Corona Case Update in India: ભારતમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં આ વાયરસથી કુલ 5755 લોકો પ્રભાવિત થયા છે. વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 30 સુઘી પહોંચી ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 391 નવા કેસ નોંધાયા છે. એકલા દિલ્હીમાં કોરોનાના 73 નવા કેસ નોંધાયા છે. સાથે દિલ્હીમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 665 થઈ ગઈ છે.
ગુજરાતમાં કેટલો કેસ
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નોંધાયા 183 પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 822 થઈ છે. જેમાંથી 793 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે તો 29 દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં કોરોનાના 100થી વધારે કેસ નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 127 કેસ નોંધાયા છે. અઠવાડિયામાં કોરોનાના કેસ ડબલ થઈ ગયાં છે.
Noida, Uttar Pradesh: On COVID-19 cases, Deputy CMO Tikam Singh says, "Talking about the Corona update, currently we have a total of 190 cases. In the last 24 hours, 32 new cases have been reported. Out of these, 79 are male patients and 111 are female patients..." pic.twitter.com/ALQA5oqPgG
— IANS (@ians_india) June 6, 2025
કયા રાજ્યમાં કેટલા કેસ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે કેરળમાંથી સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કેરળમાં કોરોનાના 127 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કેરળમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 1,806 થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં કોરોનાના 26 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 622 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 29 નવા કેસ નોંધાયા. આ સાથે, કુલ કેસોની સંખ્યા 577 થઈ ગઈ છે.
9 મહિનાની ગર્ભવતી મહિલા સહિત 4 લોકોના મોત
અહેવાલમાં જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 4 લોકો મૃત્યુ પામ્યા છે. મધ્યપ્રદેશમાં એક, મહારાષ્ટ્રમાં એક, કેરળમાં એક અને તમિલનાડુમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. મધ્યપ્રદેશમાં 9 મહિનાની ગર્ભવતી મહિલા (45) નું કોરોનાથી મૃત્યુ થયું છે. તમને જણાવી દઈએ કે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ આ વર્ષે મે મહિનામાં કોરોના વિશે ચેતવણી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે