Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં પ્રોપર્ટી ધરાવનારા માટે મોટી ખબર, કોર્પોરેશન શરૂ કરી રહી છે એક સરવે, જાણી લેવું જરૂરી છે

Ahmedabad Property Market : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદની હદમાં આવનારી તમામ મિલકતોનું જિયો ટેગિંગ કરવાનું નક્કી કર્યું છે... ડ્રોન સર્વેલન્સ થકી amc હદમાં કરાશે સર્વે 

અમદાવાદમાં પ્રોપર્ટી ધરાવનારા માટે મોટી ખબર, કોર્પોરેશન શરૂ કરી રહી છે એક સરવે, જાણી લેવું જરૂરી છે

Property Investment અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન થોડા સમયમાં પોતાની હદમાં આવતી તમામ પ્રકારની મિલકતોનું જીઓ ટેગિંગ કરવા તરફ આગળ વધી રહ્યું છે. ડ્રોન ટેકનોલોજીની મદદથી સર્વે કર્યા બાદ આખો ડેટા બેઝ તૈયાર કરી રહેણાંક અને કોમર્શિયલ એમ તમામ મિલ્કતોને યુનિક સ્કેનર અને ટેગ કરવાનો મહત્વાકાંશી પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવશે. આમ કરવાથી amc ચોપડે ન નોંધાયેલી હોય એવી તમામ મિલકતોનો રેકોર્ડ મળશે.

fallbacks
  • Amc નો વધુ એક મહત્વાકાંશી પ્રોજેક્ટ 
  • શહેરમાં આવેલી તમામ મિલકતોનું જીઓ ટેગિંગ કરવાનું આયોજન 
  • ડ્રોન સર્વેલન્સ થકી amc હદમાં કરાશે સર્વે 
  • Amc ચોપડે મિલ્કતો વધારવાનું આયોજન 
  • જીઓ ટેગિંગ બાદ દરેક મિલ્કતને અપાશે યુનિક કોડ 
  • ક્યુઆર કોડમાં મિલ્કત ધારક અને amc ની તમામ માહિતી સ્ટોર થશે 
  • કચરો એકત્ર કરતા વાહનો પણ એજ કોડ થકી કામ કરશે 
  • શહેરમાં ધંધો વ્યવસાય કરવા આવતા લોકોનો ડેટા એકત્ર થશે 
  • લારી ગલ્લા થી લઇ દુકાનો અને મુવિંગ વેહિકલના ડેટા પણ એકત્ર થશે 
  • દેશના કયા વિસ્તારમાંથી કેટલા લોકો રોજગારી માટે આવ્યા એ જાણી શકાશે 

 ગુજરાતના આ જિલ્લા પર મોટું સંકટ, 4 થી 9 એપ્રિલ સુધીની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

480 ચોરસ કિલોમીટર કરતા વધુના વિસ્તારમાં ફેલાયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં સતત અનેક પ્રકારની મિલકતો વધી રહી છે. હાલ amc ચોપડે 17 લાખ આસપાસ નોંધાયેલી મિલકતો છે, જેનાથી 2200 કરોડના ટેક્ષની આવક થાય છે. પણ હજીએ ઘણી મિલકતો એવી છે કે જે amc ચોપડે નોંધાયેલી નથી, જેનો આ પદ્ધતિથી સર્વે કરી તેનો ડેટા એકત્ર થશે. જે બાદ amc સ્ટાફની જવાબદારી પણ નક્કી થશે. આ ઉપરાંત amc ના સોલિડ વેસ્ટ વિભાગના વાહનો પણ એજ કોડને સ્કેન કરી પોતાની હાજરી અને કચરો એકત્ર કરવાની કામગીરી કરશે.

Amc ફક્ત આટલેથી નથી અટકવાનું, આ આખી યોજનાનું ટેન્ડર થાય અને અમલ શરુ થાય એ બાદ શહેરમાં ફૂટપાથ કે રોડ પર ઉભા રહી ધંધો વ્યવસાય કરતા લારી ગલ્લા ધરાવનાર તમામ લોકોનો ડેટા પણ એકત્ર કરવા આયોજન કરી રહ્યું છે. જેથી દેશના જુદા જુદા ભાગ માંથી ધંધા રોજગાર માટે આવતા લોકોની માહિતી એકત્ર થઇ શકે. જેના આધારે બજેટ સંબંધી આગોતરી તૈયારી કરી શકાય.

હાલ તો amc સાશકોના આ નિર્ણય બાદ amc વહીવટી તંત્ર પ્રોજેક્ટની વહીવટી પ્રક્રિયા તરફ આગળ વધી રહ્યું છે. જોવાનુ રહેશે કે આખરે આ મહ્ત્વકાંશી પ્રોજેક્ટનો અમલ કેવો અને ક્યારે થાય છે. 

ગુજરાતના આ જિલ્લા પર મોટું સંકટ, 4 થી 9 એપ્રિલ સુધીની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More