Montu Patel Mega Scam : નાણાં લઈને મહારાષ્ટ્રમાં મેડિકલ કોલેજોને માન્યતા અપાવવાના આરોપ બાદ cbi દ્વારા ગાંધીનગરના ઝુંડાલ ગામે મોન્ટુ પટેલનું નામ સામે આવ્યું છે. મોન્ટુ પટેલનું 5400 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે મોન્ટુ પટેલના અનેક કાળા કાંડ ખૂલી રહ્યાં છે. મોન્ટુ પટેલ ભાજપ યુવા મોરચા સાથે પણ સંકળાયેલા છે.
દેશની 12000 ફોર્મસી કોલેજ જેની અન્ડરમાં આવે છે એ 'ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા'ના વડા સામે કરોડો રૂપિયાના ગોટાળાનો આરોપ લાગ્યો છે. જેના પર 5400 કરોડના વહીવટનો આરોપ લાગ્યો છે તે મોન્ટુ પટેલ હાલ ફરાર છે. જેની સામે ખોટી રીતે અધ્યક્ષ બની ફાર્મસી કોલેજમાં અલગ-અલગ મંજૂરીના નામે લાખો રૂપિયા ઉઘરાવવાનો આરોપ છે. મોન્ટુ પટેલની દિલ્હી સ્થિત ઓફિસ તેમજ અમદાવાદ સ્થિત પ્રોપર્ટી પર સીબીઆઈએ બુધવાર મોડી રાત્રે દરોડા પાડયા હતા. તેના બાદ તેણે કરેલા કાળા કાંડનો ભાંડો ધીરે ધીરે ખૂલી રહ્યો છે. આ સાથે જ કેટલાક લોકો હવે આ કૌભાંડો અંગે ખૂલીને બોલી રહ્યાં છે.
IELTS કૌભાંડમાં પણ મોન્ટુ પટેલ સામેલ
મોન્ટુ પટેલ IELTS કૌભાંડમાં પણ સામેલ હતો. જેમાં મોન્ટુ પટેલની પત્ની ખુશ્બુ વોરા બીજા પરીક્ષાર્થીઓ વતી એક્ઝામ આપવા જતી હતી. એક છોકરા પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા. તેમણે આ રીતે 300 કરોડ રૂપિયા બનાવ્યા હોવાની ચર્ચા ઉઠી છે.
માળખા વગરની અનેક કોલેજોને મંજૂરી આપ્યાનો એફઆઇઆરમાં ઉલ્લેખ કરાયો છે. મોન્ટુ સામે કોલેજ દીઠ 20 થી 25 લાખ લીધાનો આક્ષેપ છે. મોન્ટુ પટેલે પ્રમુખની ચૂંટણી જીતવા રૂપિયા આપ્યા હોવાનો પણ એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે.
રાજકોટથી મોટા સમાચાર : ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને પાસામાં ધકેલાયા
વોટ ખરીદીને મોન્ટુ પટેલ અધ્યક્ષ બન્યો
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, એવી પણ ચર્ચા છે કે, મોન્ટુ પટેલ અગાઉ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ'ની ચૂંટણી હારી ગયો હતો. પછી બાદમાં રૂપિયાના જોરે તે ચૂંટણી જીત્યોહતો. મોન્ટુ પટેલે મેમ્બર્સને 5 થી 25 લાખ રૂપિયા આપીને વોટ ખરીદ્યા હતા.
સરદારધામને પણ આપ્યા રૂપિયા
ચર્ચા છે કે, મોન્ટુ પટેલે સરદાર ધામમાં 5 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. ત્યાંના બોર્ડ પર 5 કરોડના દાતા તરીકે તેનું નામ પણ છે.
ભાજપના 11 વર્ષના શાસનમાં કાઉન્સિલોમાં લૂંટનો કારોબાર ચાલે છે
ફાર્મસી કાઉન્સિલમાં ભ્રષ્ટાચાર અંગે CBIના દારોડાના કેસમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ લગાવ્યા કે, ફાર્મસી કાઉન્સિલના ચેરમેન મોન્ટુ પટેલ ભાજપ સાથે સીધા સંકળાયેલા છે. ભાજપના 11 વર્ષના શાસનમાં વિવિધ કાઉન્સિલમાં લૂંટનો કારોબાર ચાલે છે. તમામ કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે પૈસા ઉઘરાવે છે. મંજૂરી માટેના ભાવો અલગ અલગ છે. સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં શુ ચાલી રહ્યું છે. કેમ આ બાબતે સરકાર મૌન છે. ખોટા લાયસન્સના આધારે મેડિકલ સ્ટોર ધમધમી રહ્યા છે. ગુજરાતમાં ફાર્મસીની 84 કોલેજો છે, જેમાંથી માત્ર 3 કોલેજ સરકારી છે. સરકારે માત્ર ખાનગી કોલેજોને જ મંજૂરી આપી છે. કોલેજોના સંચાલકોને ફીના નામે મોટા પેકેજ અપાય છે. દિલ્હીમાં બેઠેલા આકાઓના ઈશારે આ ભ્રષ્ટાચાર ચાલે છે. ભાજપની ટાંટિયાખેંચમાં આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અને ફાર્મસી કાઉન્સિલના ચેરમેન વચ્ચે ભાગબટાઈમાં વાંધો પડ્યો. જેના કારણે આ ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો. કેટલી કોલેજોની માન્યતા આપવામાં શુ ખેલ થયો તેની તપાસ કરવામાં આવે. ગુજરાતમાં કેટલી કોલેજોમાં ગોલમાલ થઈ તેની પણ તપાસ થવી જોઈએ.
પરેશ ગોસ્વામીની આગાહી : ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ, આ જિલ્લાઓને હવે ડુબાડશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે