Home> Business
Advertisement
Prev
Next

5000% નું રિટર્ન આપનારી આ દિગ્ગજ કંપની 1 શેર પર બે બોનસ શેર આપશે, ઈન્વેસ્ટરોને થશે ફાયદો

શેર બજારમાં વધુ એક કંપનીએ બોનસ શેરની જાહેરાત કરી છે. આ દિગ્ગજ કંપની યોગ્ય ઈન્વેસ્ટરને એક શેર પર બે બોનસ શેર આપી રહી છે. જાણો રેકોર્ડ ડેટ સહિત દરેક વિગત...

5000% નું રિટર્ન આપનારી આ દિગ્ગજ કંપની 1 શેર પર બે બોનસ શેર આપશે, ઈન્વેસ્ટરોને થશે ફાયદો

નવી દિલ્હીઃ બીએસઈ લિમિટેડ (BSE Limited) એ શેર બજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે બોર્ડે બોનસ શેર આપવાને મંજૂરી આપી છે. બીએસઈ લિમિટેડ તરફથી આ વખતે યોગ્ય ઈન્વેસ્ટરોને એક શેર પર બે બોનસ શેર આપવામાં આવશે. મહત્વનું છે કે કંપનીનું લિસ્ટિંગ માત્ર એનએસઈમાં છે.

fallbacks

1 શેર પર મળશે 2 શેર ફ્રી
શેર બજારને 30 માર્ચે જાણકારીમાં બીએસઈ લિમિટેડે જણાવ્યું કે 2 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર 2 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જાહેર કરી નથી.

એનએસઈ ડેટા અનુસાર કંપનીએ 2022માં પણ બોનસ શેર આપ્યોહતો. ત્યારે કંપનીએ 1 શેર પર બે બોનસ શેર ઈન્વેસ્ટરોને આપ્યા હતા. ડિવિડન્ડની વાત કરીએ તો કંપનીએ 2024માં એક શેર પર 15 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. 2023માં કંપનીએ બાયબેક કર્યું હતું. 2019માં પણ કંપની શેરને પરત ખરીદી ચૂકી છે.

આ પણ વાંચોઃ 1 એપ્રિલથી બદલાઈ જશે Income Tax ના ઘણા નિયમ, 12 લાખ સુધીના પગાર પર નહીં લાગે ટેક્સ

માલામાલ કરી રહ્યો છે શેર
બીએસઈ લિમિટેડના શેર શુક્રવારે એનએસઈમાં 16.09 ટકાની તેજી સાથે 5438 રૂપિયાના લેવલ પર બંધ થયા હતા. છેલ્લા છ મહિના દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 47 ટકાથી વધુની તેજી જોવા મળી છે. તો એક વર્ષ સુધી હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોના પૈસા ડબલ થઈ ગયા છે. મહત્વનું છે કે કંપનીનો 52 વીક હાઈ 6133.40 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 2115 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 73 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન શેરના ભાવમાં 5000 ટકાનો વધારો થયો છે. હવે મંગળવારે કંપનીના શેર ફોકસમાં રહેશે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More