Home> Business
Advertisement
Prev
Next

Post Office ની RD સ્કીમમાં દર મહિને 2200 રૂપિયા જમા કરો, 5 વર્ષમાં મોટું ફંડ થશે તૈયાર

RD એટલે કે રિકરિંગ ડિપોઝિટમાં દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને RD યોજના પર 6.7 ટકા વાર્ષિક વ્યાજ આપી રહી છે.
 

Post Office ની RD સ્કીમમાં દર મહિને 2200 રૂપિયા જમા કરો, 5 વર્ષમાં મોટું ફંડ થશે તૈયાર

Post Office Savings Schemes: ભારતમાં પોસ્ટ વિભાગ ડાક સેવાઓની સાથે-સાથે વીમા અને બેન્કિંગ સેવાઓ પણ આપે છે. પોસ્ટ વિભાગની બેન્કિંગ સેવાઓમાં સામાન્ય બચતની સાથે-સાથે ઘણા પ્રકારની બચત યોજનાઓ હેઠળ ખાતા ખોલવામાં આવે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની આરડી સ્કિમ વિશે જણાવીશું. આ સાથે આપણે તે પણ જાણીશું કે પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં જો દર મહિને 2200 રૂપિયા જમા કરવામાં આવે તો 60 મહિનામાં કેટલું ફંડ તૈયાર થશે.

fallbacks

પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ પર મળી રહ્યું છે 6.7 ટકા વ્યાજ
આરડી એટલે કે રિકરિંગ ડિપોઝિટમાં દર મહિને એક ફિક્સ રકમ જમા કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસ પોતાના ગ્રાહકોને આરડી સ્કીમ પર 6.7 ટકાના દરે વાર્ષિક વ્યાજ ઓફર કરી રહી છે. આ સ્કીમમાં તમે મહિને ઓછામાં ઓછા 100 રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો, જ્યારે મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી. તમે ઈચ્છો એટલા રૂપિયા જમા કરાવી શકો છો. પોસ્ટ ઓફિસની આરડી સ્કીમનું ખાતું 10 વર્ષથી મોટી ઉંમરની કોઈપણ વ્યક્તિ ખોલી શકે છે. તેમાં સિંગલ એકાઉન્ટની સાથે-સાથે સંયુક્ત એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.

આ પણ વાંચોઃ ₹500 ના ફોનથી ચમકી ગયું હતું ભાગ્ય, પણ ભાઈએ જ બગાડ્યો અનિલ અંબાણીનો ખેલ, જાણો

60 મહિનામાં મેચ્યોર થાય છે આરડી એકાઉન્ટ
પોસ્ટ ઓફિસનું આરડી ખાતું 60 મહિના એટલે કે 5 વર્ષમાં મેચ્યોર થાય છે. પરંતુ ખાતું ખોલાવવાની તારીખથી 3 વર્ષ બાદ તેને બંધ કરાવી શકાય છે. પોસ્ટ ઓફિસ આરડીમાં જો તમે દર મહિને 2200 રૂપિયા જમા કરો છો તો તમને 60 મહિના બાદ એટલે કે મેચ્યોરિટી પર કુલ 1,57,004 રૂપિયા મળશે. આ રકમમાં તમારા દ્વારા જમા કરવામાં આવેલા 132000 રૂપિયા સિવાય 25004 રૂપિયાનું વ્યાજ પણ સામેલ છે. મહત્વનું છે કે પોસ્ટ ઓફિસ કેન્દ્ર સરકાર હેઠળ આવે છે. એટલે તમે જમા કરેલા પૈસા હંમેશા સુરક્ષિત રહે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More