Ahmedabad અમદાવાદ : અમદાવાદ પોલીસે કાર્યશૈલીમાં મોટો બદલાવ કર્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પોલીસ કર્મચારીઓને મોટા આદેશ છૂટ્યા છે. અમદાવાદના નાગરિકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટેશનમાં મુલાકાતીઓનો સમય વધારી દેવાયો છે.
અમદાવાદ પોલીસમાં મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નર દ્વારા PI તેમજ અન્ય અધિકારીઓને સૂચના અપાઈ છે. બપોરે 12 થી 2 વાગ્યા વચ્ચે પણ મુલાકાતીઓને મળવા સૂચના અપાઈ છે. તો મુલાકાતીઓને લેખિત અરજી સ્વીકારીને કાર્યવાહી કરવા આદેશ અપાયા છે.
PI કક્ષાના અધિકારીને બપોરે 12થી 2 અને સાંજે 4 થી 6 વચ્ચે લોકોને મુલાકાત આપવી તેવું પોલીસ કમિશનરે પોતાના આદેશમાં સ્પષ્ટ જણાવ્યું છે. આ ઉપરાંત પોલીસ ઈન્સપેક્ટર ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાની કડક સૂચના છે. આ ઉપરાંત થાના અમલદારોએ દરરોજ 6 થી 9 પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ સહિતની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં સાયલન્ટ ડિઝાસ્ટરનો ખતરો : સરકારે જાહેર કર્યું એલર્ટ, બચવાના જણાવ્યા ઉપાય
આમ, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદના નાગરિકોની સુવિધા માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. પ્રજાને અમદાવાદ પોલીસ તરફથી સારો પ્રતિસાદ મળી રહે અને તેમની સમસ્યાનું જલ્દીથી નિરાકરણ આવે તે હેતુથી આ પ્રકારના નિર્ણયો લેવાયા છે. બીજી તરફ, અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓને મળવાનો સમય ઓછો હતો, તેથી સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તે હેતુથી આ નિર્ણયો લેવાયા છે.
પિતાએ પુત્રના શરીરના ટુકડા કરી અમદાવા શહેરમાં ફેંક્યા હતા, આ કેસમાં આવ્યા મોટા અપડેટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે