar ના મર્જર બાદ નવું ઓટીટી પ્લેટફોર્મ JioHotstar થઈ ગયું છે. ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટના કારણે ક્રિકેટ પ્રેમી ફ્રી સ્ટ્રીમિંગ અને સસ્તા પ્લાન શોધી રહ્યાં છે. અહીં અમે જિયો અને વીઆઈના બે સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં ત્રણ મહિનાનું JioHotstar નું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

 જિયોના 2 સુપરહિટ પ્લાન! સાથે મળશે JioHotstar નું 3 મહિનાનું સબ્સક્રિપ્શન

Data Plan: સ્માર્ટફોન યુઝર્સ એવા પ્લાનની શોધમાં હોય છે જેમાં ડેટા, કોલિંગની સાથે ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું હોય. જો તમે પણ આવો પ્લાન શોધી રહ્યાં છો તો આજે અમે તમને એવા બે પ્લાનની માહિતી આપીશું જેમાં JioHotstar નું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

fallbacks

જિયોનો 195 રૂપિયાનો પ્લાન
જિયોએ ક્રિકેટ પ્રેમીઓ માટે 195 રૂપિયાનો ડેટા પેક લોન્ચ કર્યો છે, જેમાં 90 દિવસની વેલિડિટી, 15જીબી 4g/5g ડેટા અને 3 મહિનાનું JioHotstar મોબાઇલ સબ્સક્રિપ્શન ફ્રી મળે છે.

આ પણ વાંચોઃ 4 લાખના બજેટમાં મળી જશે આ કાર, માઇલેજ અને ફીચર્સમાં પણ છે દમદાર

જિયોનો 949 રૂપિયાનો પ્લાન
જિયોના 949 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી, દરરોજ 2જીબી ડેટા મળશે. આ સાથે પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. સાથે અનલિમિટેડ કોલિંગ અને JioHotstar નું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

વોડાફોન આઈડિયાનો પ્લાન
VI પાસે પણ કેટલાક આકર્ષક પ્લાન છે. 151 રૂપિયાના ડેટા પેકમાં 4જીબી ડેટા, 30 દિવસની વેલિડિટી અને 3 મહિના સુધી JioHotstar ફ્રી મળે છે. જ્યારે 169 રૂપિયાના ડેટા પેકમાં 8 જીબી ડેટા અને 30 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. આ સિવાય  469 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી, 2.5જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને JioHotstar નું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More