Mehsana News : ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવા જતા વધુ એક ગુજરાતી પરિવાર સાથે મોટી દુર્ઘટના બની છે. મહેસાણાના વિજાપુરનો પરિવાર ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળ્યો હતો, અને સેન ડિયોગા દરિયા કિનારે બોટ પલટી જતા તણાયો હતો. જેમાં પુત્ર અને પુત્રીનું મોત નિપજ્યું છે. તો પતિ-પત્ની સારવાર હેઠળ છે.
ગુજરાતમાં ફરી એકવાર ડિંગુચાના ચૌધરી પરિવાર જેવી ઘટના બની છે, જેઓ મોતના રસ્તા અમેરિકા જતા હતા અને આખા પરિવારને મોત મળ્યું હતું. ત્યારે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસણખોરીએ જીવ લીધો છે. અમેરિકા જવાની લ્હાયમાં મહેસાણાના વિજાપુરના પરિવારે બે સંતાનો ગુમાવ્યો.
મહેસાણાના વિજાપુરના પરિવાર સાથે આ ઘટના બની છે. પતિ-પત્ની અને પુત્ર-પુત્રીનો ચાર જણાનો પરિવાર અમેરિકા જઈ રહ્યો હતો, ત્યારે મેક્સિકોથી ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા હતા. ત્યારે સેન ડિયેગો દરિયાના કિનારે પાણીના ભારે પ્રવાહને કારણે બોટ પલ્ટી ગઈ હતી. આ ઘટનામાં પુત્ર પ્રિન્સ અને પુત્રી માહીનું પાણીમાં ડૂબતા મોત નિપજ્યું છે. તો પતિ દિનેશભાઈ, પત્ની સંગીતાબેન બચી ગયા હતા, બંને હાલ સારવાર હેઠળ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મેહસાણાના વિજાપુર આનંદપુરાનું પરિવાર મેક્સિકોથી અમેરિકા જતું હતું. ગેરકાયદેસર પ્રવેશ સમયે સેન ડિયેગો કિનારે આ દુર્ઘટના ઘટી હતી. કિનારે પહોંચવાની તૈયારી જ હતી, ત્યાં દરિયાનું વિશાળ મોજું આવ્યું અને નૌકા પલટી ગઈ હતી. છેક દરિયા કિનારે પહોંચેલી નૌકા પલટી મારી હતી. પુત્ર અને પુત્રીના મોત નિપજ્યા છે, તો પતિ-પત્ની હાલ CBP ની કસ્ટડીમાં છે. પુત્ર પ્રિન્સનો મૃતદેહ મળ્યો છે, અને પુત્રી મહિના મૃતદેહની શોધખોળ ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે