અમદાવાદ: અમદાવાદ પ્લેન ક્રેશમાં અત્યાર સુધી 274 લોકોના મોતના સમાચાર છે. દુર્ઘટના બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલની ઉપર થઈ હતી. તેમાં ઘણા નિવાસી ડોક્ટર, વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનો હવે આ દુનિયામાં નથી કે પછી જીવન-મરણનો જંગ લડી રહ્યાં છે. સાથે એક જંગ સિસ્ટમ સામે છે. નિવાસી ડોક્ટર અનિલે મીડિયા સામે રડતાં-રડતાં પોતાની વ્યથા ઠાલવી છે, જેનો વીડિયો વાયરલ થયો છે. ડોક્ટર માંગ કરી રહ્યાં છે કે તેમને થોડો સમય આપવામાં આવે.... તેમણે નિઃસહાય હાલતમાં કહ્યું કે તેમની દીકરી હોસ્પિટલમાં દાખલ છે અને તે અહીં છે.
આ યોગ્ય નથી
નિવાસી ડોક્ટર અનિલે મીડિયાને જણાવ્યું કે અમે રૂમમાં ચારથી પાંચ નિવાસી ડોક્ટર છે. કોઈ તે સમયે ડ્યુટી પર હતા, કેટલાક ડ્યુટી પર નહોતા તેના મોત થયા. તેમણે જણાવ્યું કે હવે ડોક્ટરોને બોલાવવામાં આવ્યા છે અને તેનો સામાન ખાલી કરાવવામાં આવી રહ્યો છે. આ યોગ્ય નથી, રાતોરાત અમે આટલો સામાન ન ખાલી કરી શકીએ.
મારી દીકરી દાખલ છે...
ડોક્ટર અનિલે વિનંતી કરતા કહ્યું કે અમારા લોકોની મજબૂરી સમજો. અમારા કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ છે, મજબૂરી સમજો અમારા લોકોની. તેમણે કહ્યું કે એટલું સરળ નથી, રાતોરાત ઘર ખાલી કરવું. અમને બે-ત્રણ દિવસનો સમય મળવો જોઈએ. હું તમારી સામે હાથ જોડીને કહુ છું કે મારી દીકરી દાખલ છે. મારા ઘરની એક કામવાળી દાખલ છે.
આ પણ વાંચોઃ તૂટેલા વિમાનના કાટમાળમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો, એરહોસ્ટેસનો હોવાની શક્યતા
અહીં હું હેલ્પલેસ છું, મારા ઘરવાળા નહીં
ડોક્ટરે પોતાની વ્યથા સાથે કહ્યું- મહેરબાની કરી ઘર ખાલી કરવા માટે સમય આપો. મારો મેસેજ ઉપર પહોંચાડો, અહીં હું હેલ્પલેસ છું. મારા પરિવારજનો નથી. મને માફ કરી દો, મારી કોઈ ભૂલ નથી. હું હોસ્પિટલમાં કામ કરી રહ્યો હતો. મીડિયાના લોકો મારી મદદ કરો. હું અહીં પરેશાન છું
થોડી તો માનવતા રાખો
મારી માંગ એટલી છે કે અમને થોડો સમય આપવામાં આવે, આ સામાન શિફ્ટ કરવા માટે. કાલે આ દુર્ઘટના થઈ છે અને આજે અમને ઘર ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. મહેરબાની કરી થોડી માનવતા રાખો. મારી દીકરી દાખલ છે, મારે ત્યાં હોવું જોઈએ પરંતુ હું અહીં છું. હું ચાર વર્ષથી અહીં છું, ડિગ્રી લીધી છે. હું અને મારી પત્ની અહીં આસિસ્ટન્ટ પ્રોફેસર છીએ, દુર્ઘટના સમયે અમે બંને ડ્યુટી પર હતા. અમારી બાળકી અને મેડ અહીં હતી. ત્યારે તે લોકોને ગાર્ડે બચાવ્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે