Barley Flour Roti: ગરમીમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધારે રહે છે તેથી આ ઋતુમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ સમય એવો હોય છે જ્યારે ખાવા પીવામાં બેદરકારી રાખવામાં આવે તો શરીર પર ખરાબ અસર થાય છે. ઉનાળો શરૂ થાય એટલે જો તમે ઘઉં ને બદલે જવના લોટનો ઉપયોગ શરૂ કરો છો તો તેનાથી ઘણી બધી હેલ્થ સમસ્યાથી રાહત મળી શકે છે.
આ પણ વાંચો: કચરો સમજી તરબૂચના બીને ફેંકતા નહીં, હાર્ટ પ્રોબ્લેમથી લઈ અનેક તકલીફમાં ઉપયોગી છે
જવ જેને બાર્લે પણ કહેવાય છે તેના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી શરીરને ઠંડક મળે છે અને સાથે જ ઘણા બધા ફાયદા પણ થાય છે. ઉનાળા દરમિયાન ઘઉંના બદલે જો આ લોટની રોટલી ખાવામાં આવે તો શરીર પર સકારાત્મક અસર જોવા મળે છે.
જવના લોટની રોટલી ખાવાથી થતા લાભ
આ પણ વાંચો: કિડનીમાં સોજો આવે ત્યારે શરીરમાં દેખાય આ 5 ફેરફાર, ઈગ્નોર કરવાથી કિડની થઈ જાય ડેમેજ
વજન ઘટશે
વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા લોકો માટે જવના લોટની રોટલી ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે જવમાં ફાઇબર વધારે હોય છે અને કેલરી ઓછી હોય છે. તેને ખાવાથી પેટ ઝડપથી ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી ભરેલું રહે છે જેના કારણે ભૂખ ઓછી લાગે છે અને ચરબી ઝડપથી ઓછી થાય છે. વજન ઘટાડવું હોય તેવો જવના લોટની રોટલીની સાથે જવના દલીયા પણ ખાઈ શકે છે.
આ પણ વાંચો: Haldi Water: માઈગ્રેન, પીરિયડ પેઇન, સર્વાઈકલ સહિતની સમસ્યાની દવા છે આ પાણી
પેટને ઠંડક આપશે
જવની તાસીર ઠંડી હોય છે તેથી ગરમીના દિવસોમાં જવનો લોટ ખાવાની સલાહ આપવામાં આવે છે. જવનો લોટ ખાવાથી પેટની ગરમી શાંત થાય છે અને ગરમીના કારણે થતી પાચનની સમસ્યાઓ પણ થતી નથી. જેમ કે ગેસ, અપચો, એસિડિટી અને બ્લોટીંગથી રાહત મળી શકે છે.
આ પણ વાંચો: Dry Eye: કલાકો સુધી રીલ્સ જોવાની આદત આંખ માટે મોટું જોખમ, તાત્કાલીક વાંચો આ ચેતવણી
પાચન સુધરશે
જવમાં ફાઇબર વધારે હોય છે તેથી તે પાચનતંત્રને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. જવમાં ફાઇબર હોય છે જેનાથી પેટ હેલ્ધી રહે છે અને કબજિયાતની સમસ્યા મટે છે. ઉનાળામાં ઘઉંના લોટની રોટલી ખાવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરી શકે છે
આ પણ વાંચો: Stomach Pain: જમ્યા પછી થતો ગેસ અને પેટનો દુખાવો દુર કરવા અજમાવો આ 4 ઘરેલુ નુસખા
કોલેસ્ટ્રોલ ઘટે છે
જવ શરીરમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. જવમાં એવા એસિડ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવાનું કામ કરે છે. જેના કારણે હાર્ટ પણ હેલ્ધી રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે