Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત સ્માર્ટ સિટીમાં જીવાત વાળું ગંદુ પીવાના પાણીની બૂમો ઊઠી છે. પાંડેસરા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી જીવાત વાળું ગંદુ પીવાનું પાણી આવ્યું રહ્યું છે. ગંદુ પાણી આવતા એકજ ગલીમાં 4 થી વધુ લોકો ડેન્ગ્યુ, મલેરિયાની બીમારીમાં સપડાયા છે. સુરત મનપાને રજૂઆત કરી તેમ છતાં હજુ સુધી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો નહીં. જીવાતવાળું ગંદુ પાણી આવવાથી આવિર્ભાવ સોસાયટી, નાગસેન નગરમાં લોકો બીમાર પડી રહ્યાં છે.
સ્માર્ટ સિટી સુરત અવનવી યોજનાઓ પાછળ મહાનગરપાલિકાનાં કરોડો રૂપિયાના વેડફાટ બાદ પણ ઠેરઠેર દૂષિત પાણી મળવાની બૂમો ઊઠી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં એક કે બે દિવસ નહિ, પરંતુ છેલ્લા બે મહિનાથી દુર્ગંધવાળું ગંદુ અને જીવાત પાણીમાં જોવા મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી. પરંતુ પાણીને લાઈન, ડ્રેનેજની લાઈન નાખવી દીધા બાદ પણ હાલ અનેક વિસ્તારોમાં ગંદુ પાણી આવવાની સમસ્યાઓ સામે આવી રહી છે. પાંડેસરાના નાગસેન નગર, આવિર્ભાવ સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી ગંદુ પાણી આવી રહ્યું છે.
ગુજરાતમાં ગામેગામ તથ્યો ફરે છે! રાજકોટમાં બે નબીરાનું હિટ એન્ડ રન, વૃદ્ધનો જીવ લીધો
નાગસેન નગરમાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી તેમના વિસ્તારમાં ગંદુ દુર્ગંધવાળું પાણી આવવાની સાથે જીવાત નીકળી રહ્યા છે. ગંદુ પાણી આવવાથી લોકો બીમાર પડી રહ્યા છે. ત્યારે એક જ ઘરમાં બે લોકો ડેન્ગ્યુ મલેરિયાની બીમારીમાં સપડાયા છે. વહેલી સવારે પાણી ભરવાની સાથે જ નળમાંથી ગંદુ પાણી આવવાની શરૂઆત થઈ જાય છે. ત્યારે પાણીમાં જોતા જ જીવાત જોવા મળતા હોય છે. ગંદા પાણીના લીધે બહારથી પાણીની બોટલ ખરીદી કરવામાં મજબૂર બન્યા છે. અનેક લોકો ફિલ્ટર પાણીના બોટલો મંગાવીને પાણી પી રહ્યા છે. આ અંગે સુરત મહાનગરપાલિકામાં રજૂઆતો પણ કરી છે. પરંતુ હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી.
એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે સવારે પાણી ભરતી હતી એ દરમિયાન ગંદુ પાણી આવી રહ્યું હતું.એટલું જ નહીં પાણીમાંથી દુર્ગંધ પણ આવે છે. ત્યારે પાણીમાં જોતા જ ત્યાં જીવાત પણ જોવા મળ્યા હતા. ઘરમાં પાણી ખૂબ જ જરૂરી છે. અને છેલ્લા બે મહિનાથી આ રીતના ગંદુ પાણી આવી રહ્યું છે. આ અંગે અમે મહાનગરપાલિકાને પણ રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી યોગ્ય કોઈ કાર્ય કરવામાં આવી નથી અને છેલ્લા કેટલાક દિવસથી આ રીતના પાણી આવતા હોવાથી અમારા ઘરોમાં લોકો બીમાર પડી રહ્યા છે. ત્યારે અમે 20 રૂપિયાનો પાણીનો બાટલો બહારથી ખરીદી કરીને પીવા મજબુર બન્યા છે.
ઈતિહાસ રચશે પાટીદારો! પહેલીવાર સાત સમુદ્ર પાર યોજાશે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ
પાણીના બાટલાનો વ્યાપાર કરતાં યુવકે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદુ પાણી આવી રહ્યું છે. આ વિસ્તારમાં હું પાણીનો બાટલો નાંખવા આવું છું. પહેલા સારું પાણી આવતું હતું. ત્યારે મારે વધુ પાણીના બાટલા આપવાની જરૂર પડતી ન હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આવી રહેલા ગંદા પાણીના લીધે પાણીના બાટલાની સંખ્યામાં વધારો થયો છે. ફિલ્ટર પાણીના બાટલા લેતા વધુ મારા ગ્રાહક બન્યા છે.
સુરત શહેરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા વૃદ્ધને ઢોર માર માર્યો, મારામારીના CCTV વાયરલ#surat #viralvideo #viral #CCTV #gujarat #videoviral pic.twitter.com/rFqCyumZZ2
— Zee 24 Kalak (@Zee24Kalak) March 17, 2025
આ અંગે સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકના સ્થાનિક 28 ના કોર્પોરેટર શરદ પાટીલે જણાવ્યું હતું કે, નાગસેન નગર, આવિર્ભાવ સોસાયટીમાં ગંદા પાણી આવવાની ફરિયાદો મળી છે. ફરિયાદ મળવાની સાથે પાણી વિભાગમાં જાણ કરી દીધી છે. અને આવતીકાલે કેમેરા નાખીને ગંધુ પાણી ક્યાંથી આવી રહ્યું છે. તેની તપાસ કરવામાં આવશે અને લોકોને વહેલી તકે સારો પાણી મળી જશે. એટલું જ નહીં કોર્પોરેટરના પોતાના ઘરે જ ગંદુ પાણી આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું તેમના જ ઘરે ગંદુ પાણી આવતા તેમને પણ આ બાબતે ઝોનમાં ફરિયાદ કરી છે
મહત્વની વાત એ છે કે સુરત સ્માર્ટ સિટી છે. સ્માર્ટ સિટી પાછળ સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો વેડફાટ બાદ પણ ઠેરઠેર દૂષિત પાણી મળવાની બૂમો ઊઠી છે.સમયસર વેરાની વસૂલાત કરતા તંત્ર પૂરતી સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે.હાલ લોકો સ્વચ્છ પાણીની માંગ તંત્ર જોડે માંગ કરી રહ્યા છે.
iPhone અને Android યુઝર્સ માટે ચેતવણી, તાત્કાલિક ડિલીટ કરો આ મેસેજ, નહિ તો થશો શિકાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે