Home> Sports
Advertisement
Prev
Next

આ ધાકડ ભારતીય ક્રિકેટર મુશ્કેલીમાં, યુવતીનો આરોપ- IPL દરમિયાન મારા પર રેપ કર્યો

આરસીબીની ટીમથી રમતો આ ક્રિકેટર ફરીથી મુશ્કેલીમાં મુકાયો છે. તેના પર વધુ એક યુવતીએ કેસ દાખલ કર્યો છે. યુવતીનો આરોપ છે કે આઈપીએલ 2025 વખતે જયપુરની એક હોટલમાં રેપ થયો હતો. 

આ ધાકડ ભારતીય ક્રિકેટર મુશ્કેલીમાં, યુવતીનો આરોપ- IPL દરમિયાન મારા પર રેપ કર્યો

ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ વધુ એક યુવતીએ રેપનો કેસ દાખલ કર્યો છે. આવામાં ક્રિકેટર ફરીથી સંકટમાં ફસાતો જોવા મળી રહ્યો છે. લેટેસ્ટ અપડેટ મુજબ જયપુરના સાંગાનેર પોલીસ મથકમાં એક એફઆઈઆર દાખલ થઈ છે. યુવતીનો આરોપ છે કે ક્રિકેટમાં કરિયર બનાવવાની લાલચ આપવામાં આવી. તેને ઈમોશનલ બ્લેકમેઈલ કરીને બે વર્ષ સુધી રેપ કર્યો. યુવતીએ પોલીસને એફઆઈઆરમાં જે જણાવ્યું છે તે મુજબ તે ક્રિકેટ રમવા દરમિયાન યશ દયાલના સંપર્કમાં આવી હતી. 

fallbacks

બે વર્ષ પહેલા પીડિતા સગીરા હતી ત્યારે જયપુરમાં જ તેની મુલાકાત યશ દયાલ સાથે થઈ હતી એવું કહેવું છે. આ દરમિયાન આઈપીએલની મેચ રમમવા માટે યશ દયાલ જયપુર આવ્યો હતો. યુવતીનું કહેવું છે કે ક્રિકેટમાં કરિયરની ટિપ્સ આપવાના બહાને યશ દયાલે તેને હોટલમાં બોલાવી હતી. આઈપીએલ 2025માં મેચ દરમિયાન સીતાપુરા સ્થિત એક હોટલમાં બોલાવીને તેનો રેપ કરાયો હતો. 

આ અગાઉ પીડિતા 17 વર્ષની સગીરા હતી ત્યારે પહેલીવાર તેની સાથે રેપ થયો હતો એમ કહેવું છે. આવામાં પોલીસે યશ દયાલ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ પણ એફઆઈઆર દાખલ કરી છે. 

પહેલી એફઆઈઆર ક્યાં થઈ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમતા ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ એક મહિલાએ કથિત રીતે શારીરિક શોષણના આરોપ હેઠળ જુલાઈમાં એફઆઈઆર દાખલ કરી હતી. આ એફઆઈઆર ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ મથકમાં નોંધાઈ હતી. યુવતીએ ક્રિકેટર પર લગ્નની લાલચ આપીને આર્થિક, માનસિક અને શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. 

યશ દયાલની વાત કરીએ તો તે હાલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ(RCB) ની આઈપીએલ 2025ની ખિતાબી જીતનો હિસ્સો રહી ચૂક્યો છે. તેણે 5 મેચમાં 13 વિકેટ લીધી હતી. એટલું જ નહીં તે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સ સાથે રમી ચૂક્યો છે. ઘરેલુ ક્રિકેટમાં તે ઉત્તર પ્રદેશની ટીમ તરફથી રમે છે. 

યશ દયાલને બાંગ્લાદેશ સિરીઝ અને બોર્ડર ગાવસ્કર સિરીઝ દરમિયાન ભારતીય ટીમમાં સામેલ કરાયો હતો પરંતુ તેને હજુ સુધી  કોઈ મેચ રમવાની તક મળી નથી. 27 વર્ષના યશ દયાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 27 મેચોમાં 84 વિકેટ લીધી છે જેમાં તેની બેસ્ટ બોલિંગ 5/48 છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More