Home> Gujarat
Advertisement
Prev
Next

રૂંવાડાં ઊભા કરતો Live Video: ગલૂડિયાની માફક બાળકને જડબામાં ઉઠાવીને શ્વાન ભાગ્યું, પિતાએ માંડમાંડ બચાવ્યો!

Dog Attack On Child Caught On CCTV: અમરેલી જિલ્લાના જશવંત ગઢ ગામ આસપાસ શ્વાનો એ આતંક મચાવ્યો છે. છેલ્લા એકાદ વર્ષથી પણ વધુ સમયથી આ વિસ્તારમાં 25 થી વધુ બાળકોને આ શ્વાન નિશાન બનાવ્યા છે... જેમાંથી બે બાળકો ના તો મોત નિપજ્યા છે.. જ્યારે અન્ય બાળકોને ગંભીર રીતે ઘાયલ કર્યા છે.

રૂંવાડાં ઊભા કરતો Live Video: ગલૂડિયાની માફક બાળકને જડબામાં ઉઠાવીને શ્વાન ભાગ્યું, પિતાએ માંડમાંડ બચાવ્યો!

કેતન બગડા/અમરેલી: અમરેલીના ચિતલ નજીક આવેલા જશવંત ગઢ ગામ આસપાસ માનવભક્ષી શ્વાન ના એક ટોળાનો આતંક છે.. આ વિસ્તારના ખુંખાર શ્વાન બાળકોને નિશાન બનાવે છે.. ગઈકાલે જશવંત ગઢ નજીક આવેલ એક બાયોકોલ ફેક્ટરીમાં કામ કરતા એક શ્રમીક પરિવારના બાળક પર શ્વાને કરેલ હુમલાના કાળજું કંપાવે તેવા સીસીટીવી ફેટેજ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ ઘટના બાદ અહીંના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

fallbacks

'જાજા વાસણ ભેગા કરો તો ખખડે...', રાજકોટ ભાજપમાં કથિત વિવાદ પર ગોવિંદ પટેલનું નિવેદન

જશવંતગઢ માં છેલ્લા એક વર્ષથી વધુ સમય દરમિયાન અનેક બાળકોને શ્વાન દ્વારા ગંભીર રીતે ઈજા પહોચાડી છે.. અને બે બાળકો ને મોત ને ઘાટ ઉતાર્યા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.. જશવંત ગઢ ગામના જ મૌલિક ભાઈ અસલાલીયા ના બાળકોને પણ આ શ્વાન નિશાન બનાવી ચુક્યા છે.. આ ગામના લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી પરંતુ શ્વાન ના આતંક થી છુટકારો મળતો નથી. 

આમંત્રણ પત્રિકામાંથી નામની બાદબાકી વચ્ચે સાંસદ રામ મોકરિયાની સૂચક પોસ્ટ; ગુજરાતની...

જશવંત ગઢ ગામના કેટલાક લોકો એ એવો દાવો કર્યો હતો કે આ શ્વાન માનવભક્ષી બની ચુક્યા છે.. અને બાળકો ના શિકાર ની ફિરાકમાં જ રહે છે.. બાળકો ને શેરી ગલીમાં રમવ મોકલવા પણ જોખમી બની ગયુ છે... આવા સંજોગોમાં તંત્ર દ્વારા સત્વરે આ શ્વાન ના ત્રાસ માથી મુક્તિ અપાવવા માંગ ઉઠી છે.

આમા પોલીસ કોની રક્ષા કરશે? ઉ.ગુજરાતનુ આ પોલીસ સ્ટેશન જર્જરિત બનતા કરાયું ભયજનક જાહેર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More