Home> Entertainment
Advertisement
Prev
Next

જો તમે તારક મહેતાના જબરા ફેન છો, તો આ શોની આ અભિનેત્રીને ઓળખી બતાવો

ટીવીની દુનિયામાં સૌથી લાંબા સમયથી ચાલતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ પોતાની કહાનીથી દર્શકોના દિલ જીતી લીધા છે. પરંતુ કહાની સાથે તેના દરેક પાત્રએ ચાહકો પર જબરદસ્ત છાપ છોડી છે

જો તમે તારક મહેતાના જબરા ફેન છો, તો આ શોની આ અભિનેત્રીને ઓળખી બતાવો

Taarak Mehta Ka Ooltah Chashmah: કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જે બધાને ખૂબ જ ગમે છે. આ શોના દરેક સ્ટારે ઘરે-ઘરે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. હાલ જે લોકો આ શોમાં છે તેમને તો બધા જ ઓળખે છે પરંતુ જે લોકો આ શો છોડી ચૂક્યા છે તેમને પણ લોકો ખૂબ જ પસંદ કરે છે. છેલ્લા 14 વર્ષથી આ શોએ લોકોના મનમાં પોતાની અલગ છાપ છોડી છે. જો તમે પણ આ શોના જબરા ફેન છો, તો આજે અમે તમને આ શોની એક અભિનેત્રીનો ફોટો બતાવીશું, જેને જોઈને તમે ઓળખી નહીં શકો.

fallbacks

તારક મહેતાના કેરેક્ટર્સે છોડી જબરદસ્ત છાપ
ટીવીની દુનિયામાં સૌથી લાંબા સમયથી ચાલતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ પોતાની કહાનીથી દર્શકોના દિલ જીતી લીધા છે. પરંતુ કહાની સાથે તેના દરેક પાત્રએ ચાહકો પર જબરદસ્ત છાપ છોડી છે. હાલત એવી થઈ ગઈ છે કે લોકો હવે TMKOC ના કલાકારોનું સાચું નામ પણ ભૂલી ગયા છે. લોકો તેમને શોના નામથી જ ઓળખે છે.

આ પણ વાંચો:- 10 હજારમાં ઘરે લઈ આવો આ ધાંસૂ બાઈક, લૂક જોઈને લોકો કહેશે Harley Davidson

તસવીરમાં દેખાતી એક્ટ્રેસને ઓળકો
અમે તમને ઉપર જે તસવીર બતાવી છે તેમાં એક મહિલાએ સૂટ પહેર્યો છે. આ તસવીર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક મહત્વની એક્ટ્રેસની છે અને તે એક્ટ્રેસ શોના શરૂઆતના દિવસોથી આજ સુધી જોડાયેલી છે. જો તમે આ સિરિયલના જબરા ફેન છો તો તમે તેમને ચોક્કસ જાણતા જ હશો.

આ પણ વાંચો:- 'અનુપમા'માં નહીં જોવા મળે હવે કિંજલ? નિધિ શાહે તસવીર શેર કરી આપ્યા મોટા સંકેત

કેવો છે લૂક
તમને જણાવી દઈએ કે, આ તસવીર કોમલ ભાભીની છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની અભિનેત્રી અંબિકા રંજનકર એટલે કે 'કોમલ ભાભી'ની એક જૂની તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે, જેમાં તેને ઓળખવી પણ મુશ્કેલ છે. કોમલ ભાભી એટલે કે અંબિકા રંજનકરની આ તસવીર કોલેજના દિવસોની છે, જે તેણે થોડા દિવસો પહેલા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરમાં અંબિકા રંજનકર સલવાર કમીઝમાં જોવા મળી હતી, તેના માથા પર દુપટ્ટો હતો. તસવીર જોઈને કહી શકાય કે 'કોમલ ભાભી' કોલેજના દિવસોમાં ખૂબ જ પાતળી હતી.

આ પણ વાંચો:- સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની આંખમાં આવી ગયા આંસુ, જાણો એવું તો શું છે કારણ

શું લખ્યું કેપ્શનમાં
અંબિકા રંજનકરે આ તસવીર તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જે હવે વાયરલ થઈ રહી છે. તેણે આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું- 'ફ્લેશબેક, સિનોનિમ્સ, સ્મરણ, સ્મૃતિ, યાદો અને રાહત. જ્યારે હું કોલેજમાં હતી, મારી મીઠીબાઈ કોલેજ. ઘણી બધી યાદો, મસ્તી, મિત્રો, ઇન્ટરકોલેજિએટ પ્રતિયોગિતાઓ, ઓડિશન, રિહર્સલ, નોટિસ બોર્ડ પર લખેલા વિજેતાઓના નામ, પ્રખ્યાત હરિભાઈની કટીંગ ચા, વડાપાવ, બ્રેડ સાંભર. હું ખુશ છું કે અમે હજી પણ એકબીજા સાથે જોડાયેલા છીએ અને અમારા જીવનમાં ઘણું સારું કરી રહ્યા છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More