ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં બોમ્બ થી ઉડાવી દેવાના ધમકી ભરેલા 100 થી વધુ ઇમેઇલ કરનાર સાયબર ક્રાઈમ ગર્લની વિરૂધ્ધ અમદાવાદમાં સાયબર ક્રાઈમ બ્રાંચ, સરખેજ, ચાંદખેડા અને બોપલ પોલીસી સ્ટેશનમાં ધમકી ભરેલ ઇ-મેઇલ મોકલવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે ત્યારે હાલ રેની જોશિલદાનું બોપલ પોલીસે ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ ની કસ્ટડીમાં હતી ત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચની મહિલા કર્મચારી સાથે ઝગડો કરી મહિલા કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી જે મામલે વધુ એક ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશન માં નોંધાઈ છે.
ભારતને કોની લાગી ખરાબ નજર? એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ તેલંગાણામાં 36 લોકોના મોત
ધમકી ભરેલ ઇમેઇલ ના કેસ ની વાત કરવા માં આવે તો અત્યાર સુધીમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કેરલા પોલીસ , કર્ણાટક પોલીસ , મુંબઈ પોલીસ હિમાચલ પ્રદેશ પોલીસ , તમિલનાડુ પોલીસ અને ગોવા પોલિસી કરી ચૂકી છે અને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ ની તપાસ માં સામે આવ્યું છે કે 100 થી પણ વધુ ઇમેઇલ ભારત ભાર ના અલગ અલગ રાજ્યો ની અલગ અલગ સંસ્થા ને સાયબર ક્રાઈમ ની માસ્ટર માઇન્ડ રેની જોશિલદા કરી ચૂકી છે અને આ તમામ ઇમેઇલ કરવા પાછળ નું કારણ એક તરફી પ્રેમ હતો ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપી રેની જોશિલદા જેને એક તરફી પ્રેમ કરતી હતી એ યુવક નું પણ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગોપાલ ઈટાલિયા ભરાયો: કોંગ્રેસી લલિત વસોયાએ ફટકારી 10 કરોડની માનહાનિની નોટિસ, જાણો
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ ને 200 _ 200 પેજ ની બે ડાયરી મળી આવી છે આરોપી રેની જોશિલદા પાસે થી જે ડાયરી વર્ષ 2023 અને વર્ષ 2024 ની છે જે ડાયરી ભગવાન ને સબંધો કરીને લખી છે જેમાં દિવસ દરમિયાન ની દિન ચર્યા સહિત ફેક એકાઉન્ટ જે આરોપી એ બનાવ્યા હતા આ સહિત માતા પિતા પ્રત્યેના પ્રેમ વિશે લખેલું મળી આવ્યું છે જે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ માટે મહત્વનો પુરાવો બની રહેશે. સાથે જ આરોપી રેની જોશિલદા જે ધમકી ભરેલ ઇમેઇલ કરતી હતી. તેમાં પોલીસ થી બચવા માટે થી વિપીએન વર્ચ્યુઅલ નંબર સહિત ડાર્ક વેબ ના ઉપયોગ કરી જે જે ઇમેઇલ કરી રહી હતી જેમાં બચવા માટે થી જે એપ્લિકેશન ઓનલાઇન ખરીદી કરતી કે વર્ચ્યુઅલ નંબર મેળવતી હતી તેના માટે ના 213 પેમેન્ટ હિસ્ટ્રી મળી આવી છે જે તમામ રૂપિયા ડોલર માં ઓનલાઇન ચૂકવામાં આવ્યા છે.
'કેન્દ્રની સત્તામાં આવીશું તો RSS પર પ્રતિબંધ મૂકીશું...', ખડગેના પુત્રની જાહેરાત
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ આરોપી રેની જોશિલદા ની હજુ એક મોબાઈલ શોધી રહી છે જે મોબાઈલ માં કોઈ સીમકાર્ડ નાખ્યું ના હતું અને માત્ર વાયફાય સાથે કનેક્ટ કરી ને તેમાં થી જ બધા ધમકીભરેલ ઇમેઇલ કરવા માં આવ્યા છે આરોપી રેની જોશિલદા પૂછ પરછ માં સાથ સહકાર ન આપતી હોવા નું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે આરોપી રેની જોશિલદા ની ધરપકડ બાદ વધુ બે ધમકી ભરેલ ઇમેઇલ પણ મળી આવ્યા હતા. જેમાં એક ઇમેઇલ હાઇકોર્ટમાં અને બીજો વડોદરા ની શાળા માં જે આરોપી રેની જોશિલદા ના સમર્થનમાં કરવા માં આવ્યા હતા.
લો બોલો ! મા-બેટાએ કર્યો મોટો કાંડ, વેચી દીધી ભારતીય વાયુસેનાની જમીન, જાણો
ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ અત્યારે એ શોધી રહી છે કે શું રેની જોશિલદાનું કોઈ સાગરિત કે મદદ કરનાર છે કે એની કોઈ આરોપી છે જે આ ઘટનાનો ફાયદો લઈને ધમકી ભરેલ ઇ-મેઇલ મોકલી રહ્યું છે ત્યારે એક તરફી પ્રેમમાં વ્યક્તિ કેટલી હદ વટાવી શકે છે તેનું જીવતું જાગતું આ ઉદાહરણ થી લોકો આશ્ચર્ય પામ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે