Gujarat Politics: ભાવનગર શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને સિનિયર બીજેપી નેતા યોગેશ બદાણીની એક વિવાદિત પોસ્ટથી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. યોગેશ બદાણીનીના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પરથી 'BJP હટાવો દેશ બચાવો' જેવી કડક અને સીધી ભાજપ વિરોધી પોસ્ટ થતા સમગ્ર ભાવનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. યોગેશ બદાણીની પોસ્ટથી ભાજપમાં આંતરિક ખેંચતાણની ચર્ચા જાગી છે. પોસ્ટ મુક્યાને ગણતરીની મિનિટોમાં તેને ડીલીટ પણ કરવામાં આવી હતી. જોકે સમગ્ર ઘટના ચર્ચામાં આવ્યા બાદ યોગેશ બદાણીએ ફેસબુક અકાઉન્ટ હેક થયાનું નિવેદન આપ્યું છે.
રાજકોટમાં આ પાટીદાર અભિનેત્રીના પિતાની ઓડિયો ક્લિપ વાયરલ, થયા ચોંકાવનારા ખુલાસા
ભાવનગરના સિનિયર બીજેપી નેતાએ સોશિયલ મીડિયામાં ફેસબુક પર ભાજપ વિરુદ્ધમાં પોતાનો બળાપો ઠાલવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાવનગર શહેર પૂર્વ ભાજપ પ્રમુખ અને પાર્ટીમાં અનેક હોદ્દાઓ પર સક્રિય યોગેશ બદાણીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર 'ભાજપ હટાઓ દેશ બચાઓ, ની પોસ્ટ મૂકી હતી, જેના કારણે થોડીક જ મિનિટોમાં તે વાઈરલ થઈ હતી. આ ઘટના બાદ ભાવનગરમાં ભાજપના આગેવાનો વચ્ચે ગ્રુપીઝમ અને એક બીજા વિરુદ્ધ ખેંચતાણ ચરમસીમાએ હોવાનું સામે આવ્યું છે.
'જાજા વાસણ ભેગા કરો તો ખખડે...', રાજકોટ ભાજપમાં કથિત વિવાદ પર ગોવિંદ પટેલનું નિવેદન
આ પોસ્ટ બાદ જ્યારે ભાજપના કાર્યકરો અને નેતાઓએ યોગેશ બદાણી સાથે આ મુદ્દે વાત કરતા તેમણે લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે મને ફેસબુક ઓપરેટ કરતા આવડતું નથી. જોકે થોડી જ વારમાં ફેસબુકમાં ફરી એક પોસ્ટ મૂકી પોતાનું એકાઉન્ટ હેક થયાનું જણાવ્યું છે. જોકે 13 મિનિટમાં યોગેશ બદાણી દ્વારા ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ હટાવાઈ હતી. તેના સ્ક્રીનશૉટ્સ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. બદાણીએ આ ઘટનાને પોતાની છબી ખરાબ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. જોકે, આ ખુલાસા બાદ પણ રાજકીય વર્તુળોમાં શંકાનું વાવાઝોડું યથાવત છે.
રૂંવાડાં ઊભા કરતો Live Video: ગલૂડિયાની માફક બાળકને જડબામાં ઉઠાવીને શ્વાન ભાગ્યું...
નોંધનીય છે કે, ભાવનગરના લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, શું યોગેશ બદાણીનું ખરેખર એકાઉન્ટ હેક થયું હતું કે, પછી લાંબા સમયથી પક્ષમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને અસંતોષને કારણે તેમના 'મનની વાત' બહાર આવી ગઈ? અગાઉ પણ કેટલાક નેતાઓમાં નારાજગીના સૂર ઊઠ્યા હોવાના કિસ્સાઓ બન્યા છે ત્યારે આ ઘટનાએ તે અસંતોષને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે.
આમંત્રણ પત્રિકામાંથી નામની બાદબાકી વચ્ચે સાંસદ રામ મોકરિયાની સૂચક પોસ્ટ; ગુજરાતની...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે