Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપ હોળાષ્ટક વચ્ચે મોટી નવાજૂની કરશે, આ કારણે બાકી રાખશે 30 ટકા પ્રમુખોના નામની જાહેરાત

BJP Gujarat President List : ગુજરાતના શહેર અને જિલ્લાઓના ભાજપ પ્રમુખની થઈ વરણી..જિલ્લામાં મોટા ભાગના પ્રમુખો કરાયા રીપિટ તો શહેરમાં નવી ચહેરાઓ પર મુકાયો ભરોસો...
 

ભાજપ હોળાષ્ટક વચ્ચે મોટી નવાજૂની કરશે, આ કારણે બાકી રાખશે 30 ટકા પ્રમુખોના નામની જાહેરાત

Gujarat Politics હિતલ પારેખ/ગાંધીનગર : ભાજપના શહેર અને જિલ્લાના પ્રમુખોની જાહેરાત થવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ દ્વારા જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત કરાઈ ગઈ છે. અત્યાર સુધી ભાજપના 35 જેટલા જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખોના નામો જાહેર કરાયા છે. પરંતું બાકીના 6 જિલ્લા શહેર ભાજપ પ્રમુખોની જાહેરાત બાકી રખાયા છે. મળતી માહિતી પ્રમાણે, અંદાજીત 70 ટકા જેટલા શહેર અને જિલ્લા પ્રમુખોના નામો જાહેર કરાશે. બાકીના 30 ટકા શહેર અને જિલ્લાના પ્રમુખોના નામો નવા પ્રદેશ પ્રમુખ નક્કી કરશે.

fallbacks

ભાજપના શહેર અને જિલ્લાના પ્રમુખોની જાહેરાત થવાની શરૂઆત થઈ છે. ચારેતરફ ભાજપના ખેમામાં અભિનંદનની વર્ષા થઈ રહી છે. ભાજપના આંતરિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, 60 થી 70 ટકા જેટલા શહેર અને જિલ્લા પ્રમુખો જાહેર થશે. જે-તે શહેર અને જિલ્લાની ભાજપની બેઠકમાં નામ જાહેર થશે. જોકે, બાકી રહેલા જિલ્લા શહેર પ્રમુખો ના નામો ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આવ્યા બાદ જાહેર કરાશે.

કયા કયા જિલ્લાના બાકી છે
વડોદરા જિલ્લો, ખેડા, ગાંધીનગર શહેર, અમદાવાદ શહેર, પોરબંદર અને પંચમહાલના પ્રમુખો જાહેર કરવાના બાકી છે.

ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ થશે! ખુદ રાહુલ ગાંધીએ સંભાળ્યો મોરચો, આ દિવસે આવશે

 

 

પસંદગી પાછળનું ભાજપનું ગણિત 
35 જિલ્લા શહેર પ્રમુખ પૈકી 13 જિલ્લા શહેરમાં ભાજપ પ્રમુખોને રિપીટ કરાયા છે. નવસારી, વલસાડ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રમુખો ફરી રિપીટ કરાયા છે. તો 3 શહેર જિલ્લાના પ્રમુખને સંગઠનનો કોઈ અનુભુવ ન હોવા છતાંય અપાય જિલ્લા શહેર સંગઠનની કમાન સોંપાઈ છે. મોરબીમાં જયંતીભાઈ રાજકોટિયા, વડોદરા મહાનગરમાં જયપ્રકાશ સોની, સુરત શહેરમાં પરેશ પટેલને સંગઠનનો કોઈ અનુભવ નથી. માત્ર 10 જેટલા નવા જિલ્લા શહેર પ્રમુખોને ચૂંટણીઓ લડવાનો અનુભવ છે. 

અન્ય પાસા પર નજર કરીએ તો, 22 જિલ્લા શહેર પ્રમુખો સંઘ અને ભગીની સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જાહેર કરાયેલા જિલ્લા પ્રમુખો માટે એક માત્ર મહિલાને સ્થાન અપાયું છે. જામનગર શહેરમાં બીનાબેન કોઠારીને પ્રમુખની જવાબદારી સોંપાઈ છે. સૌથી નાની ઉંમરના પ્રમુખ 35 વર્ષીય સૂરજ વસાવા તાપી જિલ્લા અધ્યક્ષ છે. સૌથી વધુ 66 વર્ષની ઉમરના ભૂરાલાલ શાહ નવસારી જિલ્લા પ્રમુખ છે. 

  • 35 થી 40 વર્ષના 3
  • 41 થી 50 વર્ષના 15 
  • 51 થી 60 વર્ષના 15 
  • 61 થી 66 વર્ષના 3 પ્રમુખો

ભાજપ બંધારણ પ્રમાણે 50 ટકા જિલ્લાઓ જાહેર થયા બાદ પ્રદેશ પ્રમુખ જાહેર થઈ શક્તા હોય છે. જેથી હવે જિલ્લા શહેર પ્રમુખો બાદ પ્રદેશ પ્રમુખની જાહેરાતને લઈને કાઉન્ડડાઉન શરૂ થઈ ગયું છે. હોળી ધુળેટી બાદ ગુજરાત ભાજપ ને મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More