ભારતમાં જૂનના અંત અને જુલાઈના પહેલા સપ્તાહથી જ ચોમાસાએ પોતાનો રંગ દેખાડવાનો શરૂ કરી દીધો છે. પહેલા લોકો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા હતા પરંતુ અનેક જગ્યાએ ચોમાસું આટલો કહેર વર્તાવશે એ કોઈએ વિચાર્યું નહતું. દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે. સમગ્ર દેશમાં મોનસૂને જાણે તાંડવ મચાવેલો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 25 જુલાઈથી 27 જુલાઈ સુધીમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જાણો આવનારા દિવસોમાં કેવું રહેશે હવામાન.
બંગાળની ખાડીમાં બન્યું છે હળવા દબાણનું ક્ષેત્ર
ધ હિન્દુમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ આઈએમડીએ 27 જુલાઈ સુધી ઉત્તરી તટીય આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી ઉચ્ચારી છે. બંગાળની ખાડીમાં એક હળવા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના પગલે હવામાન બગડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 24 જુલાઈના રોજ સવારે 8.30 વાગે બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં હળવા દબાણનું ક્ષેત્ર બન્યું છે. ત્યારબાદ તે 24 કલાકમાં વધુ મજબૂત થયું અને 48 કલાકમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશા તરફ આગળ વધ્યું અને ત્યારબાદ તેની અસર આંધ્ર પ્રદેશ ઉપર પણ પડી રહી છે.
ઓડિશામાં તબાહી?
આઈએમડીના ક્ષેત્રીય નિર્દેશક મનોરમા મોહંતીએ જણાવ્યું કે પૂર્વી ઓડિશાના બાલાસોર, ભદ્રક, મયૂરભંજ અને ક્યોંઝર જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આશંકા છે. આ ચેતવણી તે હળવા દબાણના ક્ષેત્રને કારણે અપાઈ છે. જે ઉત્તરી બંગાળની ખાડીમાં સર્જાઈ રહ્યું છે. તેના કારણે આગામી 24 કલાકમાં હવામાનમાં ભયંકર બદલાવ જોવા મળી શકે છે.
આ 8 રાજ્યોમાં વરસાદનો કહેર
ભારતીય હવામાન વિભાગના રિપોર્ટનું માનીએ તો ગોવા, મહારાષ્ટ્ર, અસમ, મેઘાલય, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઉત્તરાખંડમાં કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
અહીં પણ મૌસમનો કહેર
આ સાથે અરુણાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, કર્ણાટક, કેરળ અને માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ મંગળવાર સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે.
ભારે વરસાદનું એલર્ટ
પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને અચાનક પુરનું જોખમ બનેલું છે. ત્રિપુરા અને મિઝોરમમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ડૂબાડૂબ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 9થી 12 જુલાઈ સુધી આગાહી છે. લોકોએ સાવધાની વર્તવાની અને હવામાન અપડેટ્સ પર નજર રાખવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે