Home> Business
Advertisement
Prev
Next

Stock market crash today: 1 કલાકની અંદર ₹5,80,000 કરોડ બરબાદ, સેન્સેક્સ નિફ્ટીમાં મોટો ઘટાડો

 Share market news today: ભારતીય શેર બજારમાં શુક્રવારે હાહાકાર મચી ગયો છે. બજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું અને સેન્સેક્સ એક સમયે 1000 પોઈન્ટ ઘટી ગયો હતો. નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અનેક કંપનીઓના શેર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યાં છે. 

Stock market crash today:  1 કલાકની અંદર ₹5,80,000 કરોડ બરબાદ, સેન્સેક્સ નિફ્ટીમાં મોટો ઘટાડો

Stock Market: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસી અને જીડીપીના આંકડા સાથે જોડાયેલી ચિંતાઓ વચ્ચે આજે ભારતીય શેર બજારમાં હાહાકાર મચી ગયો છે. શુક્રવારે લાલ નિશાનમાં ખુલ્યા બાદ બજારમાં બિકવાલી હાવી થઈ ગઈ હતી. જ્યાં એક તરફ સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ ઘટી ગયો તો નિફ્ટી 50 પણ શરૂઆતી કારોબારમાં 223000  પોઈન્ટની નીચે પહોંચી ગયો હતો. આજે સવારે 9.39 વાગ્યાની આસપાસ, BSE સેન્સેક્સ 929 પોઈન્ટ (1.25 ટકા) ઘટીને 73,683 પર અને નિફ્ટી 273 પોઈન્ટ (1.21 ટકા) ઘટીને 22,271 પર છે. ફેબ્રુઆરીના છેલ્લા દિવસે, પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન આ ઘટાડાને કારણે, શેરબજારના રોકાણકારોને આશરે રૂ. 5.8 લાખ કરોડનું નુકસાન થયું હતું.

fallbacks

1 કલાકની અંદર ઈન્વેસ્ટરોના 5.8 લાખ  કરોડ રૂપિયા સ્વાહા
શુક્રવારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ શરૂઆતના વેપારમાં રૂ. 5.8 લાખ કરોડ ઘટીને રૂ. 387.3 લાખ કરોડ થયું હતું. આજે નિફ્ટી આઈટી ઈન્ડેક્સના શેરમાં 4% સુધીનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ટેક મહિન્દ્રા સૌથી વધુ ઘટતા શેરો હતા. દરમિયાન, નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 2% થી વધુની ખોટ સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી બેન્ક, મેટલ, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ પણ 1 થી 2% ની વચ્ચે ઘટ્યા હતા.

આ પણ વાંચોઃ  ₹21 પર આવી ગયો ₹350 રૂપિયાવાળો શેર, હવે નાદારી પ્રક્રિયા પર આવ્યું નવું અપડેટ

મજબૂત થઈ રહેલા ડોલરે વધારી ચિંતા
ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસી વચ્ચે ટ્રેડ વોરની વધતી ચિંતાઓને કારણે અમેરિકી ડોલર દુનિયાની મુખ્ય કરન્સીના મુકાબલે ઘણા સપ્તાહના હાઈ સ્તરે પહોંચી ગયો છે. 6 મુખ્ય કરન્સીના મુકાબલે ડોલરનું મૂલ્યાંકન કરનાર અમેરિકી ડોલર ઈન્ડેક્સ શુક્રવારે વધી 107.35 પર પહોંચી ગયો હતો. મહત્વનું છે કે ભાજપ જેવા ઉભરતા બજારો માટે ડોલરનું મજબૂત બનવું સારૂ નથી, કારણ કે ડોલરના મજબૂત થવાથી વિદેશી રોકાણ ખુબ મોંઘુ થઈ જાય છે અને ઈક્વિટીથી મૂડીનો જબરદસ્ત આઉટફ્લો થવા લાગે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More