Viral News: સોશિયલ મીડિયા પર આપણે હંમેશા એવી સ્ટોરી વાંચવા મળે છે, જેમાં દાવો કરવામાં આવે છે કે કોઈના દાદાજીએ કોઈ કંપનીના કેટલાક શેર વર્ષો પહેલા લીધા હતા અને આજે તે શેરની કિંમત કરોડોમાં થઈ ગઈ છે. આ કહાની કંઈક એવી છે, પરંતુ તેમાં દાદાજી નહીં પરંતુ પિતાજીની ભૂમિકા છે. હીકતમાં એક વ્યક્તિના પિતાએ એક કંપનીમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે રોકાણ આજે 80 કરોડની કમાણી કરાવી રહ્યું છે.
શું છે કહાની?
વિચારો જો તમારા પિતાએ 90ના દાયકામાં જિંદલ વિજયનગર સ્ટીલ લિમિટેડ (હવે JSW સ્ટીલ) ના શેરમાં માત્ર 1 લાખ રૂપિયા લગાવ્યા હોય અને તે આજે 80 કરોડ રૂપિયા બની ગયા હોય! વિશ્વાસ ન થય ને? પરંતુ તાજેતરમાં એક Reddit યુઝરને પોતાના પિતાના જૂના શેર સર્ટિફિકેટ મળ્યા અને તેણે હવે તેની વેલ્યુ જોઈ તો આંખો ફાટી ગઈ હતી.
શેર સર્ટિફિકેટની તસવીર થઈ વાયરલ
Reddit પર શેર કરવામાં આવેલી કહાની સૌથી પહેલા સૌરવ દત્તાએ X પર શેર કરી. તેણે લખ્યું- એક વ્યક્તિના પિતાએ 90ના દાયકામાં JSW શેર મળ્યા જે 1 લાખ રૂપિયાના હતા, આજે તે 80 કરોડ રૂપિયાના છે. યોગ્ય ખરીદી અને 30 વર્ષ બાદ વેચો, આ છે અસલી જાદૂ. આ શેર સર્ટિફિકેટની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
Guy on Reddit discovered JSW shares bought by his dad in the 1990s for ₹1L.
Worth ₹80Cr today.
Power of buy right sell after 30yrs. pic.twitter.com/mZTpGt4LII
— Sourav Dutta (@Dutta_Souravd) June 7, 2025
કેમ થયો આ ચમત્કાર?
Anhad Arora નામના યુઝરે લખ્યુ, "લોકો સમજી શકતા નથી કે સ્ટોક સ્પ્લિટ, બોનસ શેર અને ડિવિડન્ડ કેવી રીતે સંપત્તિનું સર્જન કરે છે. ખરેખર, આ જાદુ છે." બીજા એક રોકાણકારે સલાહ આપી, "સારા વ્યવસાયને જલ્દી વેચશો નહીં. જો કંપનીના મૂળભૂત સિદ્ધાંતો મજબૂત હોય, તો સમયને તેનું કામ કરવા દો." એક યુઝરે મજાકમાં લખ્યું, "મેં મારા દીકરાને કહ્યું છે કે જ્યારે તે 18 વર્ષનો થાય ત્યારે મારા માટે બીજું ડીમેટ લોગિન ખોલે. પાસવર્ડ ગોદરેજ લોકરમાં છે!"
આ પણ વાંચોઃ 1 લાખના બનાવી દીધા 55 લાખ રૂપિયા, નવી ઊંચાઈ પર પહોંચ્યો અનિલ અંબાણીનો શેર
રોકાણમાં કમ્પાઉન્ડિંગ શું છે?
ચક્રવૃદ્ધિ એટલે વ્યાજ પર વ્યાજ. એટલે કે, તમે કરેલા રોકાણમાંથી તમને જે વળતર મળ્યું, તે વળતર પર તમને આગલી વખતે પણ વ્યાજ મળશે. આ ચક્ર વારંવાર ચાલતું રહે છે અને ધીમે ધીમે તમારી મૂડી બરફના ગોળાની જેમ વધતી જાય છે.
ઉદાહરણ તરીકે, જો તમે 1 લાખ રૂપિયા 12 ટકા વાર્ષિક વળતર પર 30 વર્ષ માટે છોડી દો છો, તો તે રકમ લગભગ 30 લાખ રૂપિયા થઈ શકે છે. પરંતુ જો કંપની બોનસ આપતી રહે, ડિવિડન્ડ આવે, સ્ટોક સ્પ્લિટ થાય, તો આ રકમ અનેક કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે