Home> Gujarat
Advertisement
Prev
Next

વીજળીના કડાકા સાથે અમદાવાદના આ વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર: ચોમાસા પહેલા જ મેઘરાજાની તોફાની ઈનિંગ

Ahmedabad Unseasonal Rains: અમદાવાદમાં મોડી રાત્રે અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણી પાણી થયા. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં તમામ સ્થળોએ વરસાદ પડ્યો હતો. SG હાઈવે, વૈષ્ણોદેવી, તપોવન સર્કલ જેવા વિસ્તારોમાં પણ વરસાદ છે, તો નરોડા, નિકોલ, બાપુનગર, ગુરુકુળમાં વરસાદ પડ્યો. તો કેટલાક સ્થળોએ પાણી ભરાયા હોવાની માહિતી પણ સામે આવી છે.

વીજળીના કડાકા સાથે અમદાવાદના આ વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર: ચોમાસા પહેલા જ મેઘરાજાની તોફાની ઈનિંગ

Ahmedabad Heavy Rain: અમદાવાદમાં બુધવારની સાંજથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો હતો. જે બાદ અમદાવાદમાં બુધવારની મોડી રાત્રે અચાનક ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. અમદાવાદમાં મોડી રાત્રે એકાએક ધોધમાર વરસાદની શરૂઆત થઈ. શહેરના અનેક વિસ્તારોમાં રાત્રે 2:30 વાગ્યે વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને બફારાથી રાહત મળી ઠંડકનો અહેસાસ થયો છે.

fallbacks

રાત્રે 2:30 વાગ્યાની આસપાસ સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. આ ઉપરાંત ભાર પવનના કારણે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. આ અણધાર્યા વરસાદે શહેરમાં ઠંડક પ્રસારી, જેનાથી લોકોને ઉનાળાના બફારાથી રાહત મળી છે.

ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી?
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચોમાસું હવે લગભગ ગુજરાતની નજીક આવી રહ્યું છે. તારીખ 10મી જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશી કરી શકે છે. જેમાં સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે. જોકે, તે પહેલા દરિયો ગાંડો થઈ શકે છે. 28થી 30 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત દક્ષિણ-સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ હતી. ત્યારે રાત્રે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More