Home> Gujarat
Advertisement
Prev
Next

ટ્રાફિક સમસ્યા હળવી કરવા આ શહેરમાં બનશે વધુ ત્રણ ફ્લાયઓવર; જાણો ક્યાં બનશે નવા બ્રિજ?

ભાવનગર શહેરમાં અગાઉ મંજુર થયેલા અને શાસ્ત્રીનગરથી દેસાઈનગર વચ્ચે બની રહેલા પ્રથમ ઓવરબ્રિજનું કામ ચાર વર્ષથી શરૂ છે. અને જે પૈકીના દેસાઈનગરથી શાસ્ત્રીનગર તરફના માર્ગને ટ્રાફિક હળવો કરવાના હેતુથી તંત્ર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે. 

ટ્રાફિક સમસ્યા હળવી કરવા આ શહેરમાં બનશે વધુ ત્રણ ફ્લાયઓવર; જાણો ક્યાં બનશે નવા બ્રિજ?

નવનીત દલવાડી/ભાવનગર: શહેરમાં વધતી જતી ટ્રાંફિક સમસ્યાઓ હળવી કરવા માટે વધુ ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જોકે ભાવનગર શહેરમાં અગાઉ મંજુર થયેલા અને શાસ્ત્રીનગરથી દેસાઈનગર વચ્ચે બની રહેલા પ્રથમ ઓવરબ્રિજનું કામ ચાર વર્ષથી શરૂ છે. અને જે પૈકીના દેસાઈનગરથી શાસ્ત્રીનગર તરફના માર્ગને ટ્રાફિક હળવો કરવાના હેતુથી તંત્ર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે. 

fallbacks

મહાભંયકર આગાહી! અંબાલાલની પરસેવો છોડાવે તેવી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં છે ખતરો

પરંતુ આર.ટી.ઓ અને ગઢેચી તરફના બાકી રહેલા ઓવરબ્રિજનું કામ હજુ પણ પૂર્ણ નથી થયું, ત્યાં સત્તાધીશો વધુ ત્રણ ઓવરબ્રિજ બનાવવાનું વિચારી રહ્યા છે. તેમજ સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવતા વિપક્ષ દ્વારા અનેક સવાલો ઉઠવવામાં આવ્યા છે. કે ઓવરબ્રિજને તો શાશક સમયસર પૂરો નથી કરી શક્યું ત્યાં વધુ ત્રણ ઓવરબ્રિજનું કામ પણ આજ રીતે સમયનો વેડફાટ અને પ્રજા પૈસાનું પાણી થશે કે કેમ એવો પ્રશ્ન પૂછી રહ્યા છે. 

ગુજરાતના આ શહેરમાં દૂધની બનાવટો ખાતા પહેલા સો વખત વિચારજો! થશે આંતરડાને લગતી બીમારીઓ

સરકાર દ્વારા ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરી રહી છે, પરંતુ તેની સામે ભાવનગર શહેર કે જિલ્લાના એકપણ કામ ક્યારેય સમય મર્યાદામાં પૂર્ણ થતાં નથી, જેના કારણે ટેક્સના કરોડો રૂપિયાનું આંધણ થઈ જાય છે, અને પ્રજાને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, હાલ તો તેવો જ ઘાટ કાંઈક ભાવનગરમાં ઘડાયો છે, કારણ એક જ છે કે ભાવનગર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે કામો મંજુર તો કરવામાં આવે છે, પરંતુ જે કામ મંજુર થયા હોય તે કામ ક્યારેય સમયસર શરૂ થતાં નથી અને જેના કારણે સમય મર્યાદા પૂર્ણ થઈ જવા છતાં આવા કામ ક્યારેય પુરા થતા નથી, જે કામ પૂર્ણ કરવાનો સમય બે વર્ષનો હોય ત્યાં 4 વર્ષ જેવો સમય લાગે છે, તેમ છતાં કામ તો અધૂરા જ હોય છે, જેનું ઉત્તમ ઉદાહરણ ભાવનગર શહેરમાં બની રહેલો પ્રથમ ફ્લાય ઓવરબ્રિજ છે. 

