Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છમાં 2001 માં આવેલ વિનાશકારી ભૂકંપ બાદ સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આ આંચકા વર્ષોથી અટકવાનું નામ નથી લઈ રહ્યાં. હજી થોડા દિવસ પહેલા જ કચ્છના ખાવડા નજીક 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ત્યારે ખાવડા નજીક નવી ફોલ્ટ લાઇન સક્રિય થતા ચિંતાનો વિષય બન્યો છે.
2001ના ભૂકંપ બાદ કચ્છમાં સતત ભૂકંપના આંચકા નોંધાય રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી નોંધાઇ રહેલા ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ડર અને ભયનો માહોલ ઊભો થયો છે. હાલાં જ કચ્છના ખાવડા નજીક 4 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેની તીવ્રતા વધારે હતી. કચ્છ જિલ્લામાં મોટા ભાગના આંચકાના કેન્દ્રબિંદુ ભચાઉ,રાપર અને દુધઈ નજીક નોંધાય રહ્યા છે. ત્યારે વાગડ સાઉથ ફોલ્ટ લાઈન એક્ટિવ હોવાના કારણે આ વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા નોંધાઇ રહ્યા છે.
આ વિશે વિગતવાર માહિતી આપતા કચ્છ યુનિવર્સિટીના જિયોસાયન્સ વિભાગના આસિ. પ્રોફેરસ ગૌરવ ચૌહાણે જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં 6 થી 7 જેટલી એક્ટિવ ફોલ્ટ લાઇન આવેલી છે. ભૂકંપ ફોલ્ટ લાઈનમાં કચ્છની ભૂકંપ ફોલ્ટ લાઈન પર સિસ્મોલોજી વિભાગ અને જિયોલોજિકલ વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સંશોધન કરવામાં આવી રહ્યું છે. ખાવડા નજીક નવી ફોલ્ટ લાઈન એક્ટિવ થતા ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં ઘોરાડુંગરની સાઉથ નજીક ફોલ્ટ લાઇન પર આંચકો નોંધાયો છે. આ ફોલ્ટ લાઈન ઉપર ખુબજ ઓછા ભૂકંપના આંચકા નોંધાયા છે. તેવામાં ખાવડા નજીક નોંધાયેલા આંચકાને લઈને સંશોધન હાથ ધરાયું છે.
હવામાન વિભાગની મોટી આગાહી : ગુજરાતમાં વરસાદનો મેગા રાઉન્ડ આવશે
કચ્છમાં ભૂકંપ કેમ આવે છે?
માહિતી મુજબ, કચ્છમાં સૌથી વધુ ભૂકંપ ઝોન-5 માં આવે છે. અહીં ભૂકંપ આવતા રહેશે. કારણ કે, કચ્છમાં 8 થી વધુ ફોલ્ટ લાઈન સક્રિય છે. આમાંના કેટલાક ફોલ્ટ એવા છે, જેના કારણે ભૂકંપ આવતા રહે છે. ખાવડામાં આવેલા 4 ની તીવ્રતાના ભૂકંપે લોકોને પરેશાન કર્યા છે અને તેમને 2001 ના મોટા ભૂકંપની યાદ અપાવી છે.
ઝી 24 કલાકે અહીંના ગ્રામજનોમાં પ્રવર્તી રહેલા ભય વિશે વાત કરી. ખાવાના સ્થાનિક અગ્રણી ઉમરભાઈ સેરાએ કહ્યું કે, કચ્છમાં 2001 માં આવેલા વિનાશકારી ભૂકંપે હજારો લોકોના જીવ લીધા હતા અને હજારો લોકોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હતું. તેના બાદ કચ્છીઓ માંડ માંડ બેઠા થયા છે. આ વાતને કચ્છના લોકો હજુ સુધી ભૂલી શક્યા નથી.
તો ભૂસ્તરશાસ્ત્રી વૈજ્ઞાનિક ગૌરવ ચૌહાણે જણાવ્યું કે, કચ્છ ભૂકંપ ઝોનમાં આવે છે અને તેમાં 8 ફોલ્ટ સક્રિય છે, તેથી કચ્છમાં ભૂકંપ આવતા રહેશે, પરંતુ કચ્છના લોકોએ સાવધ રહેવું જોઈએ અને ભૂકંપ-પ્રતિરોધક ઇમારતો અને ઉદ્યોગો બનાવવા જોઈએ જેથી કોઈ જાનહાનિ ન થાય. ખાવડાની સરહદ પાસે આવેલ ગોરા ડુંગર હજારો વર્ષ પછી બંધાયો હશે. ગોરા ડુંગરમાં આવેલા ભૂકંપ સક્રિય છે, જેના કારણે સરહદ પર ભૂકંપ આવતા રહે છે. જે કચ્છ માટે ચિંતાજનક છે. સરકાર જે પણ વિકાસ કરી રહી છે તે ભૂકંપ-પ્રતિરોધક હોવો જોઈએ. સીમા પર વિકસિત થઈ રહેલા આરઈ પાર્ક, મીઠાના કારખાનાઓ અને રન ભૂકંપ-પ્રતિરોધક હોવા જોઈએ.
સત્તાનું રાજકારણ! યુપી-બિહાર છોડીને કેજરીવાલને ગુજરાતની ચૂંટણીમાં કેમ વધુ રસ પડ્યો?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે