Home> India
Advertisement
Prev
Next

Pahalgam Attack: પહેલગામ હુમલા પર અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, જાણો આતંકીઓએ કઈ રીતે આપ્યો ઘટનાને અંજામ?

Pahalgam Terror Attack: 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા વિશે રાષ્ટ્રીય તપાસ એજન્સીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જાણો વિગતવાર માહિતી. 

Pahalgam Attack: પહેલગામ હુમલા પર અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, જાણો આતંકીઓએ કઈ રીતે આપ્યો ઘટનાને અંજામ?

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લગભગ 10 દિવસ થઈ ચૂક્યા છે અને આતંકીઓની શોધ માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. આ બધા વચ્ચે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મોટો ખુલાસો કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકીઓએ કઈ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો, જેના કારણે લોકોને ઘટનાસ્થળેથી ભાગવાની તક સુદ્ધા મળી શકી નહીં. આ સાથે જ એનઆઈએએ પહેલગામ ઝિપ  લાઈન ઓપરેટરની પણ પૂછપરછ કરી છે. જેણે જણાવ્યું કે ઘટના વખતે તેણે અલ્લાહ હુ અકબરનો નારો કેમ લગાવ્યો હતો. 

fallbacks

આતંકીઓએ લોકોને ઘેરીને ગોળી મારી
તપાસ એજન્સીની પૂછપરછમાં ઓવર ગ્રાઉન્ડ વર્કરે (OGW) પહેલગામ આતંકી હુમલા વિશે મોટો ખુલાસો કર્યો અને જાણવા મળ્યું કે આતંકીઓએ લોકોને ઘેરીને ગોળી મારી હતી. જેના માટે તેમણે એક રણનીતિ બનાવી હતી. રણનીતિ હેઠળ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર આતંકીઓ ઊભા હતા. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે 2 આતંકીઓ ઝાડ પાછળથી એક બાજુથી આવ્યા હતા અને પૂરી રણનીતિ સાથે હુમલો કરાયો હતો. જ્યારે હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કર્યું તો તેઓ જાણતા હતા કે લોકો ગભરાઈને એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ તરફ ભાગશે. આ રણનીતિ હેઠળ બે આતંકીઓ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ઊભા રહી ગયા અને ઘડીભરમાં 7 લોકોને મારી નાખ્યા. ઘટનાસ્થળેથી તપાસ ટીમને ત્રણ ડઝન કારતૂસ મળ્યા છે. 

ઝિપ લાઈન ઓપરેટર કેમ બોલ્યો હતો અલ્લાહ હુ અકબર
મામલાની તપાસ કરી રહેલી NIA એ જણાવ્યું કે પહેલગામ ઝિપ  લાઈન ઓપરેટર દ્વારા અલ્લાહ હુ અકબરનો નારો લગાવવો એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. NIAના સૂત્રોના જણાવ્યાં મુજબ NIA દ્વારા ઝિપ લાઈન ઓપરેટરની કરાયેલી પ્રાથમિક પૂછપરછમાં હુમલામાં તેની પ્રત્યક્ષ કોઈ સંડોવણી સામે આવી નથી પરંતુ જ્યારે ઝિપલાઈન ઓપરેટરને પૂછવામાં આવ્યું કે ફાયરિંગ શરૂ થયા બાદ પણ તેણે પર્યટકોને ઝિપ લાઈન પર કેમ છોડ્યા તો તેણે અલગ અલગ નિવેદન આપ્યા. 

આતંકીઓએ પર્યટકો પર ગોળીઓ વરસાવી
અત્રે જણાવવાનું કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ આતંકીઓએ નિર્દોષ પર્યટકો પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 26 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. આતંકી હુમલા અંગે દેશભરમાં ભારે ગુસ્સો છે. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે બંને દેશોએ અનેક પગલાં ભર્યા છે. ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી, અટારી બોર્ડર બંધ કરી, પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા અને પાકિસ્તાનની અનેક હસ્તીઓના યુટ્યુબ ચેનલો, એક્સ હેન્ડલ બંધ બ્લોક કર્યા, દૂતાવાસોમાં માણસો ઘટાડ્યા, વેપાર ઉપર પણ રોક લાગી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More