ક્રેશ થયો સરકારી કંપનીનો શેર, એક્સપર્ટે કહ્યું: 320 રૂપિયાને પાર જશે ભાવ

શાસ્ત્રીનગરથી દેસાઇનગર સુધી બની રહ્યો છે, જેની સમાયાવધી પણ બે વર્ષ પહેલાં પૂર્ણ થઈ ગઈ અને બે વખત તેની સમય મર્યાદામાં વધારો પણ કરવામાં આવ્યો, તેમ છતાં ભાવનગરના આ પ્રથમ ફ્લાય ઓવરબ્રિજનું કામ હજુ પણ 30 ટકા બાકી છે, શાશક તે કામ તો પૂર્ણ કરી શકયા નથી, ત્યાં ફરી મહુવા, તળાજા, અલંગ, સીદસર થઈ વરતેજ અને ઘોઘા ફેરી સર્વિસ ઉપરના રોડની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા શહેરમાં ત્રણ નવા ફ્લાય ઓવરબ્રિજ બનાવવા સ્ટેન્ડિંગ કમિટીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

સરકારી કર્મચારીઓ મૌજે મૌજ! સરકાર આપશે 42 દિવસની એકસ્ટ્રા રજા, જાણો કેવી રીતે

જેમાં ટોપ થ્રી સર્કલ પર 45 મીટર રીંગરોડ અને 30 મીટર ટીપી રોડ જંકશન, લીલા સર્કલ પર સીદસર તરફનો 30 મીટર રોડ અને કાળીયાબીડ તરફનો 30 મીટર રોડના જંકશન તેમજ મંત્રેશ સર્કલ પર 45 મીટર રીંગરોડ 30 મીટર ટીપી રોડના જંકશન પર નવા ત્રણ ઓવરબ્રિજ બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જેમાં ફિઝિબલ હોય તે સ્થળોએ સૂચિત ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટે સરકાર દ્વારા 150 કરોડની ગ્રાન્ટ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાશે. આમ કાર્યોની ચર્ચા કરી નિર્ણય કરાશે.

ઉત્તરાયણમાં હવે કાચ પીવડાવેલી દોરીનો ઉપયોગ નહીં કરી શકો! HCનો મહત્વનો નિર્ણય

શહેરમાં જે રીતે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. તેમાં ઓવરબ્રિજ બનવા જ જોઈએ, વિરોધપક્ષ તરીકે શહેરના વિકાસમાં અમે સાથે જ છીએ, પરંતુ જ્યાં માત્ર વાયદા અને સમયનો વેડફાટ થાય છે. એ બંધ થવું જોઈએ, શહેરનો પ્રથમ ફ્લાય ઓવર હજુ અધૂરો છે અને તે સમય મર્યાદામાં પૂર્ણ નહીં થતા 35 કરોડ જેવી રકમ વધારે ચૂકવવી પડી છે. ત્યાં શાશકે બીજા 3 ફ્લાય ઓવર બનાવવા માટે સૈદ્ધાંતિક રીતે મંજૂર કર્યા છે. ત્યારે વિપક્ષનું કહેવું છે કે કામ તો કરવામાં આવે છે પરંતુ કામ સમય મર્યાદામાં પૂર્ણ નથી થતા અને તેના કારણે પ્રજા ને હાલાકી ભોગવવાનો વારો આવે છે. નિર્દોષ પ્રજા જેનો ભોગ બને છે. 

ગુજરાતી કોમેડી એક્ટર ટીકુ તલસાનિયાને હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

શહેર ટ્રાંફિક સહિતની સમસ્યા થી પીડાઈ છે. શાસ્ત્રીનગર થી દેસાઈનગર સુધીના પ્રથમ ઓવરબ્રિજના કામમાં જે થયું એ ફરી ન થાય એવી અમને શાશક પાસે આશા છે. પ્રજાના પૈસાનું પાણી ના થાય એ રીતે સમયસર કામ શરૂ કરી સમય મર્યાદામાં પુરા થાય એ પ્રજાના હિતમાં છે. પરંતુ હવે વિપક્ષ ની આશા અને ટ્રાફિકની સમસ્યા ક્યારે પૂર્ણ થશે તે તો જોવું રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More