Suryakumar Yadav: 5 વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની નજર તેમના છઠ્ઠા ખિતાબ પર છે. IPL 2025માં હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળની મુંબઈની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. તેનો સામનો એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે થશે. સ્ટાર ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ટીમને પ્લેઓફમાં લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે એકલા હાથે ટીમને ઘણી મેચો જીતાડી છે. ટીમની એલિમિનેટર મેચ પહેલા સૂર્યકુમાર યાદવે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે, જેના પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
સૂર્યકુમાર યાદવે આ પોસ્ટ કરી શેર
સૂર્યકુમાર યાદવના પિતા અશોકકુમાર યાદવ નિવૃત્ત થઈ ગયા છે. તેઓ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. સૂર્યકુમાર યાદવે આ ખાસ પ્રસંગે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી, જેમાં તેમના પિતા અને પરિવાર સાથેના કેટલાક ફોટા શેર કર્યા. તેમણે એક ઇમોશનલ કેપ્શન પણ લખ્યું. તેમની પોસ્ટ પર ફેન્સ ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે.
આ રાજ્યમાં 80%થી વધારે લોકો છે શુદ્ધ શાકાહારી! નામ સાંભળીને રહી જશો હક્કા-બક્કા
'એક મહત્વપૂર્ણ ઇનિંગનો અંત...'
સૂર્યાએ લખ્યું કે, 'મારા પહેલા અને હંમેશાના હીરો, રોલ મોડેલ, જીવનની માર્ગદર્શિકા અને માર્ગદર્શક માટે... તમારી એક મહત્વપૂર્ણ ઇનિંગ પૂરી થઈ ગઈ છે અને તમે હંમેશા દરેક ભૂમિકાને સારી રીતે સંભાળી છે. એક સામાન્ય માણસ જેણે અમને એક અસાધારણ જીવન આપવામાં કોઈ કસર છોડી નથી... ચાલો આજે અમે તમને જણાવીએ કે, અમને તમારા અને તમારી સિદ્ધિઓ પર કેટલો ગર્વ છે. આગામી ઇનિંગ માટે તૈયાર થવાનો સમય આવી ગયો છે, પિતાજી.' સુયકુમારની આ પોસ્ટ પર એક ફેન્સે કોમેન્ટ કરી કે, 'અમને સૂર્યા ભાઉ જેવો સ્ટાર આપવા બદલ આભાર. હેપ્પી રિટાયરમેન્ટ અંકલજી.'
RCB ની ફાઇનલ ટિકિટ કન્ફર્મ! શ્રેયસ માટે ટેન્શન બન્યો આ મહારેકોર્ડ,મંડરાયો હારનો ખતરો
પિતાને સપોર્ટથી સફળ ક્રિકેટર બન્યો સૂર્યકુમાર
અશોક કુમાર યાદવે સૂર્યકુમારના ક્રિકેટ કરિયરને બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. શરૂઆતમાં જ્યારે સૂર્યકુમારે પોતાનો અભ્યાસ છોડી દીધો અને ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો ત્યારે ઘણા લોકો તેના માતાપિતાને ટોણા મારતા હતા. પરંતુ અશોક યાદવે તેના પુત્રની પ્રતિભામાં વિશ્વાસ રાખ્યો અને તેને ક્યારેય ક્રિકેટ રમવાથી રોક્યો નહીં. તેમણે હંમેશા તેના પુત્રને ટેકો આપ્યો, જેના કારણે આજે સૂર્યા 'મિસ્ટર 360 ડિગ્રી' તરીકે પ્રખ્યાત થયો.
જૂનમાં બુધનો ઉદય આ 3 રાશિઓને કરી દેશે માલામાલ, બિઝનેસમાં નફો અને નોકરીમાં થશે મોજે દરિયા!
ધુમ મચાવી રહ્યું છે, સૂર્યાનું બેટ
સૂર્યકુમાર યાદવનું બેટ આઈપીએલ 2025માં ધુમ મચાવી રહ્યું છે. સૂર્યાએ અત્યાર સુધી રમાયેલી 14 મેચમાં 71.11 ની સરેરાશથી 640 રન બનાવ્યા છે. આ મુંબઈ ઈન્ડિયન્સ માટે એક સિઝનમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવેલા સૌથી વધુ રન છે, જેણે સચિન તેંડુલકર (2010માં 618 રન)નો રેકોર્ડ તોડ્યો છે. તે 167.97 ના સ્ટ્રાઈક રેટથી વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે. તેણે આ સિઝનમાં 5 અડધી સદી પણ ફટકારી છે. મુંબઈનો આ સ્ટાર બેટ્સમેન ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા નંબરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે