Home> Gujarat
Advertisement
Prev
Next

'તને ખબર નથી કે તું કોની સાથે વાત કરી રહ્યો છે, હવે તું પતી ગયો', ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રીનો વધુ એક વિવાદ

ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી અને વિધાનસભાના પૂર્વ સ્પીકર રમણલાલ વોરાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. તેમણે ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈને ‘હું જ સરકાર, સરકાર કોર્ટમાં જતી નથી’ તેવી ધમકી આપીને ગાળાગાળી કરી હતી.

'તને ખબર નથી કે તું કોની સાથે વાત કરી રહ્યો છે, હવે તું પતી ગયો', ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રીનો વધુ એક વિવાદ

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી અને વિધાનસભાના પૂર્વ સ્પીકર રમણલાલ વોરાનો વઘુ એક વિવાદ સામે આવ્યો છે. જી હા...રમણલાલ વોરાએ પોતાના ભત્રીજા જમાઈ લલિત પરમારને મળેલી નોટિસના પગલે પિત્તો ગુમાવ્યો હતો અને ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈ સાથે કરેલી ગાળાગાળીના કારણે ગુજરાતની રાજનીતિમાં ઉકળતા ચરું જેવી સ્થિતિ બની ગઈ છે.

fallbacks

PM મોદી આજથી ગુજરાત પ્રવાસે: ગીરથી લઈને સોમનાથનાં દર્શન, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ

જાણો શું છે સમગ્ર મામલો
મહત્વનું છે કે ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણમંત્રી રમણલાલ વોરાના ભત્રીજા જમાઈ લલિત પરમાર ગુજરાત નશાબંધી મંડળમાં કામ કરે છે. કોઈ કારણોસર લલિત પરમાર છેલ્લા એક મહિનાથી નોકરી ગયો નથી, જેના કારણે નશાબંધી મંડળે લલિત પરમારને નોટિસ પાઠવીને કયા કારણોસર આવતા નથી તેનો ખુલાસો માંગ્યો હતો. લલિત પરમારે નોટિસનો જવાબ આપવાના બદલે તેમના કાકા સસરા રમણલાલ વોરાને ફરિયાદ કરી નાંખી હતી.

આખરે જે કીધું હતું એ જ થયું, ગુજરાત પર મોટું સંકટ! આ રાજ્યોમાં એલર્ટ, શું છે ખતરો?

રમણલાલ વોરાએ વિવેક દેસાઈને ફોન કરીને ગાળાગાળી કરી
રમણલાલ વોરાએ ગુરૂવારે (27મી ફેબ્રુઆરી) મોડી સાંજે ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈને ફોન કરીને ગાળાગાળી કરી હતી અને અનેક આક્ષેપ કર્યા હતા. આ સિવાય તેઓ આ પ્રકારની નોટિસ કઈ રીતે આપી શકાય એવો સવાલ પણ કર્યો હતો. આ સંદર્ભ ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખે રમણલાલ વોરાને જવાબ આપ્યો હતો કે મંડળ દ્વારા અપાયેલી નોટિસ સામે તેઓને કોઈ વાંધો હોય તો કોર્ટમાં જઈ શકે છે, પણ નિયમ પ્રમાણે નોકરી પર ગેરહાજર રહેવા માટે કારણ આપવું જરૂરી છે. 

સ્વામીના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો LIVE વીડિયો, શબ્દોમાં પણ ન વર્ણવી શકાય તેવી ઘટના

તુ કોની સાથે વાત કરી રહ્યો છે અને હવે તું પતી ગયો: રમણલાલ વોરા
આ વાત સાંભળીને રમણલાલ વોરા અકળાઈ ગયા હતા અને જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં હું જ સરકાર છું અને સરકાર કોર્ટમાં જતી નથી. વિવેક દેસાઈને તેમણે ધમકી પણ આપી કે, હું ધારું તો તમારી ગ્રાન્ટ પણ બંધ કરાવી દઈશ. રમણલાલ વોરાએ એકદમ તુંડમિજાજી દેખાડીને કહી દીધું હતું કે, તને ખબર નથી કે તું કોની સાથે વાત કરી રહ્યો છે અને હવે તું પતી ગયો.'

100, 200, 500 નહીં પણ ગાયોને ખવડાવશે 51,111 રોટલા, દીકરીના જન્મની એવી ઉજવણી કરી કે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More