Home> Gujarat
Advertisement
Prev
Next

‘હું CM બન્યો ત્યારે કહ્યું હતું કે, 20-20 રમવા આવ્યો છું, એટલે ક્રીઝની ચિંતા નથી કરતો. અડધી પીચે જ રમુ છું...’

અમદાવાદ (Ahmedabad)માં યોજાયેલ પ્રોપર્ટી શોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હું મુખ્યમંત્રી બન્યો ત્યારે કહ્યું હતું કે હું 20-20 રમવા આવ્યો છું. એટલે હું ક્રીઝની ચિંતા નથી કરતો. હું તો અડધી પીચે જ રમુ છું. લોકહિતના નિર્ણય લેવામાં ક્યારેય કશાચ રાખી નથી. મારે ક્રીઝની ચિંતા કરવાની જરૂરી નથી. હું ઝડપી નિર્ણય લઈ શકું છું. કારણ કે અમદાવાદ, સુરત, વડોદરામાં મારી એક ઈંચ પણ જમીન નથી. મારા કોઈ ભાગીદાર પણ નથી, એટલે મને ચિંતા કરવાની આવશ્યકતા નથી. 

‘હું CM બન્યો ત્યારે કહ્યું હતું કે, 20-20 રમવા આવ્યો છું, એટલે ક્રીઝની ચિંતા નથી કરતો. અડધી પીચે જ રમુ છું...’

બ્રિજેશ દોશી/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad)માં યોજાયેલ પ્રોપર્ટી શોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હું મુખ્યમંત્રી બન્યો ત્યારે કહ્યું હતું કે હું 20-20 રમવા આવ્યો છું. એટલે હું ક્રીઝની ચિંતા નથી કરતો. હું તો અડધી પીચે જ રમુ છું. લોકહિતના નિર્ણય લેવામાં ક્યારેય કશાચ રાખી નથી. મારે ક્રીઝની ચિંતા કરવાની જરૂરી નથી. હું ઝડપી નિર્ણય લઈ શકું છું. કારણ કે અમદાવાદ, સુરત, વડોદરામાં મારી એક ઈંચ પણ જમીન નથી. મારા કોઈ ભાગીદાર પણ નથી, એટલે મને ચિંતા કરવાની આવશ્યકતા નથી. 

fallbacks

Photos : પહેલીવાર સારાએ Bikiniમાં ફુલપોઝ આપ્યો, બોલ્ડ લૂક પર લોકોએ ધડાધડ કોમેન્ટ્સ કરી

ક્યાંય મારી કોઈ જમીન નથી. અહી બેસેલો કોઈ મારો ભાગીદાર પણ નથી
તેમણે કહ્યું કે, હું સ્પષ્ટ વક્તા છું અને ઝડપથી નિર્ણય લઈ શકું છું. અમારા ડિપાર્ટમેન્ટને સૂચના છે કે, દર વર્ષે 100 ટીપી મંજૂરી થવી જોઈએ. હું આવ્યો ત્યારે જ કહ્યું હતું કે, હું વન-ડે રમવા નથી આવ્યો. આવ્યો. હું તો 20-20 રમવા આવ્યો છું. 20-20 અડધે પીચે જ રમવુ પડે. ક્રીઝની ચિંતા હુ કરતો નથી. લોકોના કામ માટે જે થવું હોય તે કરું છું. અમદાવાદની બે-ચાર ટીપી કોમ્પ્લિકેટેડ છે. સળગતામાં હાથ નાંખતા લોકો બીતા હોય છે. સળગતામાં તો મારે પાણી નાંખવું છે. મારે ક્યાં દિવાસળી ચાંપવી છે? આપણએ વિકાસને આગળ વધારવાનો છે. ક્યાંય મારી કોઈ જમીન નથી. અહી બેસેલો કોઈ મારો ભાગીદાર પણ નથી. આ કારણે ઈમાનદારીથી કામ કરુ છું. મારો કોઈ પર્સનલ એજન્ડા નથી. 

વહેલી સવારે કાતિલ ઠંડીમાં વાંસદાવાસીઓ સૂતા હતા, ત્યારે આવ્યો 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે GIHED-CREDAIના પ્રોપર્ટી શોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ખુલ્લો મૂક્યો છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલ અને અમદાવાદના મેયર બીજલ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતમાં 45%થી વધુ વસ્તી શહેરી વિસ્તારોમાં છે. આગામી 25-30 વર્ષને ધ્યાનમાં રાખીને સરકાર આયોજન કરી રહી છે. લોકોની વાત સાંભળીને જ રાજ્ય સરકાર નિર્ણય કરી રહી છે. સરળતાથી કામ થાય એવી સિસ્ટમ ઉભી કરી છે. દર વર્ષે વિભાગને 100 નવી TP મંજુર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે અને છેલ્લા 2 વર્ષ થી લક્ષ્યાંક પાર પાડ્યો છે. અમદાવાદની 2-4 TP કોમ્પ્લિકેટેડ છે, એનો પણ નિર્ણય ઝડપથી લેવાઈ જશે.

Super Tips :  બે અલગ મોબાઈલમાં એકસાથે ચલાવો એક WhatsApp એકાઉન્ટ 

હાલ ગુજરાતમાં જે વિવિધ મુદ્દાઓ થયા, સળગ્યા તેના બાદ પહેલીવાર તેઓએ આ પ્રકારનું મહત્વનું નિવેદન આપ્યું છે. આમ, રાજકીય વર્તુળોમાં જે ચર્ચાઓ ચાલી રહી હતી, તે જોતા મુખ્યમંત્રીનું આ નિવેદન મહત્વનું ગણી શકાય. પોતાના પારદર્શી વ્યવહાર માટે આ નિવેદન મહત્વનું ગણી શકાય. તો બીજી તરફ રાજકીય ગરમાવાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોય તેવું પણ લાગે છે. મુખ્યમંત્રી ક્યારેય કોઈ પ્રાઈવેટ સ્ટેજ પરથી રાજકીય નિવેદન આપતા નથી, ત્યારે તેમનું આ નિવેદન મહત્વનું ગણી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More