Home> Business
Advertisement
Prev
Next

LIC Plan: બચત પણ, વીમો પણ! આ સ્કીમથી બનાવો 20 લાખનું ફંડ, દર મહિને કરવું પડશે નાનું રોકાણ

LIC ની આ યોજના એક પરંપરાગત એન્ડોમેન્ટ પોલિસી છે, જેમાં નિર્ધારિત સમયગાળા માટે પ્રીમિયમ જમા કરાવવા પર પરિપક્વતા સમયે એકસામટી રકમ આપવામાં આવે છે.
 

LIC Plan: બચત પણ, વીમો પણ! આ સ્કીમથી બનાવો 20 લાખનું ફંડ, દર મહિને કરવું પડશે નાનું રોકાણ

LIC Plan: જો તમે જોખમ વગરના સુરક્ષિત રોકાણના વિકલ્પો શોધી રહ્યાં છો તો ભારતીય જીવન વીમા નિગમ (LIC) ની જીવન આનંદ પોલિસી એક શાનદાર વિકલ્પ બની શકે છે. આ યોજના બચત અને વીમાનું સંયોજન પ્રદાન કરે છે, જેનાથી લાંબાગાળે મોટું ફંડ બની શકે છે. આ પોલિસી વિશેષ રૂપથી તે લોકો માટે ફાયદાકારક છે, જે ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા ઈચ્છે છે, સાથે બાળકોના અભ્યાસ, લગ્ન કે ઈમરજન્સી જરૂરિયાત માટે પૈસાની યોજના બનાવી રહ્યાં છે.

fallbacks

શું છે જીવન આનંદ પોલિસી?
એલઆઈસીની આ યોજના એક પરંપરાગત એન્ડોમેન્ટ પોલિસી છે, જેમાં નક્કી સમય સુધી પ્રીમિયમ જમા કરવા પર મેચ્યોરિટી પર એક સાથે રકમ આપવામાં આવે છે. આ યોજનામાં ઓછામાં ઓછા 1 લાખનો સમ એશ્યોર્ડ (વીમા રકમ) નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે મહત્તમ કોઈ મર્યાદા નથી. એટલે કે ઈન્વેસ્ટર પોતાની જરૂરિયાત અને આર્થિક ક્ષમતા અનુસાર તેમાં મોટી રકમ સુધી રોકાણ કરી શકે છે.

આ પણ વાંચોઃ આજે જ મગજમાં ઉતારી લો Warren Buffett ની આ 5 અમર ફોર્મ્યુલા, પૈસા તમારી પાછળ આવશે

આ રીતે બની શકે છે 20 લાખનું ફંડ
જો કોઈ વ્યક્તિ 21 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાઈ છે અને 30 વર્ષ સુધી નિયમિત રીતે રોકાણ કરે છે તો તે 20 લાખ સુધીનું ફંડ તૈયાર કરી શકે છે. ઉદાહરણ માટે પ્રથમ વર્ષમાં તેણે લગભગ 5922 રૂપિયાનું પ્રીમિયમ આપવું પડશે, જે બીજા વર્ષે ઘટીને 5795 માસિક (193 રૂપિયા પ્રતિદિન) હોઈ શકે છે. આ પ્રકારે નાના રોકાણથી ભવિષ્ય માટે મોટું ફંડ તૈયાર કરી શકાય છે.

મૃત્યુ લાભ અને મેચ્યોરિટી
આ એક ટર્મ મેચ્યોરિટી પ્લાન છે, જેમાં જેટલા વર્ષોના સમય માટે યોજના લેવામાં આવે છે, એટલા વર્ષ સુધી પ્રીમિયમ જમા કરવાનું હોય છે. જો આ દરમિયાન પોલિસીધારકનું મોત થાય તો નોમિની વ્યક્તિને વીમા રકમના રૂપમાં બેસિક સમ એશ્યોર્ડના 125 ટકા કે ત્યાં સુધી ભરેલા પ્રીમિયમના 105 ટકા- જે વધુ હોય તે આપવામાં આવે છે. આ પોલિસી ન માત્ર સુરક્ષા આપે છે, પરંતુ આર્થિક સ્થિરતાની પણ ખાતરી કરે છે.

આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની આ સુપરહિટ સ્કીમમાં 5 વર્ષમાં મેળવો ₹7 લાખ, જાણો વિગત

બોનસ અને લોનની સુવિધા
આ યોજના હેઠળ એલઆઈસી સમય-સમય પર બોનસ પણ પ્રદાન કરે છે, જે પોલિસીની મેચ્યોરિટી રકમને વધુ બનાવે છે. જો કોઈ ઈન્વેસ્ટર 30 વર્ષ સુધી 6000 રૂપિયાનું માસિક રોકાણ કરે છે તો તેને બોનસ સહિત 30 લાખ સુધીની રકમ પ્રાપ્ત થઈ શકે છે. આ સિવાય જરૂર પડવા પર પોલિસી પર લોનની સુવિધા મળે છે.

કોણ કરી શકે છે રોકાણ?
જીવન આનંદ પોલિસીમાં 18થી 50 વર્ષની ઉંમરના વ્યક્તિ રોકાણ કરી શકે છે. તેનો સમયગાળો 15થી 35 વર્ષ સુધી હોઈ શકે છે, જેમાં ઈન્વેસ્ટર પોતાની સુવિધા અને લક્ષ્ય અનુસાર પસંદ કરી શકે છે. પ્રીમિયમની ચુકવણી માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક- રીતે કરી શકાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More