How Summer Affecting India: હાલમાં જ સામે આવેલા એક એક નવા સ્ટડી મુજબ ભારતની લગભગ 76 ટકા વસ્તી હાલ ભારે ગરમી સામે ઝઝૂમી રહી છે. વિશ્લેષણથી ખબર પડે છે કે મહારાષ્ટ્ર, ગોવા, દિલ્હી, કેરળ, ગુજરાત, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં રહેતા લોકો પર તેનું વધુ જોખમ છે.
હીટ રિસ્કનું આકલન
'TOI'ના એક રિપોર્ટ મુજબ 'હાઉ એક્સ્ટ્રીમ હીટ ઈઝ ઈમ્પેક્ટિંગ ઈન્ડિયા: એસેસિંગ ડિસ્ટ્રિક્ટ લેવલ હીટ રિસ્ક' નામનો આ સ્ટડી 20 મે 2025ના રોજ પબ્લિશ થયો હતો. આ રિસર્ચ ઉર્જા, પર્યાવરણ, અને જળ પરિષદ(cCEEW) ના રિસર્ચર્સ શ્રવણ પ્રભુ, કીર્તન અંતિમ સુરેશ, સૃષ્ટિ મંડળ, દિવ્યાંશુ શર્મા અને વિશ્વાસ ચિતલે તરફથી કરાયો હતો. રિસર્ચ માટે રિસર્ચર્સે એક હીટ રિસ્ક ઈન્ડેક્સ (HRI) વિક્સિત કર્યો. તેનાથી 734 ભારતીય જિલ્લાઓમાં હીટ રિસ્કનું આંકલન કરાયું.
રાતે પડી વધુ ગરમી
રિસર્ચામાં જાણવા મળ્યું કે વર્ષ 2012-2022 દરમિયાન બપોરની સરખામણીમાં રાતે ગરમી વધુ પડી. આ દરમિયાન 70 ટકાથી વધુ જિલ્લાઓમાં માર્ચ-જૂન સુધી દરેક ઉનાળામાં 5 કે તેનાથી વધુ ગરમ રાતો જોવા મળી. રિસર્ચમાં કહેવાયું કે આ રાતો અને દિવસોને એ સમયગાળા તરીકે વ્યાખ્યાયિત કરાય છે જ્યારે મહત્તમ અને ન્યૂનતમ તાપમાન ઘણું ઉપર જતું રહે છે. જે ભૂતકાળમાં 95 ટકા સમય માટે સામાન્ય હતું. આ ખુબ જ ચિંતાજનક છે કારણ કે રાતના સમયે તાપમાન વધુ હોવાથી બપોરની ભીષણ ગરમી બાદ શરીર ઠંડુ પડી શકતું નથી. આવામાં હીટ સ્ટ્રોક જેવા અનેક જોખમનો ભય રહે છે. આ સાથે જ તેનાથી ડાયાબિટીસ સહિત હાઈ બીપીની સમસ્યા વધી શકે છે.
હ્યુમિડિટીએ વધાર્યો તણાવ
રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે વર્ષ 2012-2022 વચ્ચે ઉત્તર ભારતમાં રિલેટિવ હ્યુમિડિટી ઘણી વધી છે. વર્ષ 1982-2011 સુધી તે 30-40 ટકા રહેતી હતી જે વર્ષ 2012-2022 વચ્ચે વધીને 40-50 ટકા થઈ ગઈ છે. રિલેટિવ હ્યુમિડિટી (ભેજ)થી શરીર પર ગરમીનો તણાવ વધે છે કારણ કે હાઈ રિલેટિવ હ્યુમિડિટીથી શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય ત્યારે તેને પરસેવાથી ઠંડું કરવું મુશ્કેલ બને છે જેનાથી સ્ટ્રોક સહિત ગરમી સંલગ્ન અનેક બીમારીઓનું જોખમ વધે છે.
શહેરીકરણે સમસ્યા વધારી
સ્ટડીમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે દિલ્હી, ગુરુગ્રામ, અને મુંબઈ જેવા ગાઢ વસ્તીવાળા વિસ્તારો અને શહેરીકરણમાં વધારો પણ ગરમીના જોખમને વધારે છે. આવું એટલા માટે કારણ કે અહીં મોટાભાગના લોકો કોંક્રીટના જંગલોમાં રહે છે. જે બપોરે ખુબ જ ગરમી શોષી લે છે પરંતુ રાત દરમિયાન તેને છોડે છે. સ્ટડી મુજબ સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ, હાઈ ટેમ્પરેચર, અને સામાજિક સહિત આર્થિક તંગીના કારણે હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોના જિલ્લાઓ ભીષણ ગરમી પ્રત્યે વધુ સંવેદનશીલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે