Elon Musk On Air India Plane Crash: 242 લોકોને લંડન લઈ જતું એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર એરક્રાફ્ટ 12 જૂન, 2024ના રોજ અમદાવાદથી ટેકઓફ થયાના થોડા સમય બાદ ક્રેશ થયું હતું. તેમાં સવાર એક વ્યક્તિ સિવાય બધાના મોત થયા હતા. આ ઘટના પછી, એર ઈન્ડિયાના વિમાનો વિશે ઘણા પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. આ દરમિયાન, ટેસ્લાના માલિક એલોન મસ્કનું એક જૂનું ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેઓ બોઈંગની ટીકા કરી રહ્યા છે.
એલન મસ્કે ટીકા કરી
એલન મસ્કનું ટ્વીટ સામે આવ્યું છે, જેમાં તેમણે બોઇંગના મેનેજમેન્ટ સ્ટ્રક્ચરની ટીકા કરી છે.
મસ્કે પોતાની પોસ્ટમાં કહ્યું કે 'જોકે બોઇંગને અવકાશયાત્રી કેપ્સ્યુલ વિકસાવવા માટે $4.2 બિલિયન મળ્યા હતા અને સ્પેસએક્સને ફક્ત $2.6 બિલિયન મળ્યા હતા, સ્પેસએકસે 4 વર્ષ પહેલાં કામ પૂર્ણ કર્યું હતું. નોંધ કરો કે, ડ્રેગન 2 ની ક્રૂ કેપ્સ્યુલ ડિઝાઇન ડ્રેગન 1 સાથે લગભગ કોઈ સમાનતા ધરાવતી નથી. બોઇંગમાં ઘણા બધા બિન-તકનીકી મેનેજરો છે.'
મેનેજમેન્ટ સ્ટ્રક્ચર પર આંગળી ચીંધી
પોતાની પોસ્ટમાં, મસ્કે બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં $4.2 બિલિયનના રોકાણનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે તેની સરખામણી ડ્રેગન 2 માટે સ્પેસએક્સના $2.6 બિલિયનના રોકાણ સાથે કરી, જે લગભગ સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું હોવા છતાં 4 વર્ષમાં પૂર્ણ થયું. મસ્કની પોસ્ટમાં બોઇંગના મેનેજમેન્ટ સ્ટ્રક્ચરમાં બિનકાર્યક્ષમતા તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. 2023 ના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ ખર્ચમાં વધારા પર નાસાના ઓડિટ દરમિયાન પણ આ વાત નોંધાઈ હતી.
કરવામાં આવી રહી છે અકસ્માતની તપાસ
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ અકસ્માત પછી, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ GenX એન્જિનથી સજ્જ એર ઇન્ડિયાના તમામ બોઇંગ ડ્રીમલાઇનર 787/9 કાફલાને સંબંધિત પ્રાદેશિક DGCA ઓફિસ સાથે સંકલનમાં તેની જાળવણી અને સલામતી તાત્કાલિક તપાસવાનો આદેશ આપ્યો હતો. તે જ સમયે, ઘટનાના કારણોની હજુ પણ તપાસ ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે