નવી દિલ્હીઃ એફડીમાં વ્યાજદર ઘટ્યા બાદ લોકો ફરી શેર બજારમાં રોકાણ તરફ વળ્યા છે. શેર બજારમાં રોકાણ જોખમભર્યું હોય છે, છતાં ત્યાં વધુ રિટર્નને કારણે જોખમ લઈ રહ્યાં છે. શેર બજારમાં એવા ઘણા મલ્ટીબેગર સ્ટોક છે જે ઈન્વેસ્ટરોને જબરદસ્ત રિટર્ન આપી રહ્યાં છે. આવા એક સ્ટોકે માત્ર 5 વર્ષમાં ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવી દીધા છે. આ શેરનું નામ ઈસ્ટ ઈન્ડિયા ડ્રમ્સ એન્ડ બેરલ્સ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ (East India Drums and Barrels Manufacturing Ltd) છે.
આ શેર છેલ્લા કેટલાક સમયથી ઝડપથી વધી રહ્યો છે. સાથે તે સતત અપર સર્કિટને ટચ કરી રહ્યો છે. સોમવારે પણ તેમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. આ સર્કિટની સાથે આ શેર 71.62 રૂપિયા પર બંધ થયો હતો. એક સમયે આ શેરની કિંમત માત્ર 20 પૈસા હતી. મંગળવારે તેમાં કારોબાર ન થયો અને તે 71.62 રૂપિયા પર જ રહ્યો હતો. આ સમયે શેર પોતાના 52 વીક હાઈ પર છે.
બે મહિનામાં ડબલ રિટર્ન
આ શેરે લગભગ બે મહિનામાં રોકાણકારોને બમણું વળતર આપ્યું છે. 15 એપ્રિલે તેની કિંમત લગભગ 36 રૂપિયા હતી. હવે તે 72 રૂપિયાથી થોડી ઓછી છે. આ રીતે, તેણે લગભગ બે મહિનામાં રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. જો તમે બે મહિના પહેલા તેમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેની કિંમત લગભગ બે લાખ રૂપિયા હોત.
આ પણ વાંચોઃ આ ક્ષેત્રમાં કામ કરતા લોકોને સરકાર દર મહિને આપશે 3000 રૂપિયા, આજે જ કરો અરજી, જાણો
એક વર્ષમાં કેટલો આપ્યો ફાયદો
તેણે એક વર્ષમાં ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આ રિટર્ન કોઈ 200 કે 400 ટકા નહીં, પરંતુ 2000 ટકા રહ્યું. એક વર્ષ પહેલા તેની કિંમત 3.40 રૂપિયા હતી. જો તમે એક વર્ષ પહેલા તેમાં 1 લાખ રૂપિયા રોકાણ કર્યા હોત તો આજે તે રકમ વધીને 20 લાખથી વધુ હોત.
આ રીતે બનાવ્યા કરોડપતિ
આ સ્ટોકે લાંબાગાળામાં ઈન્વેસ્ટરોને જબરદસ્ત ફાયદો આપ્યો છે. વાત જો 5 વર્ષની કરીએ તો આટલા સમયમાં તેનું રિટર્ન 35000 ટકાથી વધુનું રહ્યું છે. 5 વર્ષ પહેલા તેની કિંમત માત્ર 20 પૈસા હતી.
જો તમે 5 વર્, પહેલા તેના એક લાખ શેર ખરીદ્યા હોત તો તેની વેલ્યુ આજે 3.50 કરોડ રૂપિયાથી વધુ હોત. એટલે કે તમે એક લાખ રૂપિયાનું રોકાણ કરી કરોડપતિ બની ગયા હોત.
આ પણ વાંચોઃ ટેક્સમાં છૂટ, ગેરેન્ટેડ રિટર્ન, 7.7% વ્યાજ, રોકાણ માટે સૌથી બેસ્ટ છે આ સ્કીમ
શું કરે છે કંપની?
આ કંપની ઘણા પ્રકારના મોટા ડ્રમ બનાવે છે. આવા ડ્રમ જેનો ઉપયોગ ઓયલ કે બીજી ઈન્ડસ્ટ્રીમાં થાય છે. કંપનીનો દાવો છે કે તે દર વર્ષે 23 લાખથી વધુ ડ્રમ બનાવે છે. બીએસઈની ઓફિશિયલ વેબસાઇટ પ્રમાણે આ કંપનીનું માર્કેટ કેપ 105.81 કરોડ રૂપિયા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે