Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલીમાં રાજકારણ ગરમાયું, ભાજપના નેતાઓ અને અમરેલી પોલીસ આવ્યા આમને-સામને

Amreli Police Vs BJP Leaders : દિલીપ સંઘાણી બાદ પૂર્વ સાંસદ નારણ કાછડિયાનું વિપુલ દૂધાતને સમર્થન.. કાછડિયાએ પોલીસ પર કર્યા વાર.. કહ્યું, ભાજપ કાર્યકરોના બળે ચાલે છે કાર્યાલય... પોલીસની જેમ હપ્તાખોરી પર નહીં..
 

અમરેલીમાં રાજકારણ ગરમાયું, ભાજપના નેતાઓ અને અમરેલી પોલીસ આવ્યા આમને-સામને

Gujarat Politics : અમરેલીના લીલીયામાં દારૂ અંગે ભાજપ નેતા વિપુલ દુધાતે કરેલા પોલીસ પર ગંભીર આરોપ બાદ મામલો ગરમાયો છે. ભાજપ નેતા વિપુલ દુધાતે પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે બુટલેગરો અને રેતી માફિયાઓ પોલીસની રહેમનજર હેઠળ પોતાની કામગીરી કરી રહ્યા છે. તે બાદ વળતા જવાબમાં પોલીસ તરફથી નિવેદન સામે આવ્યું હતું કે, વિપુલ દુધાત અવારનવાર પોલીસની કામગીરીમાં દખલગીરી કરી રહ્યા છે. જે બાદ વિવાદ વધુ વકરતા વિપુલ દુધાતના સમર્થનમાં ઈફકો ચેરમેન દિલીપ સંઘાણી અને પૂર્વ સાંસદ નારણ કાછડીયા આવ્યા છે. સાથે જ અમરેલી પોલીસ પર હપ્તાખોરી અને રેતી માફિયાઓ સાથે મિલીભગતના ગંભીર આરોપ લગાવ્યા.

fallbacks

ઈફ્કો ચેરમેન દિલીપ સંઘાણી આવ્યા ભાજપ નેતા વિપુલ દૂધાતના સમર્થનમાં આવ્યા છે. દિલીપ સંઘાણીએ અમરેલી પોલીસ પર આક્ષેપ લગાવ્યા કે, દારૂ, રેતીના ખનન સહિતની પ્રવૃતિઓ પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહી છે. અમરેલીના SPએ ભાજપ કાર્યાલય બંધ કરવાની ધમકી આપી છે. દિલીપ સંઘાણીએ વધુમાં કહ્યું કે, આગામી સમય અમરેલીમાં જઈને હું પોલીસની પોલ ખોલીશ. તેમણે અમરેલી SP નો ઘેરાવો કરવાની પણ ચીમકી આપી.

ગુજરાતમાં આવીને કેજરીવાલનો ભાજપને ખુલ્લો પડકાર : ગોપાલ ઈટાલિયાને ખરીદીને બતાવો

દિલીપ સંઘાણીએ શું કહ્યું
દિલીપ સંઘાણીએ કહ્યું કે, ભાજપ નેતા વિપુલ દુધાત એકદમ સાચા છે. વિપુલ દુધાત જ્યારે દારૂના વેચાણ મુદ્દે SP ને રજુઆત કરવા ગયા. ત્યારે SPએ કહ્યું કે, ભાજપ કાર્યાલય કેમ ચાલે છે તે હું જાણું છું. અમરેલીના SP એ ભાજપ કાર્યાલય બંધ કરવાની ધમકી આપી. કોઈ પોલીસ કે અધિકારી ભાજપ કાર્યાલય પર ધમકી આપે ત્યારે હું ચૂપ નહિ બેસું. આગામી સમય અમરેલીમાં જઈને હું પોલીસની પોલ ખોલીશ. અમરેલીમાં પોલીસ અને SP ની રહેમરાહે બધી જ ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલે છે. દારૂ, રેતીની ખનન, સહિતની પ્રવૃતિઓ અમરેલીમાં ચાલે છે. હું બધી જ વિગતો મેળવીને આ બધી જ બાબત ઉજાગર કરીશ.

દિલીપ સંઘાણી બાદ નારણ કાછડીયા મેદાને
પોલીસ સામે વિપુલ દુધાતના સમર્થનમાં પૂર્વ સાસંદ નારણ કાછડીયા આવ્યા છે. તેમણે જિલ્લા પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, પોલીસ રેતી અને દારૂના ધંધા કરનાર પાસેથી હપ્તા ઉઘરાવે છે. હપ્તાખોર પોલીસને મેં પણ ઘણીવાર રજૂઆત કરી છે. રજૂઆત અને પૂરાવા મોકલ્યા છતાં કાર્યવાહી શૂન્ય છે. 

ભાજપના નેતાઓ અને અમરેલી પોલીસ આમને સામને
દિલીપ સંધાણી બાદ હવે પુર્વ સાંસદ નારણ કાછડીયાએ પોલીસ પર આક્ષેપો કર્યા. વિપુલ દુધાત મુદ્દે પુર્વ સાંસદ કાછડિયાએ કહ્યું કે, ભાજપ કાર્યાલય ભાજપના કાર્યકરોના બળે ચાલે છે. પોલીસની જેમ દારુ અને રેતીના હપ્તાથી નથી ચાલતું. રેતી અને દારૂના ધંધામાં પોલીસની એજન્સી છે. આઈજી સુધી રજુઆત કરી છે. 

મહત્વનું છે કે, અમરેલીના લીલીયામાં થોડા દિવસ અગાઉ ભાજપ નેતા વિપુલ દુધાતે SPને દારૂ અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જે બાદ વિપુલ દુધાતે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જેમાં SPએ ગેરવર્તન કર્યાનો પણ વિપુલ દુધાતે આરોપ લગાવ્યો હતો. તે બાદ અમરેલી પોલીસે વિપુલ દુધાત જુઠ્ઠાણું ફેલાવતા હોવાનું કહી અવારનવાર કામગીરીમાં અડચણરૂપ બનતા હોવાનો આરોપ મુક્યો હતો. આ બાદ દિલીપ સંઘાણીએ પણ વિપુલ દુધાતના સમર્થનમાં અમરેલી પોલીસ પર આરોપો લગાવ્યા હતા. અને હવે પૂર્વ સાંસદ નારણ કાછડીયા વિપુલ દુધાતના સમર્થનમાં મેદાને ઉતર્યા છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે જાપાનથી આવ્યા નવા અપડેટ, ટ્રેનની શરૂ થઈ ટ્રાયલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More