ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) કાનપુરે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) એડવાન્સ્ડ 2025નું પરિણામ જાહેર કર્યું છે. આ સાથે જ પરીક્ષાની ફાઈનલ આન્સર કી પણ જાહેર કરી દીધી છે. જે ઉમેદવારોએ આ એન્જિનિયરીંગની પ્રવેશ પરીક્ષા આપી હતી તેઓ હવે JEE એડવાન્સ્ડની અધિકૃત વેબસાઈટ jeeadv.ac.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. આ વખતે પરીક્ષામાં રાજિત ગુપ્તા દેશભરમાં પ્રથમ ક્રમે છે. 360 માર્ક્સમાંથી 332 માર્કેસ મેળવીને રાજિત ગુપ્તાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ વખતે દેશભરમાંથી 1.82 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
અત્રે જણાવવાનું કે JEE એડવાન્સ્ડ 2025ની પરીક્ષા 18મી મેના રોજ બે શિફ્ટમાં યોજવામાં આવી હતી. જેમાં પેપર 1 અને પેપર 2 સામેલ હતા. વિદ્યાર્થીઓની રિસ્પોન્સ શીટ 22 મેના રોજ ઈશ્યુ કરાઈ હતી અને 25 મેના રોજ પ્રોવિઝનલ આન્સર કી ઉપલબ્ધ કરાઈ હતી. પરીક્ષાનું સ્તર આ વખતે ખુબ પડકારભર્યું હતું.
વિશેષજ્ઞો અને વિદ્યાર્થીઓના જણાવ્યાં મુજબ આ વખતે ગણિતનું પેપર સૌથી અઘરું હતું. જ્યારે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન પણ કપરા પડકારવાળા સ્તર પર હતા. JEE એડવાન્સ્ડમાં કુલ અંક ગણિત, ભૌતિક અને રસાયણ વિજ્ઞાનમાં મેળવેલા માર્ક્સના આધારે નક્કી થાય છે. રેંક લિસ્ટમાં સામેલ થવા માટે ઉમેદવારેએ દરેક વિષયમાં ન્યૂનતક યોગ્યતા અંક અને કુલ ન્યૂનતમ અંક પ્રાપ્ત કરવા જરૂરી હોય છે. સફળ વિદ્યાર્થીઓ હવે JoSAA કાઉન્સલિંગના માધ્યમથી પોતાના મનગમતી IIT સંસ્થાનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી શકે છે.
રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું
- તમારું રિઝલ્ટ જોવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
- અધિકૃત વેબસાઈટ jeeadv.ac.in પર જાઓ.
- "JEE Advanced 2025 Result" લિંક પર ક્લિક કરો.
- તમારું યૂઝર આઈડી અને પાસવર્ડ લોગઈન કરો.
- તમારું રિઝલ્ટ સ્ક્રિન પર જોવા મળશે.
- કાઉન્સિલિંગ પ્રક્રિયા માટે તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરો અને તેનું પ્રિન્ટ આઉટ લો.
પરિણામ બાદ હવે શું
જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA) તેવા વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલિંગ અને સીટ એલોટમેન્ટ પ્રક્રિયા શરૂ કરશે જેમણે આ પરીક્ષા પાસ કરી છે. કાઉન્સિલિંગ અને સીટ એલોટમેન્ટ પ્રક્રિયા વિદ્યાર્તીઓની IITs, NITs, IIITs અને અન્ય સરકારી-ફંડેડ ટેક્નિકલ સંસ્થાનો(GFTIs) જેવા ટોપ એન્જિનિયરિંગ સંસ્થાનોમાં એડમિશનની યોગ્યતા નક્કી કરશે. વિદ્યાર્થીઓ JoSAAની અધિકૃત વેબસાઈટ josaa.nic.in પર કાઉન્સિલિંગની પ્રક્રિયાની ડિટેલ શેડ્યૂલ જોઈ શકે છે.
વિદ્યાર્થીઓ આજે 2 જૂનથી 12 જૂન 2025 સુધી પોતાના મનગમતા સંસ્થાન માટે રજિસ્ટ્રેશન કરી શકે છે. JEE એડવાન્સ્ડ સીટ એલોટમેન્ટ પ્રક્રિયાની જરૂરી તારીખો અહી રજૂ કરી છે.
- મોક સીટ એલોટમેન્ટ 1: 9 જૂન
- મોક સીટ એલોટમેન્ટ 2: 11 જૂન
- ફાઈનલ ચોઈસ લોકિંગ: 12 જૂન
- રાઉન્ડ 1 એલોટમેન્ટ : 14 જૂન
- રાઉન્ડ 2 એલોટમેન્ટ : 21 જૂન
- રાઉન્ડ 3 એલોટમેન્ટ : 28 જૂન
- રાઉન્ડ 4 એલોટમેન્ટ : 4 જુલાઈ
- રાઉન્ડ 5 એલોટમેન્ટ : 10 જુલાઈ
- IITs/NIT+ માટે ફાઈનલ રાઉન્ડ : 16 જુલાઈ
આર્કિટેક્ચરમાં અભ્યાસ કરવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે આર્કિટેક્ચર એપ્ટીટ્યૂડ ટેસ્ટ (એએટી) 2025 માટે રજિસ્ટ્રેશન 2 જૂનથી 3 જૂન સુધી ખુલ્લું રહેશે. એએટી 2025 પરીક્ષા 5 જૂનના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી નિર્ધારિત છે. જેનું પરિણામ 9 જૂનના રોજ આવે તેવી આશા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે