Home Buying Tips: દેશના અન્ય શહેરોની જેમ ગુજરાતમાં અનેક જગ્યાએ ફ્લેટની કિંમત રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ છે. અમદાવાદ, મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં 2BHK ફ્લેટના ભાવ લાખો/કરોડોમાં પહોંચી ગયા છે. તેવામાં જો તમે ફ્લેટ ખરીદવાની યોજના બનાવી રહ્યાં છો તો પહેલા બિલ્ટ-અપ એરિયા અને સુપર બિલ્ટ-અપ એરિયામાં અંતર જરૂર સમજી લો. આ વચ્ચેનું અંતર જાણી ન માત્ર તમે સારી પ્રોપર્ટીની પસંદગી કરી શકશો પરંતુ ઓછા બજેટમાં મોટી સાઇઝનો ફ્લેટ ખરીદી શકશો. આવો તે સમજીએ કઈ રીતે?
બિલ્ટ-અપ એરિયા શું હોય છે?
કોઈ ફ્લેટનો બિલ્ટ-અપ એરિયા તે એરિયા હોય છે જે એક ફલેટની ચાર દિવાલોથી ઘેરાયેલો હોય છે. તેમાં દીવાલોની પહોળાઈ, અટેચ બાલકની અને યુટિલિટી એરિયા સામેલ હોય છે.
બિલ્ટ-અપ એરિયા સામાન્ય રીતે કાર્પેટ એરિયાથી 10થી 20 ટકા વધુ હોય છે. કાર્પેટ એરિયા, ફ્લેટની અંદરનો એરિયાને કહેવામાં આવે છે. જો કોઈ ફ્લેટનો કાર્પેટ એરિયા 1000 સ્ક્વેર ફૂટ છે તો બિલ્ટ-અપ એરિયા લગભગ 1100થી 1200 સ્ક્વેર ફૂટ હોઈ શકે છે.
આ પણ વાંચોઃ કાલે ખુલશે આ કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં ધૂમ, રોકાણકારોને થઈ શકે છે સારી કમાણી
સુપર બિલ્ટ-અપ એરિયા શું હોય છે?
સુપર બિલ્ટ-અપ એરિયામાં બિલ્ટ-અપ એરિયાની સાથે-સાથે પ્રોજેક્ટ્સના કોમન એરિયાને સામેલ કરવામાં આવે છે. તેમાં જેમ કે લોબી, સીડીઓ, લિફ્ટ એરિયા, ક્લબ હાઉસ વગેરે સામેલ હોય છે. સુપર બિલ્ટ-અપ એરિયા સામાન્ય રીતે કાર્પેટ એરિયાથી 25થી 40 ટકા વધુ હોય છે. જો કાર્પેટ એરિયા 1000 સ્ક્વેર ફૂટ છે તો સુપર બિલ્ટ-અપ એરિયા 1250થી 1400 સ્ક્વેર ફૂટ સુધી હોઈ શકે છે.
ઓઝા બજેટમાં આ રીતે લો મોટો ફ્લેટ
ફ્લેટ બુક કરાવતા પહેલા, બિલ્ડરને કાર્પેટ, બિલ્ટ-અપ અને સુપર બિલ્ટ-અપ એરિયાનું બ્રેકઅપ પૂછો. ફક્ત સુપર બિલ્ટ-અપ એરિયાના આધારે સરખામણી ન કરો. જે પ્રોજેક્ટમાં લોડિંગ ઓછું હોય અને કાર્પેટ એરિયા બિલ્ટ-અપ એરિયા કરતા 20% થી 25% વધુ હોય, ત્યાં તમને તે પ્રોજેક્ટના ફ્લેટમાં મોટો બિલ્ટ-અપ અને કાર્પેટ એરિયા મળશે. બીજી તરફ, જે પ્રોજેક્ટમાં કાર્પેટ એરિયા બિલ્ટ-અપ એરિયા કરતા 35% થી 45% વધુ હોય, ત્યાં તમારે નુકસાન સહન કરવું પડશે કારણ કે આ પ્રોજેક્ટમાં લોડિંગ ખૂબ વધારે છે. બિલ્ડરે પ્રોજેક્ટને આકર્ષક બનાવવા માટે કોમન એરિયા, પાર્ક, જીમ વગેરેને મોટું કર્યું છે. તમને ફ્લેટના કદ પર તેની અસર જોવા મળશે. કોમન એરિયા વધારીને, તમને ફ્લેટમાં નાનો બિલ્ટ-અપ અને કાર્પેટ એરિયા મળશે. તેથી, તમે સુપર બિલ્ટ-અપ એરિયા, બિલ્ટ-અપ એરિયા અને કાર્પેટ વચ્ચે અગાઉથી તફાવત કરીને યોગ્ય મિલકત પસંદ કરી શકો છો. જો તમે આ કરો છો, તો તમે ઓછા બજેટમાં પણ મોટો ફ્લેટ ખરીદી શકશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે