નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહાર ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલે ગુરૂવાર (7 ઓગસ્ટ) એ પત્રકાર પરિષદ દરમિયાન ચૂંટણીને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમણે ભાજપ પર મતની ચોરીનો આરોપ પણ લગાવ્યો છે. રાહુલે કહ્યું કે પહેલા ઈલેક્ટ્રોનિક મશીનો નહોતા, તેમ છતાં એક દિવસમાં દેશભરમાં ચૂંટણી થઈ જતી હતી, પરંતુ હવે તેવું નથી.
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કહ્યું 'પહેલા ઈલેકટ્રોનિંક વોટિંગ મશીન હોતા, છતાં દેશમાં એક દિવસમાં મતદાન થતું હતું. હવે મહિનાઓ સુધી મતદાન ચાલે છે. કેમ અલગ-અલગ દિવસે વોટિંગ કરવામાં આવે છે.' રાહુલે કહ્યુ- લોકતંત્રમાં દરેક પાર્ટીએ સત્તા વિરોધનો સામનો કરવો પડે છે, પરંતુ કેમ ભાજપ પર તેનો પ્રભાવ નથી પડતો અને કે એકમાત્ર આવી પાર્ટી છે.
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ
તેમણે ચૂંટણી પંચ પર પણ સવાલ ઉઠાવ્યા છે. રાહુલે કહ્યું- એક્ઝિટ પોલ, ઓપિનિયન પોલ કંઈક અલગ દેખાડે છે, જેમ હરિયાણા અને મધ્યપ્રદેશ ચૂંટણીમાં જોવા મળ્યું પછી અચાનક પરિણામ અલગ આવે છે. તેમાં ખૂબ મોટું અંતર જોવા મળે છે. અમારો સર્વે પણ મજબૂત રહે છે, પરંતુ તેનું પરિણામ પણ અલગ દેખાડે છે. સર્વેમાં જે જોવા મળે છે પરિણામ તેનાથી વિપરીત આવે છે.
#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "...In Maharashtra, the addition of more voters in 5 months than in 5 years raised our suspicions and then a huge jump in voter turnout after 5 pm. In Vidhan Sabha, our alliance was wiped and in Lok Sabha, our… pic.twitter.com/wFAQTuyJcM
— ANI (@ANI) August 7, 2025
રાહુલે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગડબડીનો આરોપ લગાવ્યો
રાહુલે કહ્યુ- મહારાષ્ટ્રમાં 5 મહિનામાં ઘણા નવા મતદાતા જોડાયા, આ પાંચ વર્ષના મુકાબલે ખૂબ વધુ છે. આ કારણે અમને શંકા ગઈ. વિધાનસભા ચૂંટણીમાં અમારૂ ગઠબંધન હારી ગયું, પરંતુ લોકસભામાં અમે જીતી ગયા. અમને શંકા છે કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગોટાળા થયા છે. એક કરોડ નવા મતદાતા અચાનક ક્યાંથી આવી ગયા. અમે ચૂંટણી પંચ પાસે લિસ્ટ માંગ્યું, પરંતુ તેમણે મતદાતા યાદી આપી નહીં.
રાહુલ ગાંધીએ જણાવ્યું મતની ચોરી કઈ રીતે થાય છે.
મતની ચોરી આ 5 રીતે થાય છે.
- ડુપ્લીકેટ વોટર્સ
- ફેક અને ઇનવેલિડ એડ્રેસ
- એક જ સરનામા પર ધણા વોટર્સ
- ઇનવેલિડ ફોટો
- ફોર્મ 6નો દુરૂપયોગ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે