Home> Gujarat
Advertisement
Prev
Next

'તું તારા મિત્રો અને સગાની વાતોમાં આવી ગઈ અને મને છોડી દીધો', ઈમોશનલ નોટ લખીને યુવકે જિંદગી ટૂંકાવી!

થલતેજ વિસ્તારમાં આવેલી વાઈબ્રન્ટ રેસિડન્સી હોટેલના રૂમમાં એક યુવકે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. યુવકે આપઘાત પહેલાં લખ્યું હતું કે, તું તારાં માતાપિતા, મિત્રો અને સગાંની વાતોમાં આવી ગઈ અને તેં મને છોડી દીધો. મારી આત્મહત્યા પાછળ મારી પત્ની ભૂમિ જવાબદાર છે.

'તું તારા મિત્રો અને સગાની વાતોમાં આવી ગઈ અને મને છોડી દીધો', ઈમોશનલ નોટ લખીને યુવકે જિંદગી ટૂંકાવી!

ઉદય રંજન/અમદાવાદ : 2018માં થયેલા પ્રેમનો 2024માં કરુણ અંજામ સામે આવ્યો છે. યુવકે થલતેજની એક હોટેલમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. નવેમ્બર મહિનાના 11 મહિનામાં બનેલી ઘટનામાં પોલીસ તપાસના અંતે પત્નીની ધરપકડ કરીને એટ્રોસિટી સહીત આત્મહત્યા માટેની દુષ્પ્રેરણા મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

fallbacks

સ્વામીના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો LIVE વીડિયો, શબ્દોમાં પણ ન વર્ણવી શકાય તેવી ઘટના..

યુવક અને યુવતી એકબીજાને 2018માં કચ્છમાં મળ્યા અને બંને વચ્ચે પ્રેમ થયો જે પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. ભૂમિ પ્રજાપતિ અને રાહુલ પરમાર બંને લગ્ન કરીને અમદાવાદના સરખેજમાં રહેવા લાગ્યા, પરંતુ એક વર્ષના સમયગાળા બાદ જ ભૂમિએ રાહુલને છોડીને પીજીમાં રહેવાનું શરૂ કર્યું. રાહુલ દ્વારા ભૂમિને મનાવવા માટેના ઘણા પ્રયાસો થયા પરંતુ એ સફળ ના થયો. ભૂમિએ પણ રાહુલ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે બંનેને સાથે બોલાવીને કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું, જેમાં પણ કોઈ સફળતા મળી નહીં. 

100, 200, 500 નહીં પણ ગાયોને ખવડાવશે 51,111 રોટલા, દીકરીના જન્મની એવી ઉજવણી કરી કે..

આખરે થાકી હારીને રાહુલે સુસાઈડ નોટ લખી જેમાં એણે આરોપ મૂક્યો કે ભૂમિ તેના મિત્રવર્તુળ અને પરિવાર તેમજ સગાઓના કહેવા ઉપર આવું કરી રહી છે. તેમજ એનાથી આ બધું સહન થઈ રહ્યું નથી. પોલીસને થલતેજની એક હોટેલના રૂમમાં ગળે ફાંસો ખાધેલી રાહુલની લાશ અને સ્યુસાઈડ નોટ મળી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને એટ્રોસિટી અને આત્મહત્યા દુષ્પ્રેરણા મુજબનો ગુનો નોંધ્યો અને પત્ની ભૂમિ પ્રજાપતિ ની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દવા કહી દારૂ પીવડાવતો! અમરેલીની શાળાની શરમજનક ઘટના, બે દીકરીઓને બનાવી હવસનો શિકાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More