Ahmedabad Plane Crash : એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. 12 જૂનના રોજ થયેલા આ ભયાનક અકસ્માતમાં 274 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ફક્ત વિમાનમાં સવાર મુસાફરો જ નહિ, પરંતુ જમીન પર હાજર ઘણા લોકો પણ સામેલ હતા. અમદાવાદમાં થયેલા આ અકસ્માતમાં BJ મેડિકલ કોલેજના ઘણા વિદ્યાર્થીઓ પણ હાજર હતા, જેમાંથી કેટલાક ઘાયલ થયા હતા અને કેટલાકે જીવ ગુમાવ્યો હતો. આ દુ:ખદ ઘટના પછી, હવે આ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે મદદની માંગ કરવામાં આવી રહી છે.
IMA એ ટાટા ગ્રુપને મદદ માટે અપીલ કરી
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા ટાટા સન્સના ચેરમેન હેમચંદ્રશેખરને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર વિમાન દુર્ઘટનામાં સહાય મુદ્દે IMA દ્વારા લખાયો છે. જેમાં એસોસિયેશનના નેશનલ પ્રેસિડન્ટ ડો.અનિલ નાયકે જણાવ્યું કે, મેડિકલ હોસ્ટેલ પર વિમાન પડતા તબીબોના પણ મોત થયા છે. 4 તબીબ, તબીબોના પરિવાર, સ્ટાફે પણ જીવ ગુમાવ્યો છે. ટાટા ગ્રૂપે મૃતકોને 1 કરોડની સહાયની જાહેરાત કરી છે. પરંતું જેમના પર વિમાન પડ્યું અને અન્ય મૃતકો માટે પણ સહાય જાહેરાત કરવામાં આવે. તેમને પણ 1 કરોડની સહાય મળવી જોઈએ. જે તબીબોને શારીરિક ઈજા પહોંચી છે, તેમને પણ સહાય મળવી જોઈએ. ફક્ત દવાનો ખર્ચ તો સરકાર અને ખાનગી હોસ્પિટલોએ પણ ઉઠાવ્યો છે. પરંતું જેને ડિસેબિલિટી રહે એને માટે પણ સહાય જાહેર કરો.
અમદાવાદ પ્લેન ક્રેશનો સૌથી પહેલો LIVE વીડિયો બનાવનાર સગીરની પોલીસે કરી અટકાયત
IMA એ વધુમાં કહ્યું કે, જે તબીબ વિદ્યાર્થીઓને નુકસાન થયું એમને સહાય આપો. હોસ્ટેલ તૂટી ગઈ છે, ભયનક દ્રશ્યો છે. ત્યાં વિદ્યાર્થીઓ જઈ શકે એમ નથી. આગામી સમયમાં વિદ્યાર્થીઓને રહેવા વ્યવસ્થા કરવા ટાટા ગ્રૂપને વિનંતી છે. ટાટા સન્સ સત્વરે આ મુદ્દે ખુલાસો કરે. વિદ્યાર્થીઓ અને તબીબોના હિતમાં સુપ્રિમમાં પણ અરજી કરાઈ છે કે 50 લાખની વચગાળાની સહાય જાહેર કરવામાં આવે. અમારી ટાટા સન્સને વિનંતી છે કે આ વિષયમાં ખુલાસો કરે.
એર ઈન્ડિયાના સીઈઓએ શું કહ્યું...
શનિવારના રોજ એર ઈન્ડિયાના સીઈઓ વિલ્સને ટ્વિટર પર એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, ટાટા ગ્રુપ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયા આપશે. ગ્રુપ ઘાયલોના તમામ તબીબી ખર્ચ પણ ભોગવશે. અમે આ નુકસાનથી ખૂબ જ દુઃખી છીએ અને અસરગ્રસ્તો માટે શોક વ્યક્ત કરીએ છીએ. એર ઈન્ડિયાએ અમદાવાદમાં 100 થી વધુ સંભાળ રાખનારાઓ અને 40 એન્જિનિયરિંગ સ્ટાફને તૈનાત કર્યા છે. પીડિતોના પરિવારોને મદદ કરવા માટે અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને લંડનમાં સહાય કેન્દ્રો પણ સ્થાપવામાં આવ્યા છે, જેમાં તેમની મુસાફરીને સરળ બનાવવા અને લોજિસ્ટિકલ અને ભાવનાત્મક સહાય પૂરી પાડવાનો સમાવેશ થાય છે.
Message from Campbell Wilson, CEO & MD, Air India. pic.twitter.com/vw3osNwukH
— Air India (@airindia) June 13, 2025
દુર્ઘટના સ્થળની મુલાકાત લઈને અને સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરીને, વિલ્સને ચાલુ તપાસમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી અને અસરગ્રસ્ત પરિવારોને ટેકો આપવા માટે એરલાઈનની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.
જોકે, બીજી તરફ આઈએમએ દ્વારા તબીબ વિદ્યાર્થીઓને સહાય અપાશે કે નહિ તેની સ્પષ્ટતા કરવા અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, 12 જૂને બનેલી દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. એર ઈન્ડિયાનું પ્લેન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર તૂટી પડ્યું હતું. આ સમયે લંચનો સમય હોવાથી મેડિકલના વિદ્યાર્થો મેસમાં લંચ લઇ રહ્યાં હતા. આ વિધાર્થીઓમાં કેટલાક ઘાયલ થયા છે. તો 4 એમબીએસના વિદ્યાર્થીઓ મૃત્યુ થયા છે. તેથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશને મૃતક તબીબોના પરિવારજન અને અસરગ્રસ્ત તબીબોને મદદ કરવા એર ઈન્ડિયાને અનુરોધ કર્યો છે.
તૂટેલા વિમાનના કાટમાળમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો, એરહોસ્ટેસનો હોવાની શક્યતા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે