Gold Astrology: ઘણા લોકો પોતાના જીવનમાં બધું જ સમજી વિચારીને કરે છે. જે લોકો જ્યોતિષ શાસ્ત્રમાં માને છે તેઓ જાણે છે કે ગ્રહ નક્ષત્રનો આપણા જીવન પર ખાસ પ્રભાવ હોય છે. જીવનની સમસ્યાઓથી બચવા માટે અને લાભ પ્રાપ્ત કરવા માટે જ્યોતિષ ઉપાયો પણ જણાવેલા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણીવાર સામાન્ય લાગતી નાનકડી ભુલ પણ વ્યક્તિને મોટી મુસીબતમાં મુકી શકે છે. આવી જ એક ભુલ છે સોનાની વીંટી પહેરવાને લઈને.
આ પણ વાંચો: શનિ, મંગળ, રાહુનો ખતરનાક યોગ દેખાડી રહ્યો છે અસર, હજુ 28 જુલાઈ સુધીનો સમય ભારે
સોનું પહેરવાના શોખીન લોકો હાથની બધી જ આંગળીઓમાં સોનું પહેરે છે. પરંતુ સોનાની વીંટી બધી જ આંગળીમાં પહેરવી શુભ નથી. સોનું શુભ ધાતુ છે તેને ધારણ કરવાથી જીવનમાં પણ સમૃદ્ધિ આવે છે. પરંતુ જો તેને યોગ્ય રીતે ધારણ કરવામાં આવે તો ભાગ્યનો સાથ મળે છે. જો સોનું ખોટી રીતે ધારણ કરવામાં આવે તો તેની ખરાબ અસર પણ થઈ શકે છે.
આ પણ વાંચો: આ દિવસે ખરીદેલું સોનું નથી ફળતું કોઈને, જાણો કયા દિવસ ગોલ્ડ ખરીદવા માટે અશુભ
કઈ આંગળીમાં સોનાની વીંટી પહેરવી શુભ ?
જો તમે ઈચ્છો છો કે જીવનમાં ઉન્નતિના રસ્તા ખુલે અને લાંબા સમયથી જીવનમાં ચાલતી સમસ્યાઓનો અંત આવે તો સોનાની વીંટી રિંગ ફિંગર એટલે કે અનામિકા આંગળીમાં પહેરો. એવું માનવામાં આવે છે આ આંગળીની નસ હાર્ટ સાથે જોડાયેલી હોય છે તેથી તેમાં સોનાની વીંટી પહેરવાથી ધન લાભ થાય છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. આ સિવાય સૌથી નાની આંગળીમાં સોનું પહેરવું શુભ છે.
આ પણ વાંચો: 15 જૂનથી 1 મહિનો આ રાશિવાળાઓ સતર્ક રહે, સૂર્યનું રાશિ પરિવર્તન આ લોકો માટે અશુભ
કઈ આંગળીમાં સોનાની વીંટી ન પહેરવી ?
જ્યોતિષ શાસ્ત્ર અનુસા મિડલ ફિંગર એટલે કે મધ્યમા આંગળીમાં સોનાની વીંટી પહેરવી નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ આંગળી શનિ ગ્રહ સંબંધિત હોય છે. આ આંગળીમાં સોનું પહેરવાથી શનિ અને સૂર્ય વચ્ચે ટકરાઉ થાય છે. જેની નકારાત્મક અસર જીવન પર પડે છે. આ સ્થિતિમાં ધન હાનિ, માનસિક ચિંતા, કામમાં બાધા આવવા લાગે છે. તેથી મધ્યમા આંગળીમાં ક્યારેય સોનું પહેરવું નહીં.
આ પણ વાંચો: સૂતા પહેલા તકિયા નીચે રાખી લો આ સફેદ વસ્તુ, ગરીબી અને બીમારીથી મળી જશે છુટકારો
અંગૂઠામાં ન પહેરો સોનું
અંગૂઠો ચંદ્રનું પ્રતીક છે. અંગૂઠામાં પણ સોનું પહેરવું વર્જિત છે. અંગૂઠામાં વીંટી પહેરવી હોય તો ચાંદીની ધારણ કરી શકાય છે. પરંતુ સોનું પહેરવાનું ટાળવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે