અમદાવાદઃ અમદાવાદમાં સામાન્ય માણસ માટે ફ્લેટ કે ઘર ખરીદવું દિવસેને દિવસે મોંઘુ થઈ રહ્યું છે. એક ઘર લેવામાં સામાન્ય લોકોને મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે અમદાવાદમાં આગામી દિવસોમાં ઘર-મકાન લેવાના ભાવમાં વધારો થઈ શકે છે. અમદાવાદના ઔડા વિસ્તારમાં ઘર, મકાન કે ઓફિસ લેવામાં હવે વધારે પૈસા ચુકવવા પડી શકે છે. ઔડાના એક નિર્ણયને કારણે પ્રોપર્ટીના ભાવમાં વધારો થશે.
ઔડાનો નિર્ણય
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) એ 40 વર્ષ પછી જમીન અને બાંધકામ માટે લેવામાં આવતા ડેવલોપમેન્ટ ચાર્જમાં વધારો કર્યો છે. મંગળવારે ઔડીની મળેલી બેઠકમાં રહેણાક, બિન રહેણાક અને અન્ય હેતુ માટે જમીન અને બાંધકામ પર લેવામાં આવતા ચાર્જમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ સૂચિત દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. સરકારની મંજૂરી પછી આ ડેવલોપમેન્ટ ચાર્જ લાગુ થશે.
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયામાં વિવાદોમાં રહેતી કીર્તિ પટેલની ધરપકડ, ખંડણી કેસમાં પોલીસની કાર્યવાહી
10 ટકાનો વધારો
ડેવલોપમેન્ટ ચાર્જમાં 10 ગણો વધારો કરી ચોરસ મીટર લેખે 25 રૂપિયાથી લઈને 75 રૂપિયા સુધીનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જમીન અને બાંધકામ બંને માટે અલગ-અલગ દર નક્કી કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પ્રતિ ચોરસ મીટર લેખે 4થી લઈને 15 રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો હતો. ઔડાની આ દરખાસ્તને સરકારની મંજૂરી મળશે એટલે અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો થવાનો છે.
ડેવલપમેન્ટ ચાર્જમાં કેટલો વધારો
જમીનનો ઉપયોગ હાલના દર સુચિત દર
રહેણાંક જમીન ` 4 ` 40
રહેણાંક બાંધકામ ` 12 ` 50
વાણિજ્ય જમીન ` 5 ` 60
વાણિજ્ય બાંધકામ ` 15 ` 75
ઈન્ડસ્ટ્રી. જમીન ` 4 ` 60
ઈન્ડસ્ટ્રી. બાંધકામ ` 12 ` 75
ખેતીવાડી જમીન ` 2 ` 25
ખેડીવાડી બાંધકામ ` 5 ` 25
જાહેર- શૈક્ષણિક જમીન ` 2 ` 25
જાહેર- શૈક્ષણિક બાંધકામ ` 5 ` 25
અન્ય જમીન ` 2 ` 40
અન્ય બાંધકામ ` 5 ` 50
(નોંધ - ભાવ પ્રતિ ચો.મી.ના છે)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે