Home> World
Advertisement
Prev
Next

ચીન પર 125% ટેરિફ ઝીંક્યા બાદ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, અન્ય દેશોને પણ ચેતવ્યા

અમેરિકા અને ચીન વચ્ચે એક અલગ જ કોલ્ડ વોર ચાલી રહી છે. જેને ટ્રેડ વોર કહીએ તો ખોટું નથી. અમેરિકાના ટેરિફના જવાબમાં ચીને પણ ટેરિફ ઝીંકતા અમેરિકા રાતુંપીળું થયું અને કમરતોડ વળતો ટેરિફ ઝીંક્યો. 
 

ચીન પર 125% ટેરિફ ઝીંક્યા બાદ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, અન્ય દેશોને પણ ચેતવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ચીન પર ટેરિફ વધારીને 125 ટકા કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે કોઈએ તો આ કરવાનું જ હતું. વાત જાણે એમ છે કે વ્હાઈટ હાઉસમાં NASCAR, INDY અને IMSA ચેમ્પિયન્સ સાથે બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું કે કોઈ અન્ય અમેરિકી નેતા આટલું સાહસિક પગલું ભરી ન શકત. તેમણે એમ પણ કહ્યું કે ચીન સાથે અગાઉનો વેપાર અસંતુલિત હતો અને આ અસહનીય થઈ ગયું હતું. 

fallbacks

રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો કે ગત વર્ષે ચીને અમેરિકા સાથે વેપારથી 1 ટ્રિલિયન અમેરિકી ડોલરની કમાણી કરી હતી. જેને તેમણે પોતાની આક્રમક ટેરિફ નીતિ દ્વારા ઉલટી નાખી છે. તેમણે કહ્યું કે કોઈ અન્ય રાષ્ટ્રપતિ આમ કરત નહીં. કોઈએ તો આ પગલું  ભરવાનું જ હતું. આ અટકાવવું જરૂરી હતી કારણ કે તે ટકાઉ નહતું. 

75 દેશો માટે રેસિપ્રોકલ ટેરિફ પર 90 દિવસની રોક અંગે ટ્રમ્પે કહ્યું કે મે એ દેશો માટે 90  દિવસની છૂટ આપી છે જેમણે જવાબી કાર્યવાહી કરી નથી પરંતુ જેમને ચેતવણી અપાઈ હતી કે જો તેમણે જવાબી કાર્યવાહી કરી તો અમે ટેરિફ ડબલ કરી દઈશું. આજ અમે ચીન સાથે કર્યું કારણ કે તેમણે જવાબી કાર્યવાહી કરી હતી. 

ટ્રમ્પે વિશ્વાસ જતાવ્યો કે લાંબા ગાળે આ વેપારી સ્થિતિ અમેરિકા માટે અદભૂત સાબિત થશે. તેમણે કહ્યું કે વર્ષના અંત સુધીમાં, કે કદાચ તેનાથી પહેલા, એક એવી સમજૂતિ થઈ જશે જેની કોઈએ કલ્પના પણ કરી નહીં કરી હોય. 

અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું કે આવનારા 90 દિવસમાં આ દેશો સાથે અલગ અલગ સમજૂતિઓ પર ચર્ચા થશે. તેમણે તેને બેસ્પોક (customized) ચર્ચાઓ જણાવી. જો કે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ ટેરિફ વિરામ શેર માર્કેટમાં કડાકાનું કારણ છે તો તેમણે કહ્યું કે આ અન્ય દેશો દ્વારા વાતચીતની ઇચ્છાના કારણ છે. 

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કેરોલીન લેવિટે કહ્યું કે આ રાષ્ટ્રપતિ ટ્રમ્પની એક સુનિયોજિત રણનીતિ છે. તેમણે મીડિયાની ટીકા કરતા કહ્યું કે, મીડિયા એ સમજવામાં નિષ્ફળ રહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ શું કરે છે. તમે કહ્યું કે બાકી દુનિયા ચીન તરફ ઝૂકી રહી છે પરંતુ થયું તેનાથી બિલકુલ ઉલ્ટું. આજે  આખી દુનિયા અમેરિકાને કોલ કરી રહી છે, ચીનને નહીં. કારણ કે તેમને  અમારા બજારોની જરૂર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More