Soda Side Effects: આજના સમયમાં આપણામાંથી મોટાભાગના લોકોને ખાણીપીણીની આદતો અને લાઈફસ્ટાઈલ ખરાબ. ખરાબ આહાર અને લાઈફસ્ટાઈલના કારણે ઘણી વખત પેટ સંબંધિત સમસ્યાઓ થઈ જાય છે. જેમાં સૌથી સામાન્ય છે ગેસ અને એસિડિટી. ગેસ એસીડીટી જેવી તકલીફમાં લોકો દવા લેવાને બદલે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવતા હોય છે. આ ઉપાયમાંથી એક ઉપાય છે કે ગેસ અને એસિડિટી થઈ જાય તો કોલ્ડ ડ્રિંક અથવા તો સોડા પી લેવી. કોલ્ડ ડ્રિંક અથવા તો સોડા પીવાથી તુરંત જ ઓડકાર આવે છે અને લોકો રાહત અનુભવે છે. એવા અનેક લોકો હશે જે ગેસ એસીડીટીમાં આ નુસખો અજમાવતા હોય.
આ પણ વાંચો: Vitamin B 12: દૂધમાં આ વસ્તુઓ ઉમેરી પીવાનું શરુ કરો, દવા વિના વધવા લાગશે વિટામિન B12
કોલ્ડ ડ્રિંક કે સોડા પીધા પછી ઓડકાર આવી જવાથી લોકો એવું માને છે કે તેમને આરામ મળી ગયો. પરંતુ શું ખરેખર ગેસ અને એસિડિટી સોડા પીવાથી મટી જાય છે? ગેસ અને એસિડિટીની તકલીફમાં સોડા પીવી ખરેખર ફાયદા કારક છે કે તે માત્ર લોકોનો ભ્રમ છે ચાલો તમને જણાવીએ.
શું ખરેખર સોડા ગેસથી રાહત અપાવે?
આ પણ વાંચો: Obesity: અચાનક વધેલું વજન શરીરની અંદરના આ 5 અંગને કરી શકે છે ડેમેજ, સમયસર ચેતી જવું
ગેસ અને એસિડિટી આપણા દેશમાં સૌથી સામાન્ય ગણાતી હેલ્થ પ્રોબ્લેમ છે. ઘણા લોકોને રોજ આ તકલીફ થાય છે. ખાવા પીવામાં કંટ્રોલ ન હોવો અને અનહેલ્ધી આહાર લેવો આ સમસ્યાનું કારણ છે. ગેસ અને એસિડિટી થઈ જાય તો લોકો કંઈ પણ વિચાર્યા વિના તુરંત જ કોલ્ડ ડ્રિંક અથવા તો સોડા પી લે છે. કોલ્ડ ડ્રિંક પીધા પછી ઓડકાર આવી જવો એટલે ગેસ મટી જવો તેવો માનવામાં આવે છે. પરંતુ આ વાત ફક્ત વહેમ છે તેમાં સત્ય નથી. એટલે કે કોલ્ડ ડ્રિંક કે સોડા પીવાથી પેટમાંથી ગેસ નીકળી જતો નથી.
આ પણ વાંચો: Lasoda Benefits: ઉનાળામાં જ મળતાં ગુંદા શરીર માટે નેચરલ ઔષધી, જાણો તેના ફાયદા
ગેસ અને એસિડિટીમાં કોલ્ડ ડ્રિંક પીવાથી થતા નુકસાન
- જ્યારે એસિડિટી કે ગેસ થાય છે ત્યારે સોડા પીવાથી આંતરડા પર પ્રેશર બને છે. સોડા પીવાથી આંતરડામાં જગ્યા બને છે જેના કારણે ઓડકાર આવે છે પરંતુ કોલ્ડ્રીંક પીધા પછી શરીરમાં જે કાર્બન ડાયોક્સાઇડ જાય છે તે શરીરની અંદર પેટમાં રહેલા ભોજનને સડાવે છે. જે શરીર માટે હાનિકારક સાબિત થાય છે.
આ પણ વાંચો: દિવસમાં એકવાર 1 ગ્લાસ સત્તુનું શરબત પી લેશો તો નહીં લાગે લૂ, ઉનાળાનું અમૃત છે આ પાણી
- ગેસ અને એસિડિટી દરમિયાન કોલ્ડ ડ્રિંક પીવાથી અન્ય નુકસાન પણ થઈ શકે છે. કોલ્ડ ડ્રિંક પીવાથી વજન ઝડપથી વધી જાય છે. સાથે જ ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ પણ વધી શકે છે.
આ પણ વાંચો: નાળિયેર તેલમાં આ 2 વસ્તુઓ મિક્સ કરી માલિશ કરો, ગમે તેવો સાંધાનો દુખાવો હશે મટી જશે
- વારંવાર ગેસ અને એસિડિટીની તકલીફમાં કોલ્ડ ડ્રિંક કે સોડા પીવાથી ફેટી લીવર જેવી બીમારી પણ થઈ શકે છે. નિયમિત રીતે કોલ્ડ ડ્રિંક પીવાથી અન્ય ગંભીર તકલીફો પણ વધી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે