Home> Business
Advertisement
Prev
Next

Petrol Diesel Price: ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર કડાકો જોવા મળ્યો, પેટ્રોલ ડીઝલ થઈ શકે છે સસ્તા

Crude Oil Price: સતત વધી રહેલી મોંઘવારીમાં લોકોને રાહત મળી શકે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. જેના લીધે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. 

Petrol Diesel Price: ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર કડાકો જોવા મળ્યો, પેટ્રોલ ડીઝલ થઈ શકે છે સસ્તા

Petrol Diesel Price today: ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે ભાવ ગગડીને 60 ડોલર પ્રતિ બેરલથી પણ નીચે જતા રહ્યા. ભાવમાં ઘટાડા બાદ એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે ઓઈલ કંપનીઓ હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. ઓઈલ કંપનીઓ તરફથી સવાર સવારે જાહેર કરાયેલા લેટેસ્ટ રેટમાં જો કે કોઈ પણ પ્રકારનો ભાવ ઘટાડો જોવા મળ્યો નથી. પરંતુ ક્રૂડના ભાવ સતત નીચે જવાથી એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે આવનારા સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં લોકોને રાહત મળી શકે છે. છેલ્લા લગભગ 3 વર્ષથી ઓઈલ કંપનીઓએ ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. 

fallbacks

ક્રૂડ ઓઈલના ભાવમાં કેમ જોવા મળી રહ્યો છે ઘટાડો?
હાલના આંકડા જોઈએ તો ક્રૂડ ઓઈલના ભાવમાં મે 2025માં ઘટાડો જોવા મળ્યો. WTI ક્રૂડ તૂટીને 56.32 ડોલર પ્રતિ બેરલ પર અને બ્રેન્ડ ક્રૂ઼ડ 59.38 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું. વર્ષ 2025ની શરૂઆતમાં બ્રેન્ટ ક્રૂડમાં લગભગ 21 ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે. ભાવમાં આ ઘટાડો ગ્લોબલ માંગણીમાં ઘટાડો, અમેરિકા અને ચીન જેવા મુખ્ય ગ્રાહક દેશોમાં આર્થિક સુસ્તીના કારણે જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ઓપેક (OPEC) દેશોના જૂન 2025થી ઉત્પાદન વધારવાના નિર્ણયથી સપ્લાય વધવાની પણ અપેક્ષા થઈ રહી છે. જેની અસર ક્રૂડના ભાવ પર જોવા મળી રહી છે. જિયો-પોલિટિકલ ટેન્શનથી પણ ભાવમાં અસ્થિરતા આવી રહી છે. 

ક્યાં કેટલા પેટ્રોલ-ડીઝલના રેટ
ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના  ભાવમાં ખુબ ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. પરંતુ દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ એક જ સ્તર પર બનેલા છે. સોમવારે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. હાલ કેટલાક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટર ઉપર છે. ડીઝલના ભાવ 90 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ ચાલી રહ્યો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 94.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 103.44 રૂપિયા અને ડીઝલ 89.97 રૂપિયા પ્રતિ લીટર છે. 

પેટ્રોલના ભાવ ઘણા સમયથી સ્થિર
કોલકાતામાં પેટ્રોલ 103.94 રૂપિયા અને ડીઝલ 90.76 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલ 100.85 રૂપિયા અને ડીઝલ 92.44 રૂપિયા પ્રતિ લીટર છે. બેંગ્લુરુમાં પેટ્રોલ 102.86 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા સમયથી સ્થિર છે. હાલમાં એક્સાઈઝ ડ્યૂટી વધારવાના કારણે એવું કહેવાતું હતું કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. પરંતુ આમ બન્યું નહીં. 

ગરમીમાં વધી પેટ્રોલ ડીઝલની માંગણી
ગરમી વધવાની સાથે સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલની માંગણીમાં વધારો જોવા મળી રહ્યો છે. એપ્રિલમાં તેની માંગણીમાં ચાર ટકાનો વધારો નોંધાયો છે. અનેક મહિનામાં વેચાણમાં કમી નોંધાયા બાદ એપ્રિલમાં ડીઝલના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. આંકડા મુજબ એપ્રિલ 2025માં ડીઝલનું વેચાણ વધીને 82.3 લાખ ટન થયું છે. જે ગત વર્ષના આ સમયગાળાથી લગભગ 4 ટકા વધ છે. એપ્રિલ 2023ની સરખામણીમાં તેમાં 5.3 ટકા અને 2019ની સરખામણીએ 10.45 ટકાનો વધારો નોંધાયો છે. એપ્રિલ 2025માં પેટ્રોલની માંગણી 4.6 ટકા વધીને 34.35 લાખ ટન થઈ ગઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More