Home> India
Advertisement
Prev
Next

3 મહિલા, 3 પુરૂષ; ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની રેસમાં કોની દાવેદારી મજબૂત

New BJP President: ભારતીય જનતા પાર્ટી જલ્દી એક કેન્દ્રીય ચૂંટણી સમિતિની રચના કરશે, જે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રૂપથી સંપન્ન કરાવશે. ઉમેદવારી, તપાસ અને જો મતદાનની જરૂર પડે તો તેની અધીન થશે.
 

3 મહિલા, 3 પુરૂષ; ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની રેસમાં કોની દાવેદારી મજબૂત

BJP President Election: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળવા જઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થતાં જ ઘણા નામોની ચર્ચા થઈ રહી છે. ભગવા પક્ષની તૈયારીઓ હવે લગભગ અંતિમ તબક્કામાં છે. વર્તમાન પ્રમુખ જે.પી. નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2023 માં સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, તેમનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો. હવે, ભાજપ નવા પ્રમુખની નિમણૂક તરફ આગળ વધી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ વખતે એવી ચર્ચા છે કે પાર્ટી તેના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકે છે. જોકે, અત્યાર સુધીમાં દાવેદારોમાં 6 નેતાઓના નામ બહાર આવ્યા છે. તેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે.

fallbacks

1. નિર્મલા સીતારમણ
દેશના પ્રથમ પૂર્ણકાલિન મહિલા નાણામંત્રી અને પૂર્વ રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ન માત્ર ભાજપના વરિષ્ઠ નેતા છે, પરંતુ તે આંતરરાષ્ટ્રીય મંચો પર પણ ભારતનું મજબૂત પ્રતિનિધિત્વ કરે છે. તેઓ તમિલનાડુથી આવે છે, જ્યાં ભાજપ પોતાને મજબૂત બનાવવા ઈચ્છે છે. તેમની વહીવટી ક્ષમતા અને પાર્ટી નેતૃત્વનો વિશ્વાસ તેમની દાવેદારી મજબૂત બનાવે છે.

2. ડી. પુરંદેશ્વરી
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનટી રામારાવના દીકરી ડો. પુરંદેશ્વરી તાજેતરમાં આંધ્ર પ્રદેશમાં ભાજપના પ્રમુખ રહ્યાં છે. તે પાર્ટીના ઓપરેશન સિંદૂર જેવા કૂટનીતિક મિશનનો ભાગ રહી ચૂક્યા છે. તેમની બહુભાષીયતા અને રાજકીય વારસો એક પ્રભાવશાળી દક્ષિણ ભારતીય ચહેરો બનાવે છે.

3. વનાથી શ્રીનિવાસન
કોયંબતૂર દક્ષિણથી ધારાસભ્ય વાનાથી શ્રીનિવાસ ભારતીય મહિલા માર્ચોના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. 1993થી પાર્ટીમાં જોડાયેલા શ્રીનિવાસનને 2022મા ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં સ્થાન મળ્યું હતું. આમ કરનાર તે પ્રથમ તમિલ મહિલા નેતા બન્યા હતા. તે જમીન સાથે જોડાયેલા છે અને સંગઠનની નાડ પારખવા માટે જાણીતા છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે 4% નો વધારો, જાણો

4. ધર્મેન્દ્ર પ્રધાન
ઓડિશાથી આવતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ભાજપના કુશળ રણનીતિકાર માનવામાં આવે છે. તેઓ ઓબીસી સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે અને પાર્ટીના આંતરિક વર્તુળમાં મજબૂત છાપ ધરાવે છે. તેમના નેતૃત્વમાં પાર્ટીએ ઘણી ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

5. શિવરાજ સિંહ ચૌહાણ
મામાના નામથી લોકપ્રિય શિવરાજ સિંહ ચૌહાણ ચાર વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હવે કેન્દ્રમાં મંત્રી છે. તેઓ ભાજપના લોકપ્રિય જનનેતામાં સામેલ છે. તેમની સહજતા, સાદગી અને ગ્રામીણ ભારતમાં પકડ તેમના પાર્ટીનો એક જન-ચહેરો બનાવે છે.

6. મનોહર લાલ ખટ્ટર
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી હવે કેન્દ્ર સરકારમાં છે. તેમની વહીવટી શાખ અને સંઘ સાથે નજીકી તેમને રાષ્ટ્રીય સ્તર પર યોગ્ય બનાવે છે. તેઓ પાર્ટીના તે વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે જે અનુશાસન અને કાર્યસંસ્કૃતિ પર વિશેષ બળ આપે છે.

સૂત્રો અનુસાર ભાજપ આગામી અધ્યક્ષ પસંદ કરવા માટે ત્રણ મુખ્ય બિંદુઓ પર ધ્યાન આપી રહી છે. તેમાં સંગઠનનો અનુભવ, પ્રાદેશિક સંતુલન અને જાતીય સમીકરણ. મહિલા નેતૃત્વની સંભાવના એટલા માટે પણ મજબૂત માનવામાં આવી રહી છે, કારણ કે ભાજપે 2023મા મહિલા અનામત બિલને સંસદમાં પાસ કરાવ્યું છે. આ સિવાય તાજેતરની ચૂંટણીમાં મહિલા મતદાતાઓએ ભાજપને સમર્થન આપ્યું છે. એક મહિલા અધ્યક્ષ પાર્ટીને સામાજિક અને રાજકીય સ્તર પર મોટો સંદેશ આપવામાં મદદ કરી શકે છે.

વિપક્ષની પણ રહેશે નજર
કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને વિપક્ષી દળ ભાજપની આ રણનીતિ પર નજર રાખી રહ્યાં છે. 2026ની વિધાનસભા ચૂંટણી અને 2029ની લોકસભા પહેલા નવા અધ્યક્ષ ભાજપના ભવિષ્યની દિશા નક્કી કરશે. તેથી આ માત્ર એક પદ નહીં, પરંતુ ભાજપના રાજકીય ભવિષ્યનો પાયો પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More