Home> Business
Advertisement
Prev
Next

Gas Cylinder Price: સૌથી મોટા ખુશખબર! ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, આજથી નવો ભાવ વધારો અમલી!

LPG Cylinder Price Today: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પહેલી વાર ઘટાડો કરવામાં આવ્યો નથી. અગાઉ, એપ્રિલ અને મે મહિનાની શરૂઆતમાં પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 મેના રોજ તેલ કંપનીઓએ પણ કોમર્શિયલ એલપીજીના ભાવમાં ઘટાડો કર્યો હતો.

Gas Cylinder Price: સૌથી મોટા ખુશખબર! ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, આજથી નવો ભાવ વધારો અમલી!

LPG Price:સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરીને લોકોને રાહત આપી છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે 1 જૂનથી અમલમાં આવશે. હવે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ 1 જૂનથી 1723.50 રૂપિયા થશે.

fallbacks

દિવસમાં છવાશે અંધારું, વાવાઝોડા જેવો પવન! આ 15 જિલ્લામાં ચોમાસા પહેલા વરસાદનું એલર્ટ

ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો નથી
વાણિજ્યિક ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડા પછી લોકોને એક આશા છે. ખરેખર લોકોને લાગે છે કે હવે ટૂંક સમયમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થશે, પરંતુ હાલમાં એવું કંઈ થતું દેખાતું નથી. હાલનું ઘરેલુ એલપીજી સિલિન્ડર 14.2 કિલોગ્રામના 853 રૂપિયા પર યથાવત છે. ઘરેલુ એલપીજીના ભાવમાં છેલ્લે પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

મેવાણીની પોસ્ટથી ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ, કહ્યું; મારું નહિ તો રાહુલજીનું તો માનો'

આ આધારે નક્કી કરવામાં આવે છે કિંમત 
તમને જણાવી દઈએ કે જાહેર ક્ષેત્રની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય ઇંધણના સરેરાશ ભાવ અને વિદેશી વિનિમય દરના આધારે ATF અને LPG ગેસના ભાવમાં સંશોધન કરે છે.

હવે કોલ લેટર હાથમાં ના આવે ત્યાં સુધી સરકારી નોકરી પાક્કી ના સમજતા! શિક્ષકોની ભરતી..

એપ્રિલ-મે મહિનામાં પણ થયો હતો ઘટાડો 
આ પહેલી વાર નથી જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હોય. અગાઉ એપ્રિલ અને મેની શરૂઆતમાં પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 મેના રોજ તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજીના ભાવમાં પણ ઘટાડો કર્યો હતો. 

ગુજરાત પોલીસમાં ફરી પ્રમોશન: એક સાથે 17 DYSPને પોલીસ અધિક્ષક તરીકે પ્રમોશન, જુઓ યાદી

કંપનીઓએ 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં 14.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા પછી, એલપીજીનો ભાવ 1,747.50 રૂપિયા થઈ ગયો હતો. અગાઉ, 1 એપ્રિલથી, તેમાં પ્રતિ સિલિન્ડર 41 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More