Stock Market News: શેર બજાર સંપૂર્ણ રીતે જોખમની રમત છે. તેમાં જ્યારે કોઈ પૈસા લગાવે તો આશા કમાણીની હોય છે, પરંતુ જોખમ પણ રહેલું છે. એક કહેવત છે કે નો રિસ્ક ન ગેન. ઠીક આ વાત શેર બજારમાં પણ લાગૂ થાય છે. આજે અમે વાત કરીશું ટાટા ગ્રુપના શેર ટ્રેન્ટની, જેણે ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે. ટાટા ગ્રુપની રિટેલ કંપની છે ટ્રેન્ટ, જે ઝૂડિયો અને વેસ્ટસાઇડ નામથી ગારમેન્ટ બ્રાન્ડ ચલાવે છે. આ ખૂબ જાણીતી ફેશન બ્રાન્ડ છે.
શેરમાં સંભાવના
ટ્રેન્ટના શેરનો ભાવ આજથી આશરે 26 વર્ષ પહેલા એટલે કે 1999મા માત્ર 10 રૂપિયા હતો. પરંતુ સમયની સાથે તેમાં વધારો થયો અને એક સમયે 8300 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. એટલે કે આટલા વર્ષોમાં આશરે 58000 ટકાથી વધુનું રિટર્ન ઈન્વેસ્ટરોને આપ્યું છે.
બજારના જાણકારોનું કહેવું છે કે આ સ્ટોકમાં હજુ આગળ ખૂબ સંભાવના છે, તેનું કારણ છે શેરનો ઈતિહાસ. ટ્રેન્ટની હિસ્ટ્રી મલ્ટીબેગર રિટર્નવાળી રહી છે. તેવામાં ઈન્વેસ્ટર લાંબા સમય માટે તેમાં રોકાણ કરવા ઈચ્છે છે તો સારા પરિણામ જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ ધડાધડ આ કંપનીના શેર વેચવા લાગ્યા ઈન્વેસ્ટરો, 778 રૂપિયાથી ₹51 પર આવી ગયો ભાવ
10 રૂપિયાના શેરથી બન્યા કરોડપતિ
આ કંપનીના શેરમાં વર્ષ 2025મા 18 ટકા જેટકો ઘટાડો થયો છે. પરંતુ 2024ના ઓક્ટોબરમાં શેર 8345 રૂપિયા પર પહોંચી ગયો હતો. 12 જૂન 2025ના શેર 5765 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. આ કંપનીનો માર્ચ ક્વાર્ટરમાં ચોખો નફ્ફો આશરે 350 કરોડ રૂપિયા રહ્યો છે. બ્રોકરેજ ફર્મ મેક્વયરીએ તેને શાનદાર રેટિંગ આપતા ટાર્ગેટ પ્રાઇસ 7 હજાર રૂપિયા નક્કી કરી છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે