આજકાલ અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને ખોટી ખાણીપીણીના કારણે ઘૂંટણમાં ગ્રીસ ઓછું થવાની સમસ્યા જોવા મળી રહી છે. યુવા લોકોમાં ઘૂંટણમાં કાર્ટિલેજ ઘસાવવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. ઘૂંટણમાં ગ્રીસ ઘટવાના લક્ષણો અને ગ્રીસ વધારવા માટે શું કરવું એ પણ જાણો.
ઘૂંટણમાં ગ્રીસ ઓછું થવાના સંકેત
કટ કટનો અવાજ
ઘૂંટણમાં ગ્રીસ ઓછું થઈ જાય તો ઘૂંટણમાંથી કટ કટ અવાજ આવે છે. ઘૂંટણોમાં દુખાવો થવો એ પણ ગ્રીસ ઘટવાનો સંકેત હોઈ શકે છે. આ સંકેત નજરઅંદાજ ન કરવો.
સીડીઓ ચડવામાં મુશ્કેલી
ઘૂંટણમાં ગ્રીસ ઘટે તો સીડીઓ ચડવામાં મુશ્કેલી થઈ શકે છે. સીડીઓ ચડતી વખતે ઘૂંટણમાં દુખાવો થવો.
ઉઠવા બેસવામાં મુશ્કેલી
ઘૂંટણમાં ગ્રીસ ઘટી જાય તો ઉઠવા બેસવામાં મુશ્કેલી પડે છે. બેસી ગયા બાદ ઊભા થાઓ ત્યારે ઘૂંટણમાં ખુબ દુખાવો થવો કે પછી ઊભા રહેતી વખતે બેસતી વખતે ઘૂંટણમાં દુખાવો ગ્રીસની કમીનો સંકેત હોઈ શકે છે.
સોજા
ઘૂંટણ પર સોજા કે ઘૂંટણ લાલ થઈ જવા એ ગ્રીસની કમીનો સંકેત હોઈ શકે છે. આ સંકેતોને નજરઅંદાજ ન કરવો. તરત ડોક્ટર પાસે જાઓ.
નટ્સ
ઘૂંટણનું ગ્રીસ વધારવા માટે નટ્સનું સેવન કરવું જોઈએ. નટ્સમાં હેલ્ધી ફેટ્સ મળી આવે છે જે ગ્રીસ વધારવામાં મદદગાર બની શકે છે. નટ્સમાં તમે અખરોટ, બદામ, વગેરેનું સેવન કરી શકો છો.
ઓમેગા 3 ફેટી એસિડ
ઓમેગા 3 ફેટી એસિડ અળસીના બીજ, માછલી, વગેરેને ડાયેટમાં સામેલ કરો. ઓમેગા 3 ફેટી એસિડ ઘૂંટણમાં ગ્રીસ વધારવામાં મદદ કરી શકે છે.
વિટામીન ડી
ઘૂંટણમાં ગ્રીસ વધારવા માટે વિટામીન ડીને ડાયેટમાં સામેલ કરો. વિટામીન ડી માટે દૂધ, માછલી, ઈંડાનું સેવન કરી શકો છો.
નારિયેળ પાણી
ઘૂંટણમાં ગ્રીસ વધારવા માટે નારિયેળ પાણીનું સેવન કરવું મદદગાર સાબિત થઈ શકે છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે