Surat News: સુરતથી રત્ન કલાકારોની હત્યાના પ્રયાસનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં અનભ જ્વેલ્સમાં રત્ન કલાકારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. પાણીની ટાંકીમાં સેલ્ફોસ નામનું ઝેરી દ્રવ્ય ભેળવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. પાણી પીધા બાદ 118 રત્ન કલાકારોની તબિયત બગડી ગઈ હતી. આ દુર્ઘટનામાં એવી માહિતી સામે આવી છે કે ઝેરી દ્રવ્યનું પેકેટ આખું તૂટ્યું ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી. રત્ન કલાકારોને હૉસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.
ગુજરાત સહિત દેશમાં કેવું રહેશે આગામી ચોમાસું? ક્યાં મહિનામાં વરસાદ ભુક્કા બોલાવશે?
રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયા રત્નકલાકારોને મળવા પહોંચ્યા હતા. પ્રફુલ પાનસેરિયાએ ઘટનાને રાક્ષસી કૃત્ય ગણાવ્યું હતું અને પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ષડયંત્ર કરનારને છોડવામાં નહીં આવે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. ઘટનાની વિગતે તપાસ માટે FSLની મદદ લેવામાં આવી હતી. FSLના રિપોર્ટ બાદ ગુનો નોંધવામાં આવશે.
મહત્વનું છે કે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ મિલેનિયમ ડાયમંડ કોમ્પલેક્સમાં ચાલતા અનમ જેમ્સમાં એકાએક 118 રત્નકલાકારોની તબિયત બુધવારે ખરાબ થઈ ગઈ. જેમાં 2 રત્નકલાકારોને તો ICUમાં દાખલ કરાયા છે.. રત્નકલાકારોનો દાવો હતો કે પાણી પીધા બાદ તમામની તબિયત બગડી છે. પોલીસે તપાસ કરતા પાણીની ટાંકીમાંથી ઝેરી દ્રવ્ય એવા સેલ્ફોસનું પેકેટ મળી આવ્યું છે. સદનબીસે પેકેટ બરાબર તૂટ્યુ ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. હાલ તમામ રત્નકલારોની સારવાર ચાલી રહી છે અને તમામ સુરક્ષિત છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ખુદ મુખ્યમંત્રી પણ ઘટનાની માહિતી મેળવી રહ્યા છે.
સાવધાન! હળદરની ખેતીથી માલામાલ થવાની લાલચ ભારે પડી! આ રીતે રાજકોટની પેઢીએ 65 કરોડ ગુમ
ઉલ્લેખનીય છે કે ગઈકાલે (બુધવાર) સુરતમાંથી એવા સમાચાર સામે આવ્યા હતા કે પાણી પીધા બાદ 118 રત્નકલાકારોની તબિયત લથડી હતી. કૂલરમાંથી પાણી પીધા બાદ 118થી વધુ રત્નકલાકારોની તબીયત પર અસર થઈ હોવાના સમાચાર છે. પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈએ અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો આરોપ રત્નકલાકારોએ લગાવ્યો હતો. તમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિલેનિયમ બિલ્ડીંગમાં આવેલી નઓફ જેમ્સ નામની કંપનીમાં આ ઘટના બની હતી. જ્યાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી હતી. કૂલરનું પાણી દૂષિત હોવાને કારણે રત્નકલાકારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કૂલરમાં સેલ્ફોસ નામની વસ્તુ નાખેલી હોવાનું જોવા મળ્યું છે. કેટલાક રત્નકલાકારો તો સ્વયં રિપોર્ટ કરાવવા પહોંચ્યા હતા.
અ'વાદનો સગીર ઓનલાઈન ગેમિંગમાં હારી ગયો રૂપિયા, બાદમાં જે થયું તે જાણી તમે ચોંકી જશો!
શું ઝેરી દવાની અસર થઈ?
સૂત્રોના જણાવ્યા મુજબ પાણી પીધા બાદ રત્નકલાકારોની હાલત બગડી હતી. ત્યારબાદ બધાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પીવાના પાણીમાં અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે